SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ ૨૦૭ તેના લાભ જોવા મળે છે. તેના અનેક દૃષ્ટાંત છે. આથી શ્રાવકોએ હરહંમેશ નવકારમંત્રનો જાપ કરવો જોઈએ. સુખમાં હો કે દુઃખમાં, કામ કરતા હો કે આરામ કરતા હો, અંતરમાં નવકારમંત્રનું સતત રટણ કરતાં રહેવું જોઈએ. તેથી મન નિર્મળ રહે છે. O - ૧૬ તીર્થકર નામકર્મને ઉપાર્જન કરવાના હેતુઓ सर्वे तीर्थंकराः स्युरितस्तृतीयजन्मनि । विंशत्या सेवितैः स्थानै-स्तीर्थकृन्नामहेतुभिः ॥ ભાવાર્થ:- બધા જ તીર્થકરો તીર્થકર નામકર્મના હેતુરૂપ વીશસ્થાનક તપના સેવવાથી ત્યાર પછીના ત્રીજા ભવે તીર્થંકર થાય છે. વિશેષાર્થ - બધા જ તીર્થંકરો એટલે પૂર્વે અતીતકાળે થઈ ગયેલા અનંતા તીર્થકરો. તે દરેક પાછળના ત્રીજા ભવે વીશસ્થાનકની આરાધના વડે તીર્થંકર થાય છે. આથી જે જીવ તીર્થંકર નામકર્મને બાંધે છે તે એ વિશસ્થાનકમાંથી એક, બે, ત્રણ વગેરે સ્થાન અથવા સર્વ સ્થાન સેવવાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જે છે. આ જીવ એટલે પુરુષવેદી, સ્ત્રીવેદી અને નપુંસકવેદી સમજવાં. નપુંસકવેદીને કૃત્રિમ સમજવાં. સ્વભાવથી નપુંસક નહિ. શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે કે “નિશ્ચય મનુષ્યગતિમાં વર્તતો સ્ત્રી, પુરુષ અથવા નપુંસકવેદી વિશુદ્ધ વેશ્યાવાળો કોઈપણ જીવ ઘણા પ્રયાસે વિશસ્થાનક માંહેલા કોઈપણ પદને આરાધવાથી જિનનામ ઉપાર્જ છે.” શ્રી જ્ઞાતાસૂત્રમાં આ વિશસ્થાનક આ પ્રમાણે બતાવ્યાં છે. અરિહંત, સિદ્ધ, પ્રવચન આચાર્ય (ગુરુ), સ્થવિર, ઉપાધ્યાય (બહુશ્રુત) અને તપસ્વી તે સાધુ. આ સાત પદ તથા આઠમું જ્ઞાન, નવમું દર્શન, દશમું વિનય, અગિયારમું ચારિત્ર, બારમું શીલ, તેરમું નિરતિચાર ક્રિયા, ચૌદમું તપ, પંદરમું દાન, સોળમું વૈયાવૃત્ય, સત્તરમું સમાધિ, અઢારમું અપૂર્વ જ્ઞાનનું ગ્રહણ, ઓગણીશમું શ્રુતભક્તિ અને વીસમું શાસનની પ્રભાવના. આ વીશસ્થાનકની આરાધના કરવાથી જીવ તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. અરિહંત નામાદિ ચાર નિક્ષેપા વડે સમજવાં. તથા નિષ્પન્ન થયેલા ગુણવાળા, કર્મમળથી રહિત, પાછું સંસારમાં આવવું ન પડે તેવી ગતિને પામેલા સર્વ કાર્ય પતાવી, ઉદ્યોગ માત્ર પૂર્ણ કરી, નિશ્ચિત થઈને સુખે સુનાર ગૃહસ્થની જેમ ફરીને ન કરવા પડે તેવી રીતે સંસારના સર્વ કાર્ય સમાપ્ત કરી પરમસુખનો અનુભવ કરવાને માટે શાશ્વતપદને પામેલા તે સિદ્ધ જાણવાં. આવા સિદ્ધનું ધ્યાન ધરવું.
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy