SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ ૧૬૧ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું: “આ ભરતક્ષેત્રમાં અતીત ચોવીશીમાં ત્રીજા સાગર નામના તીર્થકરના સમયમાં અવંતીનગરીમાં નરવાહના નામે રાજા થઈ ગયો. સાગર પ્રભુની દેશના સાંભળી નરવાહને પૂછ્યું: “ભગવાન ! હું કેવળી ક્યારે થઈશ?” ભગવાને કહ્યું : “રાજન્ ! આવતી ચોવીશીમાં બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથના સમયમાં તું કેવળી થઈશ.” નરવાહને તે સાંભળીને દીક્ષા લીધી. ઉગ્ર તપસ્યા કરી, ઉત્કૃષ્ટ ધ્યાન ધરી કાળક્રમે મૃત્યુ પામી તે બ્રહ્મદેવલોકમાં દસ સાગરોપમના આયુષ્યવાળો ઈન્દ્ર થયો. અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણી તેણે શ્રી નેમિનાથ પ્રભુનું વજમય બિંબ કરાવ્યું અને સ્વર્ગમાં પૂજા કરી. પોતાનો અંત સમય નજીક જાણી ઈન્દ્ર આ રૈવતગિરિ ઉપર વજથી કોતરાવીને પૃથ્વીની અંદર પૂર્વાભિમુખે પ્રાસાદ કરાવ્યો. તેમાં રૂપાનાં ત્રણ ગભાર રચાવ્યાં. તેમાં રત્ન, મણી અને સોનાના ત્રણ બિંબ સ્થાપ્યાં અને તેની આગળ સુવર્ણનું પબાસણ કરી પેલા વજમય બિંબનું ત્યાં સ્થાપન કર્યું. પછી ઈન્દ્ર સ્વર્ગથી અવીને સંસારમાં ભમતો ભમતો ક્ષિતિસાર નગરમાં નરવાહન રાજા થયો. આ ભવમાં તેણે શ્રી નેમિનાથ પ્રભુ પાસેથી પોતાનું પૂર્વ સ્વરૂપ જાણ્યું. આથી તે વજમય બિંબની પૂજા ભક્તિ કરી પ્રભુ પાસે તેણે સંયમ લીધું. સંયમની રૂડી આરાધના કરતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને મોક્ષે ગયાં. આ રૈવતગિરિ ઉપર શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એમ ત્રણ કલ્યાણક થયાં. ત્યારથી આ ચૈત્ય અને આ લેપ્યમય બિંબ લોકમાં પૂજાય છે. શ્રી નેમિનાથના મોક્ષે ગયા પછી નવસો ને નવ વરસ બાદ કાશ્મીર દેશથી રત્ન નામે એક શ્રાવક અહીં યાત્રા કરવા માટે આવ્યો. તેણે જળકળશ કર્યો, આથી બિંબ ગળી ગયું. પોતાનાથી પ્રભુની મહાન આશાતના થઈ છે તેમ જાણી શ્રાવકે બે માસના ઉપવાસ કર્યા. બે માસને અંતે અંબિકાદેવી પ્રગટ થયાં. દેવીના આદેશથી પેલા ભૂમિગત પ્રાસાદમાંથી સુવર્ણનાં પબાસણ ઉપરથી વજય બિંબ લાવીને તેની અહીં સ્થાપના કરી. ગીરનાર તીર્થનો આવો અદ્ભુત ઈતિહાસ જાણી કુમારપાળ શ્રી સંઘ સાથે થોડા દિવસ ત્યાં રોકાયો. આ તીર્થમાં પણ શ્રી જગડુશાએ ઈન્દ્રમાળ પહેરી. ત્યાંથી શ્રી સંઘ પાટણ આવ્યો. અહીં પણ જગડુશાએ જ ઈન્દ્રમાળ ધારણ કરી. કુમારપાળે જગડુશાને રત્નોનો ઈતિહાસ પૂક્યો. જગડુશાએ કહ્યું: “મારા પિતા હંસરાજ મહુવામાં રહેતા હતાં. પોતાના અંત સમયે મને કહ્યું. આ પાંચ રત્ન તને આપું છું. આમાંથી ત્રણ રત્ન અનુક્રમે સિદ્ધાચલ, રૈવતગિરિ અને દેવપાટણમાં આપજે અને બાકીના બે રત્નોથી તારો જીવનનિર્વાહ ચલાવજે.” આમ હે રાજન્ ! પિતાના વચનનું પાલન કર્યું છે. પછી એ જગડુશાએ શ્રી સંઘની હાજરીમાં પેલા બે રત્નો કુમારપાળ રાજાને આપતાં કહ્યું : “આ બે રત્નો તો તમારા જેવા સંઘપતિ પાસે હોય તે યોગ્ય છે.” કુમારપાળ તો જગડુશાની ઉદારતા જોઈ આભો જ બની ગયો. ભાવવિભોર હૈયે તેની
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy