SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ ૧૭૯ ચોથાવતનો તેને નિયમ હતો. કોઈ પુરૂષ સાથે બેસવાનો પણ પ્રસંગ આવતો ત્યારે તે આર્ય સ્થૂલભદ્રના, તેમના સંયમના, તેમના બ્રહ્મચર્યના જ ગુણ ગાતી. રાજાના કોઈ અતિપ્રીતિપાત્રને પણ તે મચક આપતી નહોતી. એકવાર એક રથકાર પર નંદરાજા ખુશ થયા. કામદેવ જેવા સ્વરૂપવાન રથકારે કોશાનું આતિથ્ય મળે તે માટે નંદરાજાને પ્રાર્થના કરી. રાજાએ આજ્ઞા આપતા તે કોશાને ત્યાં આવ્યો. કોશાએ તેને આવકાર આપ્યો. મનગમતા ખાદ્ય-પેય પહોંચાડ્યા અને દાસીઓ સેવામાં ઉભી રહી, પોતે પાસે આવી બેઠીને વાર્તા-વિનોદ કરવા લાગી. વાત-વાતમાં તે સ્થૂલભદ્રના ગુણ ગાતીને પેલાની રસવૃત્તિ પર જાણે ટાઢું પાણી ઢોળાતું. તેને બધી સગવડ, આદર માન સેવા ચાકરી કરનાર બધું મળી ગયું પણ જે અભિલાશાથી તે આવ્યો હતો તેને કોશા ગણકારતી નહોતી, અરે પોતાના વસ્ત્રનો પણ સ્પર્શ ન થાય તેની ચતુરાઈપૂર્વક કાળજી રાખતી હતી. રથકાર પાસે હસ્તલાઘવની અભૂત કળા હતી. કોશાના અંતઃકરણને જીતવાની ઈચ્છાથી તેણે પોતાનું કૌશલ આરંભ્ય. કોશાના આંગણાના ઉપવનના આમ્રવૃક્ષ પર કેરીની લેબ લાગી હતી, તે બતાવતા તે બોલ્યો-“જુઓ, અહીં બારીમાં બેઠા બેઠા હું પેલી આખી લંબ તમને તોડી આપું!અને તેણે હસ્તલાઘવથી તે લુંબ પર બાણ માર્યું. તે બાણની પાછળ બીજું બાણ માર્યું. આમ શરસંધાન કરી બીજાને ત્રીજ, ત્રીજાને ચોથું બાણ મારી પોતે બેઠો હતો, ત્યાં સુધી બાણની શ્રેણી કરી. પછી ખેંચતા લુંબ સહિત આખી શ્રેણી હાથમાં લઈ લુંબ કોશાને આપી. પોતે અતિદુષ્કર કાર્ય કર્યું હોય તેવો ભાવ લાવી કહ્યું-જોયું!” તેના મનોભાવ જાણી કોશાએ કહ્યું- “હા લાઘવ જોયું.” કોશાએ શ્રી સ્થૂલભદ્ર પાસે જ્યારે ચોથું વ્રત લીધું ત્યારે રાજા કે તેમણે મોકલેલ પુરુષની જયણાનો ભાંગો અપવાદ તરીકે રાખ્યો હતો. છતાં પણ તે પોતાનું વ્રત અખંડ રાખવા મથતી હતી. તેથી વિરક્તિને ક્યાંય મોહ ઉપજવા દેતી નહીં તેથી તે બોલી-“અગ્નિથી લાલચોળ થાંભલાને વીંટળાવું સારું પણ નરકદ્વાર જેવી રમણીનો સંગ કરવો સારો નથી.” આમ કહી કળા ચતુરાઈનું તેનું અભિમાન ચૂરવા તેણે પોતાની કળા બતાવી. સરસવનો ઢગલો કરી તેમાં સોય ખોસી તેના ઉપર કમલનું ફૂલ ગોઠવ્યું. પછી તેના ઉપર પોતે ચડી નાચવા લાગી ને બોલી; આંબાની લેબ તોડવી દુષ્કર નથી ને સરસવના ઢગલા ઉપર નાચવું ય કાંઈ દુષ્કર નથી. દુષ્કરના કરનાર તો મહાનુભાવ સ્થૂલભદ્ર મુનિ છે, જે પ્રમદા (સ્ત્રી)ના વનમાં પણ પ્રમાદ ન પામ્યા.” પર્વતની ગુફામાં અને નિર્જન વનમાં વસી ઇંદ્રિયજય કરનાર-મોહને જીતનાર હજારો છે. પણ રમ્ય હવેલીમાં યુવતીની સાથે રહી મોહને જીતનાર-ઈચ્છાને વશમાં રાખનાર તો એકમાત્ર શકડાલપુત્ર સ્થૂલભદ્ર જ છે.” ઇત્યાદિ એક ગણિકાને મોઢે આ બધું સાંભળી-જોઈ તે રથકારનો
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy