SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ આવ્યું છે કે જેટલા વચનપથ છે એટલે જેટલા વચન બોલાય છે. તેટલા બધા નયવાદ (એકાંતવાદ) છે. અને જેટલા નયવાદો છે તે બધા નિશ્ચયે મિથ્યામતો છે. માટે તેનો સંપર્ક ન કરવો. કુદૃષ્ટિપાખંડીઓનાં આગમમાં ત્રણસો ત્રેસઠ મત આ પ્રમાણે બતાવ્યા છે. ૨૭ એંસી પ્રકારના ક્રિયાવાદી, ચોરાસી જાતના અક્રિયાવાદી, સડસઠ ભેદે અજ્ઞાનવાદી અને બત્રીસ પ્રકારે વિનયવાદી. આ બધા મિથ્યાત્વિ છે. તેમનો-બૌદ્ધોનો નાસ્તિકો આદિનો પરિચય ન જ કરાય એવી સમજ-રુચિ તે ચોથી શ્રદ્ધા. કદાચ પહેલાનો પરિચય હોય તો પણ છોડી દેવો. આ બાબત શ્રી ઈન્દ્રભૂતિનું દૃષ્ટાંત આપતા કહે છે કે, શ્રી ગૌતમ (ઈન્દ્રભૂતિ) ગણધર મહારાજ શ્રી મહાવીરપ્રભુને પામ્યા પછી કુસંગના ત્યાગપૂર્વક સદ્ધર્મકથનમાં ઉદ્યમશીલ થયા. શ્રી ઇન્દ્રભૂતિનું દૃષ્ટાંત શ્રમણ પરમાત્મા શ્રી મહાવીરસ્વામી કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી અપાપા નામની નગરીના મહસેન નામના સુંદર ઉદ્યાનમાં પધાર્યા. દેવોએ અતિ અદ્ભૂત સમવસરણની રચના કરી, તેમાં બિરાજી પ્રભુજી ક્રોડો દેવતા અને લાખો મનુષ્યોને ધર્મદેશના આપે છે. તે વખતે નજીકમાં જ એક સોમીલ નામના ધનાઢ્ય બ્રાહ્મણને ત્યાં મહાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારતવર્ષના દિગ્ગજ પંડિત ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ આદિ અનેક વિદ્વાનો પ્રગલ્ભ પ્રતિભાના ક્રિયાકાંડિઓને આમંત્ર્યા હતા. ઈન્દ્રભૂતિ આદિને પાંચ-પાંચસો શિષ્યો હતા. મુખ્ય અગિયા૨ પંડિતોના કુલ ૪,૪૦૦ શિષ્યો હતા. યજ્ઞનું કાર્ય જો૨શોરથી ચાલતું હતું. એવે વખતે અચાનક આકાશમાં દુંદુભી ગડગડી ઊઠી ને દેવતાઓ ગગનથી ઉતરવા લાગ્યા. આ જોઈ બ્રાહ્મણ પંડિતો કહેવા લાગ્યા કે-‘યજ્ઞના પ્રભાવથી દેવો પણ ખેંચાઈ આવ્યા, જુઓ જુઓ કેવું આશ્ચર્ય ! પણ દેવો તો યજ્ઞમંડપ છોડી ક્યાંક બીજે ચાલ્યા ગયા. પંડિતોનો ઉત્સાહ ઠંડો પડી ગયો. એવામાં લોકો બોલવા લાગ્યા કે-‘એ તો સર્વજ્ઞ ભગવંતને વાંદવા જાય છે.' આ સાંભળી ચકિત થયેલા ઇન્દ્રભૂતિ વિચારવા લાગ્યા કે મારાથી વધારે જાણકા૨ પૃથ્વી પર કોઇ છે નહીં, અને આ વળી કોણ સર્વજ્ઞ હશે ? અણસમજુ હજી છેતરાઇ જાય પણ આણે તો દેવોને પણ ભોળવ્યા, નહીં તો મારા જેવા સર્વજ્ઞને અને આવાં પાવન યજ્ઞમંડપને પડતાં મૂકી દેવો તેની પાસે શાને જાય? આ તો સરોવરને જેમ દેડકાં છોડી દે, વૃક્ષને ઊંટ છોડી દે, સૂર્યના તેજને છોડી ઘુવડ સંતાઈ જાય, અથવા સદ્ગુરુને કોઇ સુશિષ્ય છોડી દે તેમ આ દેવો મને છોડી આ નામધારી સર્વજ્ઞ પાસે ચાલ્યા ગયા. ખરેખર તો જેવો એ સર્વજ્ઞ હશે તેવા જ આ દેવો પણ હશે. ગમે તેમ હોય પણ મારાથી આ ખોટો ડોળ સહન થઇ શકશે નહીં. જેમ આકાશમાં બે સૂર્ય, એક ગુફામાં બે સિંહ અને એક મ્યાનમાં બે તરવાર રહી શકે નહીં તેમ એક સ્થાનમાં મારી સામે બીજો સર્વજ્ઞ રહી શકે નહીં. એવામાં પ્રભુજીને વાંદી પાછા વળતાં લોકોને ગૌતમ ઈન્દ્રભૂતિએ હસતાં હસતાં પૂછ્યું-‘કેમ, તમે પેલા સર્વજ્ઞ જોયા ? કેવા છે ગોરા છે ? કે શામળા ? શું કરે છે ?
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy