SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ . ૧૦૯ માએ તુરત જ કહ્યું – “વત્સ ! વેશ્યાગીરી એ આપણો વ્યવસાય છે. પ્રેમ-બેમ આપણને પોસાય નહિ. આપણે દેહ વેચીએ છીએ. પૈસા આપે તે ભોગવે. આ આપણો કુલાચાર છે. નિર્ધનનું આપણે ત્યાં કોઈ સ્થાન નથી. મા-દીકરીનો આ વાર્તાલાપ કૃતપુણ્ય સાંભળ્યો. તેનો સૂતેલો આત્મા જાગી ઉઠ્યો. એ જ દિવસે અનંગસેનાને છોડી તે પત્ની ધન્યા પાસે ચાલ્યો ગયો. પતિને આવતો જોઈ ધન્યા તેનો સત્કાર કરવા સામે ગઈ. પ્રેમથી તેને વધાવી નિરાંતે બધી હકીકત કહી. માતા-પિતાનું અવસાન થયું. ધન ખૂટી ગયું. ઘરમાં ખાવાના ફાંફા. ધન્યાની દયનીય હાલત. એ બધું જાણી કૃતપુણ્યના હૈયે ધગધગતું શીશું રેડાયું. તેની આંખોમાં પસ્તાવાના આંસુ દદળી ઉઠ્યાં: “સાચે જ મારા જીવનને ધિક્કાર છે! માતા-પિતાએ મારા માટે સઘળું ધન લૂંટાવી દીધું અને મેં તેમની છેલ્લી ઘડીએ પણ કાળજી ન લીધી ! પત્નીને પણ વિસરી ગયો. અનંગસેનાના દેહમાં મોહાંધ બની મેં જીવનના મહામૂલા વરસો વેડફી નાખ્યાં. અરેરે ! મારી શી ગતિ થશે?” કૃતપુણ્યના આંખમાં આંસુ અને હૈયે સાચો પસ્તાવો જોઈ ધન્યાએ કહ્યું – “નાથ ! ભૂલી જાવ બધું. જે થવાનું હતું તે થઈ ગયું. જે સમય ગયો તે હવે પાછો આવવાનો નથી. હવે તો જે સમય છે તેનો સદુપયોગ કરી લો.” પત્નીના પ્રેમાળ આશ્વાસનથી કતપુણ્યના હૈયાને ટાઢક થઈ. હિંમત પણ આવી. થોડા સમય બાદ તેના જાણવામાં આવ્યું કે કોઈ સાર્થવાહ આવ્યો છે. તેણે તેની સાથે દેશાવર જવાનું નક્કી કર્યું. ધન્યાએ કહ્યું – “નાથ ! તમે ખુશીથી દેશાવર જાવ. ખૂબ ધન કમાઈને પાછા ફરો. મારી હવે કોઈ ચિંતા ન કરશો. તમે મને મળ્યા છો એ જ મારું અહોભાગ્ય છે.” એમ કહી ધન્યાએ કુતપુર્ણને થોડુંક કરીયાણું લાવી આપ્યું અને લાડવાનું ભાતું બાંધીને આપ્યું. એ લઈને કૃતપુણ્ય પેલા સાર્થવાહ સાથે દેશાવર જવા માટે તૈયાર થયો. જવાની આગલી રાતે કૃતપુણ્ય એક ખાટલા ઉપર કોઈ દેવાલયમાં સૂઈ રહ્યો. તે સમયે એક નવી જ ઘટના બની. તે નગરમાં ધનદ નામે એક શ્રીમંત રહેતો હતો. તેને ચાર પત્ની હતી અને એક વૃદ્ધ માતા હતી. કમનસીબે આ ધનદનું ભરયુવાનીમાં અવસાન થયું. પુત્ર વિના મરણ પામ્યો. તેથી માતા રૂપવતીએ પુત્રવધૂઓને કહ્યું - “રાજાને ખબર પડશે કે તમારો પતિ પુત્ર વિના મરણ પામ્યો છે તો આપણું બધું ધન તે લઈ લેશે. આથી તમે પતિના શોકમાં જરાપણ રોકકળ કરશો નહિ અને છાના-નાના ધનદના શબને સગેવગે કરી નાંખજો. બીજું, જ્યાં સુધી તમને પુત્ર ન થાય ત્યાં સુધી બીજા પુરુષને તમે સેવજો.” સાસુની આજ્ઞા માથે ચડાવી ચારેય પુત્રવધૂઓ યોગ્ય પુરુષની શોધમાં નીકળી. શોધતાં
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy