SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથભાગ-૧ અર્થાત્ - સર્પ તો એક વાર મારી શકશે, પણ કુગુરુ તો અનંત મરણો આપશે. માટે તે ભદ્રો ! સર્પ પકડવો સારો પણ કુગુરુની સેવા સારી નહીં. તેવી જ રીતે સંયતિએ સંયમ રહિત માતા-પિતા કે ગુરુ આદિને વંદન કરવા ન જોઈએ. તેમજ અસંયત શેઠ, રાજા કે દેવતાની સેવા ન કરવી જોઈએ. ભ્રષ્ટાચારી આચાર્ય (આચારભ્રષ્ટ સૂરિ), આચારભ્રષ્ટતાનું નિવારણ ન કરનાર આચાર્ય તેમજ ઉન્માર્ગની પ્રરૂપણા કરનાર આચાર્ય, આ ત્રણે પરમાત્મા જિનેન્દ્રદેવના માર્ગના નાશક કહ્યા છે. માત્ર બાહ્યાચાર આચરનારા સાધુઓ માટે શ્રી અનુયોગદ્વારસૂત્રમાં લખ્યું છે કે - જેઓ શ્રમણ ગુણથી રહિત સાધુઓ છે. પોતે ગીતાર્થ થવાની ઇચ્છા રાખે છે છતાં દયારહિત છે, ઘોડાની જેમ ચપળ ને ઉદામ છે, મદમત્ત હાથીની જેમ નિરંકુશ છે. શરીરને મઠારવા-સાચવવાળા સુખશીલીયા છે, ઉજ્જવળ સાફ કપડાં પહેરે છે, જિનેશ્વરદેવની આજ્ઞાથી નિરપેક્ષ થઈ સ્વચ્છંદ વિચરે વર્તે છે. બંને સમય આવશ્યકાદિ કરે છે તે લોકોત્તર દ્રવ્ય આવશ્યક કહેવાય છે. તેમજ પન્નવણાસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે - - “પરમાર્થસંતવ તથા સુદૃષ્ટિ પરમાર્થની સેવના, તેમજ વ્યાપનદર્શન અને મિથ્યાદર્શનનું વર્જન આ ચાર સમ્યકત્વની સદુહણા કહેવાય છે.' - સમજી લેવું જોઈએ કે મિથ્યાત્વીની સેવા-સંસર્ગથી આત્માના ગુણની હાનિ થાય છે. તે માટે કહ્યું છે કે – “જેઓ તપ સંયમથી હીન છે, નિયમ વગરના છે અને બ્રહ્મચર્યથી રહિત છે તે અવિરત જીવો પત્થર જેવા છે. પોતે ડૂબે અને આશ્રિતને પણ ડૂબાડે.” આવશ્યકનિયુક્તિની બૃહદવૃત્તિમાં આ સંદર્ભમાં ઘણું જ ઉપયોગી કથન છે. ત્યાં ઘણું જ અગત્યનું આ પ્રમાણે દષ્ટાંત આપવામાં આવેલ છે. કોઈક આચાર્યના સમુદાયમાં એક સાધુ આંતરિક રીતે મુનિગુણથી રહિત હતો, પણ બાહ્ય રીતે આડંબરવાળો દંભી હતો. તે દરરોજ ગોચરી પ્રમુખની આલોચના વખતે ગળગળો થઈ (લોકોને દેખાડવા) વારંવાર પોતાના આત્માની નિંદા કરે. હે જીવ! અનાદિ કાળથી આજ સુધી ઘણું ખાધું છતાં તું ધરાતો કેમ નથી ઈત્યાદિ. ક્રિયાદિ કરતાં ધીરે ધીરે સ્પષ્ટ ઉચ્ચાર કરે ને તેમાં પોતાની તન્મયતા જણાવે પણ વસ્તુતઃ તેનું ચિત્ત તેમાં રહેતું જ નહોતું. તેની આ કપટ ક્રિયાના પ્રભાવમાં આવેલા ઘણા સાધુ મહારાજ અને શ્રાવકો તેના ઘણા ગુણ ગાય અને તેને બહુમાન આપે. એવામાં કેટલાક મુનિરાજો સાથે એક વૈરાગ્યવાન સમ્યજ્ઞાનાદિ મહા ગુણવાન અને ચતુર મુનિ ત્યાં આવ્યા. તેમણે આ ઢોંગી સાધુના પ્રપંચ ઓળખી કાઢ્યા. ભોળા સાધુ-શ્રાવકોને વસ્તુસ્થિતિ સમજાવી ઢોંગ પ્રમાણિત
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy