SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ ૧૭૩. આહાર-પાણી આદિ માટે આમંત્રણ એકવાર કે અનેકવાર આપવું કહ્યું નહીં. તે ઉપાસક દશાંગમાં જ સદાલપુત્ર શ્રાવકનું દૃષ્ટાંત આ પ્રમાણે આપેલ છે સદાલપુત્ર શ્રાવકની કથા પોલાશપુરમાં સદાલપુત્ર નામના ધનાઢ્ય કુંભકાર રહેતા હતા. તે મખલીપુત્ર ગોશાલકના ઉપાસક હતા. તેમને માટીના વાસણોની નાની-મોટી પાંચસો દુકાન હતી. ત્રણ કરોડ સુવર્ણમુદ્રા અને દસ હજાર ગાયોના તે સ્વામી હતા. તેમની પત્નીનું નામ અગ્નિમિત્રા હતું. એક રાત્રિએ તેઓ સૂતા હતા ત્યારે કોઈ દેવે તેને કહ્યું- હે સદાલપુત્ર! આવતી કાલે સવારે તારા આ નગરમાં મહામાન, સર્વજ્ઞ વીતરાગ અતિ પધારશે. તેમની સેવામાં ઉપસ્થિત થઈ તેમને કલ્યાણકારી, મંગલકારી દેવસ્વરૂપ માની અભિવંદન કરજે, પર્યાપાસના કરજે.” દેવવાણી સાંભળી તે ઘણા રાજી થયા. તેમને વિશ્વાસ થયો કે કાલે સવારે અવશ્ય મારા ધર્માચાર્ય શ્રી ગોપાલક પધારશે. કારણ કે તેઓ જ મહામાહન અને સર્વજ્ઞ છે. હું તેમને લેવા જઇશ. તેમને વંદન કરી મારો આત્મા આનંદ પામશે. પછી હું તેમને વિપુલ આહારાદિ આપી કૃતાર્થ થઈશ.” બીજા દિવસે તે તૈયાર થઈ ચાલ્યો. તેને ખબર પડી કે ગોશાલક નહીં પણ શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પધાર્યા છે. તે સાંભળી સદાલપુત્ર હર્ષિત થઈ સપરિવાર તેમના સમવસરણ તરફ ગયા. અષ્ટમહાપ્રાતિહાર્યની દૂરથી જ શોભા જોઈ ચકિત થયેલા વિચારવા લાગ્યા-“અહો આ મહાવીરદેવ અદૂભૂત ને અચિંત્ય સામર્થ્યવાળા જણાય છે. તે સમવસરણમાં આવી ખૂબ પ્રભાવિત થઈ ઉપદેશ સાંભળવા બેઠા. કર્મવાદ ને કર્મને પણ નાશ કરનાર પુરુષાર્થનો તેમણે પ્રથમ ઉપદેશ શ્રી મહાવીર સ્વામી પાસે સાંભળ્યો. એનો પોતાનો (ગોશાળાનો) મત તો નિયતિવાદ(જ્યારે જે બનવાનું હોય ત્યારે તે અવશ્ય બને) હતો તે તેના જીવનમાં ઊંડે ઊતરી ગયો હતો. પ્રભુજીની દેશનામાં તો જીવનના રહસ્યને ઉકેલનારી અભૂત સૂઝ હતી. તેનું તેઓ ધ્યાનથી પાન કરી રહ્યા હતા. પ્રવચનની પરિસમાપ્તિ થયે પ્રભુએ સદાલપુત્રને કહ્યું-“ગઈ રાત્રે દેવ તને મારા આગમન સંબંધમાં કહી ગયેલ.” તેણે કહ્યું- હા પ્રભુ, પણ મને તો સવારે સમજાયું. આપે અહીં પધારી ઘણી કૃપા કરી. મારું આંગણું પણ પાવન કરશો. જેથી મને સેવાનો અવસર મળે એવી મારી પ્રાર્થના છે.” ઇત્યાદિ આમંત્રણા કરી તે સ્વસ્થાને ગયા. પરમાત્માની પધરામણીથી આખા નગરમાં આનંદ આનંદ થઈ રહ્યો. એકવાર પ્રભુ બહિરભૂમિથી પાછા આવતા હતા. સદાલપુત્રની વખાર આગળ તડકામાં ઘણા બધા નાના મોટા માટીના વાસણો સૂકાવા મૂક્યા હતા. પાસે જ સદાલપુત્ર ઉભા હતા. પ્રભુજીને તેણે નમસ્કાર કર્યા. કરુણાના નિધાન પરમાત્મા ત્યાં ઉભા રહી તેને પૂછવા લાગ્યામહાનુભાવ ! આ વાસણો તમે કેવી રીતે બનાવો છો ?' સ્વામીના સંબોધને આનંદ પામી તેણે કહ્યું-“ભગવન્! પ્રથમ ખાણથી માટી લાવી શુદ્ધ કરી તેને પલાળીયે પછી ખુંદી-ખુંદીને તેમાંથી
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy