SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ ૧૫૩ થઈ ગયું. તે વિચારવા લાગ્યો, “આ ઈન્દ્રની સમૃદ્ધિની સરખામણીમાં તો મારી આ સમૃદ્ધિની કોઈ જ વિસાત નથી. સાચે જ ! ઈન્દ્ર પોતાની આ સંપત્તિનું પ્રદર્શન કરીને મારા અભિમાનને ભાંગીને ભુક્કો કરી નાંખ્યો છે ! પણ ના. હું ભગવાનને વંદના તો અભૂતપૂર્વ રીતે જ કરીશ. ઈન્દ્ર પણ છક્કડ ખાઈ જાય તેવી વંદના કરીશ. અને દશાર્ણભદ્ર આત્માની તમામ ઋદ્ધિ પ્રકટ કરવાનો નિર્ણય કર્યો. તે વિચારી રહ્યો. “મારી આંતરિક સમૃદ્ધિથી ઈન્દ્રની ભૌતિક સમૃદ્ધિને હું ઝાંખી પાડી દઈશ. ઈન્દ્ર અવિરત ગુણસ્થાનકે રહેલો છે. આથી તે દેવભવે સંયમ લઈ શકવાનો નથી. આથી એ જ હવે મને વાંદે તેમજ કરું.” અને દશાર્ણભદ્ર શ્રી વીરપ્રભુ પાસે તુરત દીક્ષા લીધી. ઈન્દ્ર તો દશાર્ણભદ્રને દીક્ષા લેતો જોઈ ફાટી આંખે જોઈ જ રહ્યો. તે તુરત જ ઉભો થયો અને રાજર્ષિ દશાર્ણભદ્રને નમીને બોલ્યો - “હે રાજર્ષિ ! તમે તો અદ્ભુત પરાક્રમ કર્યું. તમે આ પરાક્રમ કરીને સાચે જ મને જીતી લીધો છે. તમે જીત્યા અને હું હાર્યો. મેં તમારી હોડ કરી તે માટે હું તમને વારંવાર ખમાવું છું. હું તો ભોગી જીવડો છું, વિષયલંપટ છું, આથી હવે હું તમને જીતી શકું તેમ નથી. તમે તો અનાસક્ત અને નિઃસ્પૃહ છો. વીર છો. તમે મને આશીર્વાદ આપો કે જેથી આગામી ભવમાં અલ્પ સમયમાં મારા સંસારનો પાર આવી જાય. આમ દશાર્ણભદ્રની સ્તુતિ કરી ઈન્દ્ર સ્વર્ગે ગયો. રાજર્ષિ દશાર્ણભદ્ર પણ ઘણા પ્રકારનાં તપ કરીને અનુક્રમે મોક્ષે ગયાં. આમ અંતરની સમૃદ્ધિથી આત્માના ઉલ્લાસ અને ઉમંગથી, નિરહંકારપણે શ્રી જિનેશ્વરની ભક્તિ કરવી જોઈએ. ૧૮૨ શ્રી જિનભક્તિનું ફળવિધાન नरत्वं प्राप्य दुष्प्राप्यं, कुर्वति भरतादिवत् । तीर्थंकरार्चनं भक्तिं, तेषां स्यात् शाश्वतं यशः ॥ જેઓ દુર્લભ મનુષ્યપણું પ્રાપ્ત કરી ભરતાદિકની જેમ તીર્થંકર ભગવંતની પૂજા અને ભક્તિ કરે છે. તેમને શાશ્વત કીર્તિ પ્રાપ્ત થાય છે.”
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy