SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ _ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ આવું ધ્યાન ધરીને એકાસને પૌષધ વ્રતમાં બેસવું કે ઉભા રહેવું. આવા પૌષધનું ફળ આ પ્રમાણે છે: “કંચનમણિના પગથિયાવાળું, હજારો સ્તંભવાળું, ઊંચું અને સોનાના પાયાનું દેરાસર બંધાવે તો પણ તેનાથી મળતા ફળથી વધુ ફળ તપસંયમથી મળે છે. એક મુહૂર્તના જ સામાયિકમાં વાળવફોડિયો" એ ગાથામાં કહ્યો છે તેટલો લાભ પ્રાપ્ત થાય છે. સામાયિકના સંબંધમાં આ ગાથા અગાઉ કહેવાઈ ગઈ છે. સામાયિકથી એટલો લાભ થાય તો ત્રીસ મુહૂર્તના પ્રમાણવાળા અહોરાત્રના પૌષધથી બાહ્યવૃત્તિથી ત્રીસ ગણો લાભ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે : “એક પૌષધથી સત્યાવીસસો ને સત્યોતેર કરોડ, સત્યોતેર લાખ, સત્યોતેર હજાર, સાતસો ને સત્યોતર અને . (૨૭૭૭,૭૭,૭૭,૭,૭૭) એટલા પલ્યોપમના દેવગતિના આયુષ્યનો બંધ થાય છે. સૂક્ષ્મ રીતે જોતાં તેથી અધિક પણ બંધ થાય છે. આવી પૌષધ વ્રતની આરાધના કરનારને મહાશતકની જેમ તુરત જ ફળ મળે છે. મહાશતકશ્રેષ્ઠિની કથા રાજગૃહીમાં અનેક શ્રીમંતો હતાં. તેમાં મહાશતક શ્રેષ્ઠિનું નામ પણ પહેલી હરોળમાં હતું. મહાશતક પાસે હજારો કોટિ સુવર્ણ હતું અને અનેક ગોકુળોનો તે માલિક હતો. મહાશતકને તેર પત્નીઓ હતી. તેમાં રેવતી નામની પત્ની ઘણી નીચ હતી. તેની પાસે બાર કોટિ સુવર્ણ અને બાર ગોકુળ હતાં. રેવતી સ્વભાવે ઈર્ષ્યાળુ હતી અને વિષયલંપટ પણ હતી. શ્રી વીરપ્રભુની દેશના સાંભળી મહાશતક શ્રાવક થયો હતો. ચૌદ વરસ સુધી શ્રાવકધર્મનું વિશુદ્ધ આરાધન કર્યા પછી ઉપાસક પ્રતિમાનું વહન કરતાં તેને અવધિજ્ઞાન થયું હતું. મહાશતક અને તેની સંપત્તિ ઉપર માત્ર પોતાનું જ આધિપત્ય જમાવવાના દુષ્ટ વિચારોથી રેવતીએ ભયાનક અને નિદ્ય કૃત્ય કર્યું. પોતાની બારેય શોક્યને તેણે વિવિધ પ્રકારે મારી નાંખી. શોક્યોનો કાંટો નીકળી જતાં તેના ગુમાનનો પાર ન રહ્યો. તેનો વિલાસ બેફામ બન્યો. રોજ તે દારૂ પીતી. માંસ ખાતી. એક દિવસ તેણે પોતાની કામવાસનાને ઉત્તેજિત કરવા માટે સેવક પાસે તાજું જ જન્મેલું બાળક મંગાવ્યું. બાળકની હિંસા કરાવી અને તેના માંસને મરી મસાલાથી રંધાવીને ખાધું. માનવમાંસથી ધરવ ન થયો તો તેના ઉપર તેણે બેહદ દારૂ પીધો. પેટમાં પડેલું માનવમાંસ અને રગેરગ અને રોમેરોમમાં પ્રસરેલા દારૂએ તેની ધારી અસર કરી. વાસનાનો ભોરીંગ તેના સમસ્ત દેહને પીંખી રહ્યો. વિષયસેવન માટે તે તરફડી રહી. અંગેઅંગ કોઈ પુરુષ દેહ માટે તડપી ઉછ્યું. આવી હાલતમાં તે મહાશતકને શોધવા નીકળી. મહાશતક ત્યારે પૌષધશાળામાં પૌષધ
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy