SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ એક કુંભાર હતો. ખાણમાં તે માટી ખોદવા ગયો. માટી ખોદતાં ખોદતાં તેની ભેખડ તેના ઉપર પડવા લાગી, તે જોઈ કુંભાર બોલ્યો કે : “અરેરે ! આ તો તદન વિપરીત જ થયું. જેનાથી હું પરિવારનું પોષણ કરું છું. જેનાથી હું દાનધર્મ કરું છું એ મારી શરણદાત્રી આ માટી જ મારા જીવ માટે ભયરૂપ બની ! તેમ છે પૂજ્ય ! ભય પામીને હું તમારા શરણે આવ્યો. ભયથી ઉગારવા મેં તમને પ્રાર્થના કરી અને આ તો તમે પોતે જ મારા માટે ભયરૂપ બની રહ્યા છો !” આચાર્ય: “ઘણો વાચાળ અને ચતુર છે તું તો” આમ કહીને તેમણે બાળકની ડોક મરડી નાંખી. તેનાં બધાં ઘરેણાં કાઢી લઈને પોતાના પાતરામાં મૂકી દીધાં અને ઝડપથી આગળ ચાલવા માંડ્યું. થોડે સુધી જતાં તેમને બીજો એક બાળક દાગીના પહેરેલો મળ્યો. આચાર્યે તેનું નામ પૂછ્યું, કહ્યું: “મારું નામ અપ્લાયિક, જંગલમાં ભૂલો પડ્યો છું. તમે મારું રક્ષણ કરો.' આચાર્ય તેને મારવા તૈયાર થયા ત્યારે આ બાળકે કહ્યું - એક માણસ સુભાષિત બોલવામાં ખૂબ જ હોશિયાર હતો. એક વખત તે ગંગા નદી પસાર કરી રહ્યો હતો. ત્યાં ભરતી આવી, એ તણાઈને ડૂબવા લાગ્યો. કાંઠા પરથી કોઈએ કહ્યું કે “ભાઈ ! તું એકાદ સુભાષિત બોલ.' પેલાએ કહ્યું: “જેનાથી અનાજ ઊગે છે અને જેના પર સંસાર નભે છે એ પાણીમાં જ હું આજ મરી રહ્યો છું. હે પૂજય ! મારી દશા પણ આજ આવી થઈ છે. તમારું મેં રક્ષણ માંગ્યું અને તમે જ મારું ભક્ષણ કરવા તૈયાર થયા છે.” આચાર્ય લોભાંધ બન્યા હતા. તેમણે આ બાળકનાં પણ બધાં ઘરેણાં ઉતારી લીધાં અને તેને પણ મારી નાંખ્યો અને ઘરેણાં પાતરામાં ભરીને ઝડપથી ચાલી નીકળ્યા. - થોડે દૂર જતાં ત્રીજો બાળક મળ્યો. તેણે કહ્યું: “મારું નામ તેજસ્કાય, આચાર્ય તેને મારવા તૈયાર થયા ત્યારે તેણે આમ કહ્યું : એક તાપસ અગ્નિહોત્રી હતો. આશ્રમમાં તે રોજ યજ્ઞ કરતો. વિધિપૂર્વક અગ્નિ પેટાવી તેમાં હોમ કરતો. એક દિવસ યજ્ઞની જ્વાળાથી તેની પર્ણકુટિર બળવા લાગી. આથી તે બોલી ઊઠ્યો : ઓહ! આ તે કેવી વિચિત્રતા! જે અગ્નિનું હું રોજ ઘી, મધ વગેરે ઉત્તમ પદાર્થોથી પોષણ કરું છું એ જ અગ્નિએ મારો આધાર બાળી નાખ્યો ! આ તો જેનું શરણ લીધું તે જ ભયનું સ્થાન બન્યું. તમે પણ એવું જ કરો છો. તો હે કૃપાળુ ! હે જ્ઞાની ! તમારે તો શરણાગતનું રક્ષણ કરવું જોઈએ.” પરંતુ અષાઢાચાર્યે તેને પણ મારી નાખીને દાગીના બધા લૂંટીને પાતરામાં ભરી લીધા અને ચાલવા માંડ્યું. - થોડે દૂર જતાં ચોથો બાળક મળ્યો. તેણે કહ્યું: “મારું નામ વાયુકાયિક. પણ મને મારીને લૂંટી લેતાં પહેલાં તમે મારી વાત સાંભળો. પછી તમને ઠીક લાગે તે મારું કરજો.” તે બોલ્યો : “એક યુવાન સશક્ત અને બળવાન હતો, ટટ્ટાર ચાલતો, ઝડપથી દોડતો અચાનક તેને
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy