SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ એ જ ભવમાં તેણે દીક્ષા લીધી. ઉગ્ર તપ કરી અનામકર્મ નિકાચિત કર્યું. ત્યાંથી કાળધર્મ પામીને તે સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવતા થયો. ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંતની સમૃદ્ધિ ભોગવીને સિદ્ધિપદને પામ્યો. સાગરશ્રેષ્ઠિની આ કથાથી દેરાસર વગેરેનો વહીવટકર્તા શ્રાવક ટ્રસ્ટીઓએ શીખવાનું છે કે અજાણતાં કે ભૂલથીય દેવદ્રવ્ય પોતાના ઉપયોગ માટે ખર્ચાઈ ન જાય તેની સતત કાળજી રાખવી જોઈએ અને યોગ્ય રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા માટે નિષ્ઠાભર્યા પ્રયાસ કરવા જોઈએ. ૧૯૪ સાવધવચન ન બોલવું ચૈત્ય કરાવવાં તે સાવઘ” એવું કહેનારાઓને આ વ્યાખ્યાનમાં સ્પષ્ટ સમજ આપવામાં આવે છે. सावधवचनं नोच्यं, मुनिभिर्धर्मज्ञायकैः । . तद्वाक्येन महद् दुःखं, सावधाचार्यवल्लभेत् ॥ ભાવાર્થ - ધર્મના જાણકાર મુનિઓએ સાવદ્ય વચન બોલવું નહિ. એમ બોલનાર સાવદ્યાચાર્યની જેમ મહાદુઃખને પામે છે. સાવઘાચાર્યની કથા ભગવાન મહાવીર સ્વામીએ મિથ્યા બોલવાથી શું ફળ મળે તે સમજાવતાં કહ્યું: “હે ગૌતમ! પૂર્વે અનંતકાળ અગાઉ જે અનંતી ચોવીશી થઈ ગઈ તેમાં વર્તમાન અવસર્પિણી જેવી આજથી અનંતમી અવસર્પિણીમાંની એક અવસર્પિણીની ચોવીશીમાં ધર્મશ્રી નામે છેલ્લા તીર્થંકર હતાં. તેમનાં તીર્થમાં સાત આશ્ચર્ય થયાં. તેમાં અસંયતી પૂજારૂપ આશ્ચર્યમાં અનેક અસંયતીઓ શ્રાવક પાસેથી દ્રવ્ય લઈને પોતપોતાના કરાવેલાં ચૈત્યમાં વસતા હતાં અને એ ચૈત્યની માલિકીપણાનો આનંદ માણતા હતાં. ત્યાં કુવલયપ્રભ નામે એક તપસ્વી મુનિ આવ્યાં. પેલા ચૈત્યવાસીઓએ તેમને વંદના કરી કહ્યું: આપ અહીં એક ચાતુર્માસ કરો એથી તમારા ઉપદેશથી બીજા અનેક ચૈત્યો થશે.” મુનિએ કહ્યું: “અહીં જે બધાં ચૈત્યો છે તે સાવદ્ય છે. આથી તેવા સાવકાર્ય માટે હું ઉપદેશ નહિ આપું.” આમ દઢતાથી કહેવાથી મુનિએ જિનનામકર્મ ઉપાર્જન કર્યું અને મોક્ષ માટે માત્ર એક જ ભવ કરવો પડે એવું પુણ્યકર્મ બાંધ્યું. મુનિને પોતાના નિર્ણયમાં મક્કમ જોઈને
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy