SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ ૧૭ શુભધ્યાન એટલે ધર્મધ્યાન અને શુકલધ્યાન. સામાયિકમાં ધર્મધ્યાન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ ધર્મધ્યાન ચાર પ્રકારનું છે. ૧. આજ્ઞાવિચય, ૨. અપાયવિચય, ૩. વિપાકવિચય, ૪. સંસ્થાનવિચય. ધ્યાનશતકની વૃત્તિમાં આ ધ્યાન વિષે કહેવામાં આવ્યું છે તે આ પ્રમાણે - “સ્વરૂપ અને પરરૂપ વડે સત્ અસત્ રૂપવાળા વસ્તુધર્મમાં જે સ્થિર અનુભૂત ધ્યાન તે આજ્ઞાવિચય નામનું પ્રથમ ધર્મધ્યાન કહેવાય છે.” શ્રી વીતરાગ પ્રભુના વચન નિશ્ચય અને વ્યવહાર, નિત્ય અને અનિત્ય એવા સ્યાદ્વાદ પ્રકારથી અમૂલ્ય અને સર્વોત્તમ છે. શ્રી વીતરાગ ભગવંતના આવા અણમોલ અને સર્વોત્કૃષ્ટ વચનોને યથાર્થપણે સદહવા તે આજ્ઞાવિચય ધર્મધ્યાન. કહ્યું છે કે – “કલ્પવૃક્ષ માત્ર ઈચ્છિત વસ્તુને આપે છે. ચિંતામણિ માત્ર ચિંતવેલી વસ્તુ જ આપે છે. પરંતુ શ્રી જિનેન્દ્ર-વીતરાગ પ્રભુના ધર્મનું વિશેષ ચિંતન મનન કરવાથી કલ્પવૃક્ષ અને ચિંતામણિથી પણ વિશેષ આપે છે.” અપાયરિચય એ ધર્મધ્યાનનો બીજો પ્રકાર છે. અપાય એટલે દુઃખ-કષ્ટ-દર્દ. વિચય એટલે વિચારણા. આ જીવે સંસારમાં પરિભ્રમણ કરતાં અનેક પ્રકારનાં દુઃખો ભોગવ્યાં છે. અનેક કષ્ટો સહન કર્યા છે. હે ચેતન ! આત્માને સ્વાધીન એવા મુક્તિમાર્ગને છોડીને તેં પોતે જ તારા આત્માને દુઃખ-કષ્ટમાં ડૂબાડ્યો છે. પરંતુ હે ચેતન ! આ આત્મા તત્ત્વતઃ અજ્ઞાનાદિકથી રહિત છે અને તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યવાળો છે. અનાદિ, અનંત, અક્ષર, અક્ષર, અમલ, અરૂપી, અકર્મ, અબંધ, અનુદીરક, અયોગી, અભેદ્ય, અછેદ્ય, અકષાય, અદેહાત્મક, અતીન્દ્રિય, અનાશ્રવ, લોકાલોકજ્ઞાયક, સર્વપ્રદેશે કર્મપરમાણુઓથી વ્યતિરિક્ત, શુદ્ધચિદાનંદ, ચિન્મય, ચિમૂર્તિ અને ચિતિંડ છે. આવા અનેક ગુણનિધાન આત્માને હે ચેતન ! મોહાંધ બની તેને તેં ન જાણે કયા કયા કષ્ટ નથી આપ્યા ? આ પ્રમાણે આત્માની અને બીજાની (સ્વ અને પરની) અપાયપરંપરાનું ચિત્તવન કરતો યોગીપુરુષ અપાયરિચય નામના ધર્મધ્યાનને પ્રાપ્ત કરે છે. વિપાકવિચય નામે ધર્મધ્યાનનો ત્રીજો પ્રકાર આ પ્રમાણે છે. વિપાક એટલે ફળ-પરિણામ. તેનું ચિત્તવન એટલે વિપાકવિચય. આ જીવે જેવા કર્મો કર્યા હોય છે, તેવું ફળ તે પામે છે. શુભ કર્મના પરિણામે જીવને સુખની સામગ્રી મળે છે અને અશુભ કર્મના પરિણામે તેને દુઃખની ઉપલબ્ધિ થાય છે. દ્રવ્યથી સ્ત્રી-પુરુષ વગેરે સુખનો સુંદર ઉપભોગ તે શુભ વિપાક છે અને દ્રવ્યથી સર્પ, શસ્ત્ર, અગ્નિ અને વિષ વગેરેથી થતા અનિષ્ટ અશુભ વિપાક છે. ક્ષેત્રથી મહેલમાં વસવાથી શુભ વિપાક અને સ્મશાનમાં કે ઝુંપડી કે ફૂટપાથ પર વસવાથી અશુભ વિપાક જાણવો. કાળથી વસંત વગેરે ઋતુમાં રતિ થવાથી શુભ અને અરતિ થવાથી અશુભ વિપાક જાણવો. ભાવથી મનની
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy