SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ હીંચકા, નાટક આદિ કે ઝાંખી-રચના આદિ લૌકિક મંદિરની જેમ જિન મંદિરમાં કરવા તે પણ લોકોત્તર દેવગત મિથ્યાત્વ કહેવાય છે. પાસસ્થા-કુશીલ આદિ શિથિલાચારી સાધુઓને જાણવા છતાંય ગુરુ બુદ્ધિથી તેમને માનવાવાંદવા-પૂજવા-સત્કારવા તે લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ છે. આ અંગે પૂર્વાચાર્યોએ કહ્યું છે કે :जे लोगुत्तमलिंगा, लिंगिअदेहावि पुप्फतंबोलं । आहाकम्मं सव्वं, जलं फलं चेव सचित्तं ॥१॥ भुंजंति थीपसंगं, ववहारं गंथसंगहं भूसं । एगागित्तं भमणं, सच्छंदविहिअं वयणं ॥२॥ चेइय मढाइवासं, वसहीसु निच्चमेव संठाणं । गेअं निअवरनाणऽच्चावणमवि कणयकुसुमेहिं ॥३॥ तिविहं तिविहेण य, मिच्छत्तं वज्जियं जहिं दूरं । निच्छयउ ते सड्डा, अन्ने उण नामओ चेव ॥४॥ “જેઓ લોકોત્તર સાધુવેષ ધારણ કરીને પણ પુષ્પ, અત્તર, તંબોલ, આધાકર્મી (પોતાના માટે વિના પ્રયોજને કરાવેલો) આહાર કરે, સજીવ પાણી-ફળ વાપરે, સ્ત્રીઓ સાથે સંબંધ રાખે, વ્યાપાર કરે, દ્રવ્યાદિકનો સંગ્રહ કરે, વીંટી આદિ ઘરેણાં રાખે, એકાકી વિચરે, સ્વચ્છંદપણે રહે, જેમ ફાવે તેમ બોલે, ચૈત્ય (જિનમંદિર)માં રહે, ઉપાશ્રયાદિ વસતિમાં કાયમી વસવાટ કરે, પોતાના ગુણનાં ગાન કરાવે, સુવર્ણમુદ્રા-પુષ્પાદિકથી પોતાની પૂજા કરાવે, આમ વિપરીતપણે વર્તતા માત્ર વેષધારી સાધુઓનો જેમણે (મન-વચન-કાયાથી) ત્રિવિધ ત્યાગ કર્યો છે. ખરેખર ! તેઓ જ સાચા શ્રાવક છે. બાકીના બધા નામધારી શ્રાવક સમજવા.’ મન, વચન અને કાયાથી મિથ્યાત્વ ત્રણ ભેદે જાણવું. પૂર્વાચાર્યો આ અંગે ફરમાવે છે કે : “પૂર્વે વર્ણવેલા મિથ્યાત્વને મનમાં ચિંતવવું નહિ. અર્થાત્ મિથ્યાત્વને કરવા, કરાવવા કે અનુમોદવા માટે મનનો ઉપયોગ કરે નહિ. તેવી જ રીતે મિથ્યાત્વ આચરવાદિની વાત વાણી દ્વારા બોલે નહિ, અને બોલીને તેમ કરવા કોઈને પ્રેરણા આપે નહિ અને મિથ્યાત્વ આચારનારની અનુમોદના (પ્રશંસા) કરે નહિ. તે જ પ્રમાણે હાથ, આંખ આદિ શરીરનાં અંગોથી ઇશારા કરીને મિથ્યાત્વ કોઈની પાસે કરાવે નહિ અને એવું જે કરતો હોય તેનું સમર્થન (અનુમોદના) કરે નહિ.” મિથ્યાત્વના દસ ભેદ :- ૧. અધર્મમાં ધર્મસંજ્ઞા, ૨. ધર્મમાં અધર્મસંજ્ઞા, ૩. ઉન્માર્ગમાં
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy