SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ર ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ સિદ્ધાંતની તો વાત જ શી ?' ઇત્યાદિ તે બ્રાહ્મણની વાત સાંભળી વૈદ્ય (દવે) તેના કુટુંબને ભેગું કરી કહ્યું – આ ભાઈ એકલી જડતાની જ વાત કરે છે. એમને સ્વયંના હિતાહિતનો કશો ખ્યાલ જ નથી. સારા ભાગ્યે હું અહીં ચડી આવ્યો છું તો તમારે યુક્તિથી આમને સમજાવવું જોઈએ. આ શાસ્ત્રની વાત મને સમજાવે છે પણ શાસ્ત્રમાં સાફ લખ્યું છે કે, “ધર્મનું મુખ્ય સાધન માણસનું શરીર છે, તેનું પ્રયત્નપૂર્વક જતન કરવું જોઈએ.જેમ પર્વતથી પાણી શ્રવે છે તેમ ધર્મ શરીરથી શ્રવે છે.” બધાએ ઘણું સમજાવ્યું પણ દ્વિજે દઢતા જ દાખવી કહ્યું- “જુઓ, શાસ્ત્રમાં લખ્યું છે કે આપત્તિમાં કામ આવે માટે ધનની રક્ષા કરવી, ધન ખર્ચીને પણ સ્ત્રીની અને સ્ત્રી તથા ધન બંનેનો ત્યાગ કરીને પણ આત્માની રક્ષા કરવી.” આમ રોગદ્વિજને અડગ જાણી બંને દેવો પ્રસન્ન અને પ્રગટ થઈ બોલ્યા, “ખરેખર જ, આશ્ચર્ય ઉપજે એવી તમારી શ્રદ્ધા અને સહનશીલતા છે. તમારા જેવો રોગને સહી લેનાર બીજો મળવો કઠિન જ નહીં અશક્ય વાત છે. ઇન્દ્ર તમારી જે પ્રશંસા કરી તે ઓછી જ હતી.” - ઈત્યાદિ તેની પ્રશંસા કરી તેમણે રોગદ્વિજના ઘરમાં રોગ નાશક રત્નો વરસાવી વિદાય લીધી. રત્નોના અચિંત્ય પ્રભાવથી તેના રોગો ઉપશાંત થઈ ગયા, લોકોમાં આશ્ચર્ય અને રોગદ્વિજનું નામ આરોગ્યદ્વિજના નામે પ્રસિદ્ધ થયું. આવી રીતે ગુરુનિગ્રહ આગારનો તે દ્વિજ જાણકાર હતો. વડીલોએ તેને આરોગ્ય માટે અપવાદ માર્ગનું સેવન કરવા ઘણું સમજાવ્યો પણ તેણે પોતાની ધાર્મિક સ્થિરતાને ડગવા દીધી નહીં. નિરતિચાર વ્રત પાળી તે સ્વર્ગે ગયો ને મુક્તિ પણ પામશે. તેની જેમ આપણે પણ વ્રત-ધર્મની દૃઢતા કેળવવી જોઈએ. પ૨ પંચમ આગાર-દેવાભિયોગ. કુલદેવતા આદિના વાક્ય- ભયથી જે મિથ્યાત્વનું આસેવન. સમ્યકત્વધારી આત્મા માટે તે દેવાભિયોગ નામક આગાર કહેવાય. ચુલની પિતા નામના શ્રાવક જેવા કોઈક ધર્માજીવ દેવતાના ત્રાસ અને ઉપસર્ગથી ચલિત થઈ જાય છે. છતાં તેમને કોઈ મોટો દોષ લાગતો નથી, કારણ કે તેઓ તરત જ પાપના પ્રતિકાર માટે આલોચનાદિ કરે છે ને શુદ્ધ થાય છે. ત્યારે કેટલાંક નમિરાજર્ષિની જેમ ગમે તેવાં કષ્ટ અને ઉપસર્ગ આવી પડવાં છતાં નિયમમાં અડગ રહે છે ધર્મમાં સુદઢ રહે છે. નમિરાજર્ષિની કથા માલવદેશમાં સુદર્શન નામનું નગર, ત્યાં રાજા મણિરથ અને યુવરાજ તે નાનો ભાઈ
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy