SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ કોઈની હિંમત ન થઈ, પણ શ્રેષ્ઠિપુત્ર સુદર્શને તૈયાર થઈ માતા-પિતાને જણાવ્યું કે-‘હું પરમાત્માને વાંદવા તથા તેઓશ્રીનો ઉપદેશ સાંભળવા જાઉં છું.' તેઓએ કહ્યું- ‘તને ખબર નથી આવડો ઉત્પાત મચ્યો છે. કોઈ ક્યાંય જઈ શક્તાં નથી, અતિ ઉપયોગી અને અનિવાર્ય કાર્યો પણ રખડી પડ્યાં છે, ને તું પ્રભુજીને વાંદવાની વાત કરે છે ? પ્રભુજીને તો અહિં બેઠા ભાવથી પણ વાંદી શકાય છે.’ ઉત્તર આપતાં શ્રેષ્ઠિપુત્ર સુદર્શન બોલ્યા-‘મા ! અહિં પધારેલા ભગવંતના જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી જળ પણ કેમ ગ્રહણ થાય ? અમથીય મારે તો તેવી પ્રતિજ્ઞા છે, તાત ! હું જાઉં છું. ચિંતા કરશો નહિ ધર્મના પ્રતાપ રૂડા છે.' અને રથમાં ચઢી તેણે ઘોડા દોડાવી મૂક્યા. જંગલના રસ્તે જતા તેણે ઘોર ગર્જના સાંભળી અને સાક્ષાત્ નરપિશાચ જેવા અર્જુનમાળીને મુગર ઉપાડી સામેથી દોડી આવતો નિહાળ્યો. લોહી ઠરી જાય એવું બીહામણું તેનું મેલું ચીંથરેહાલ શરીર હતું. નખ અને વાળ કંપારી ઉપજાવે તેવા હતા. સુદર્શન તરત રથમાંથી ઉતર્યા. ખેસથી પૃથ્વી પ્રમાર્જી, પરમાત્મા તરફ મુખ કરી ભાવપૂર્ણ વંદના કરી, સર્વ જીવરાશી ખમાવી અને જ્યાં સુધી ઉપસર્ગ શાંત ન થાય ત્યાં સુધી કાયા-માયા આદિ બધું વોસરાવી દીધું અને કાઉસ્સગ્ગ-ધ્યાને નવકાર મહામંત્ર ગણવા લાગ્યા. ધ્યાનમાં તન્મય થઇ ગયા. માર માર કરતો અર્જુન આવ્યો અને સુદર્શનને જોતાં જ ઠરી ગયો. મંત્રબળે જેમ સર્પનું વિષ ઉતરી જાય તેમ તેના શરીરમાંથી યક્ષ નાસી ગયો. અર્જુન ધરણી પર ઢળી ગયો. શાંત અને નિરુપદ્રવી એણે થોડી વારે ચેતના પામી પૂછ્યું- ‘શેઠ ! તમે કોણ છો ?' ધ્યાન પારી તેને કહ્યું- ‘હું ભગવાન મહાવીરદેવનો શ્રાવક છું. પ્રભુજી અહીં સમીપમાં પધાર્યા હોઇ તેઓશ્રીને વાંદવા જાઉં છું. તું પણ ચાલને, તને ઘણો લાભ થશે.' આ સાંભળી તેને ભાવ થયો અને થોડીવારમાં બંને પ્રભુજીના સમવસરણમાં આવી પહોંચ્યા. વંદનાદિ કરી ઉચિત જગ્યાએ ઉચિત રીતે બેઠા. પ્રભુજી ફ૨માવતા હતા કે-‘આ મોહાંધ સંસારમાં મનુષ્યનું જીવન, આર્યદેશમાં જન્મ, શ્રદ્ધા, ગુરુ-વચન-શ્રવણની સગવડ, વિવેક, મોક્ષમહેલના પગથીયાની પદ્ધતિ જેવું આ બધું અતિ સુકૃત કર્યું હોય તો જ મળે છે.' ઇત્યાદિ દેશના સાંભળી સુદર્શન વ્રત-પચ્ચક્ખાણાદિ લઇ, પ્રભુજીને વંદન કરી પાછા ફર્યા પણ અર્જુનમાળીએ પ્રભુ પાસે પાપોની નિંદા-ગર્હ કરવાપૂર્વક દીક્ષા લીધી. તે જ વખતે ૫રમાત્મા સમક્ષ તેમણે પ્રતિજ્ઞા કરી કે જીવનભર છટ્ઠ (બે ઉપવાસ) ને પારણે છઠ્ઠ કરવો. અર્જુનમુનિ પારણે વહોરવા જતા ત્યારે તેમને લોકો તાડના-તિરસ્કાર કરતા અને બોલતા કે-‘આ એ જ હત્યારો છે જેણે મારા પિતાને મારી નાંખ્યા હતા.' તેમ કોઇ મા, ભાઇ, બહેનપુત્ર-પુત્રાદિના ઘાતક કહી બોલાવતા અને અપમાન ભર્યા હલકા શબ્દો બોલતાં રંજાડતાં છતાં અર્જુનમુનિ સમતા રાખતા, અપ્રીતિ થવા દેતા નહીં અને જે કાંઈ ઉપસર્ગ થતા તેને શાંતિથી સહી લેતા. સ્થવિર વડીલ ગુરુઓને બતાવી, કોઈપણ જાતની લાલસા વિના આહાર કરતા, પાછો છઠ્ઠ આરંભતા. આમ ઉત્તમકોટિનું તપશ્ચરણ અને ભાવના ભાવતાં એ મુનિએ છ માસ પછી અનશન
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy