SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ 3 ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ રચૂડની કથા ભરતક્ષેત્રમાં તાપ્રલિપ્તી નામની નગરી હતી. આ નગરીમાં રત્નાકર તેના પરિવાર સાથે પોતાનો જીવનનિર્વાહ સુખેથી ચલાવતો હતો. તેને રચૂડ નામે એક પુત્ર હતો. પિતા પાસે અઢળક સંપત્તિ હતી. ભોગવિલાસના અનેક સાધનો હતાં. નોકર-ચાકરની કોઈ કમી ન હતી. રત્નચૂડના માથે પિતા હોવાથી કોઈ જવાબદારી કે ચિંતા ન હતી. નચિંતમને તે જીવતો હતો. એક સમયે તે નગરના રાજમાર્ગ પરથી પોતાની મસ્તીમાં જઈ રહ્યો હતો. અનેક લોકો આવતા હતા ને જતા હતાં. રત્નચૂડ પણ જઈ રહ્યો હતો. ચાલતા ચાલતા અજાણતા તે એક સ્ત્રી સાથે ભટકાઈ પડ્યો. ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે પોતે નગરની વિખ્યાત સૌભાગ્યમંજરી નામની વેશ્યા સાથે ભટકાઈ ગયો છે. રત્નચૂડનો ધક્કો લાગવાથી સૌભાગ્યમંજરી ગુસ્સે થઈ ગઈ. તે બોલી: “આ ધોળા દિવસે રાજમાર્ગ ઉપર સામેથી કોણ આવે છે એ પણ તને ન દેખાયું? ભલા માણસ પૈસાનું આટલું બધું અભિમાન કરવું સારું નથી.” રત્નચૂડને આમ ઠપકો આપી તેણે એક શ્લોક કહ્યો? पित्रोपार्जितवित्तेन विलासं कुरुते न कः । स श्लाघ्यो यः स्वयं लक्ष्मीमुपायं विलसत्यहो ॥ બાપના પૈસાથી કોણ જલસા ન કરે? પરંતુ જે પોતાના પરસેવાથી કમાયેલા પૈસાથી એવા જલતા-ભોગવિલાસ કરે છે તે જ પ્રશંસાને પાત્ર છે. આમ કહી સૌભાગ્યમંજરી ઝડપથી પસાર થઈ ગઈ. રત્નચૂડ તો તેને જતી જોઈ જ રહ્યો. તેના ગયા પછી તેણે કહેલા શબ્દો તેના મનમાં રમી કહ્યાં. “સાચે જ હું બાપના પૈસા ઉડાવું છું. મારે મારા કમાયેલા પૈસાથી જ જીવવું જોઈએ અને તેણે પોતાના પગ ઉપર ઉભા રહેવાનો નિર્ણય કર્યો. પિતાએ આ નિર્ણય જાણીને કહ્યું: “વત્સ ! તને શી ખોટ છે કે તું ધન કમાવવા પરદેશ જવા વિચારે છે ?” રત્નચૂડે કહ્યું: “પિતાજી! તમારા આશીર્વાદ અને પ્રેમથી મને કોઈ જ વાતની કમી નથી. મને તમારે ત્યાં બધું જ મોં માંગ્યુ મળે છે. પરંતુ પિતાજી ! તમારા પૈસાનું સુખ ભોગવવું મને હવે જચતું નથી. મારા પરસેવાથી હું આ પૈસા કમાવા માગું છું.” - રત્નાકર (પિતા) : “વત્સ ! તારી ભાવના ઉમદા છે. પરંતુ તે સુકોમળ છે. તેં દુનિયાના ટાઢ અને તાપ જોયાં નથી અને દેશાંતર જવાનું તારું ગજું નથી. કારણ કે “જેને ઈન્દ્રિયો વશ હોય,
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy