________________
૧૦.
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ આ સાંભળી યુવરાજે કહ્યું- ભાઈ તેં તો ખરું આશ્ચર્ય જોયું ! તું આવે તો આપણે બંને જઈએ ને પત્તો લગાડીયે કે તે છે શું?” એક સારા દિવસે બંને મિત્રો સમુદ્રની સફરે ઉપડ્યા. નિર્ધારિત સ્થળે પહોંચતા તે બંનેએ આ વિસ્મયકારી દશ્ય જોયું ને અચરજ સીમાઓ વટાવી ગયું. તેઓ નજીક પહોંચતા જ તે વૃક્ષ પાણીમાં ઉતરી ગયું. કુમાર પણ તલવાર લઈ તેની પછવાડે પાણીમાં પડ્યો. થોડી જ પળમાં તે જળકાંત મણિથી બનેલા મહેલની છત પર આવી પડ્યો. સ્વસ્થપણે નિર્ભય થઈ તે મહેલમાં નીચે ઉતરવા લાગ્યો. એક પછી એક ખંડ વટાવી તે સાવ નીચેના સાતમા ખંડે પહોંચ્યો. ત્યાં તે કમનીય રમણીને તેણે હિંડોળા પર સૂતી જોઈ. કુમારે જરાય ખચકાટ વિના વસ્ત્ર ખેંચી જગાડી. વસ્ત્રો સરખા કરતી તે ઉઠી. તેનું મુખ લજ્જાથી લાલ અને વિનયથી નમ્ર હતું. અતિ આનંદ દર્શાવતા તેણે સત્કારી કુમારને બેસવા કહ્યું. જાણે જુગ-જુગની જુની ઓળખાણ હોય તેમ સ્નેહલ થઈને તેણે કુશલ-ક્ષેમ આદિ પૂછયા તથા જાતિ, કુળ, વંશગોત્રાદિ પૂછ્યા. યુવરાજે ઉચિત ઉત્તર આપી તેને પ્રસન્ન કરી. પછી તે રમણીને પણ પોતાની ઓળખાણ આપવા જણાવ્યું. એટલે તેણે આ પ્રમાણે પોતાની આખી હકીકત સાફ-સાફ કહી સંભળાવી.
વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણિના વિદ્યાપુરનગરમાં વિદ્યુ—ભ નામે રાજાની હું મણિમંજરી નામની કન્યા છે. એકવાર મારા પિતાએ મને યૌવનના આંગણે આવેલી જાણી એક મહાનું નૈમિત્તિકને પૂછયું કે- મારી આ કન્યાને પતિની પ્રાપ્તિ ક્યારે થશે? તેણે ઉત્તર આપતાં જણાવ્યું કે-વિદ્યાના બળથી સમુદ્રના મધ્યમાં તમે જળકાંત મણિનો મહેલ બનાવો. તેમાં કલ્પવૃક્ષની શાખામાં હિંડોળે તેને બેસાડો. ત્યાં તેને અતિ સાહસી અને સુપાત્ર પતિનો યોગ થશે. તેનું નામ સંગ્રામશૂર હશે.” તે નિમિત્તિયાના કથાનુસાર મારા પિતાએ બધી વ્યવસ્થા કરી. કેટલોક સમય મને અહીં આવ્યા થયો. ત્યાં તમારો સમાગમ થયો. દૈવ અવશ્ય કામનાને પૂર્ણ કરશે.”
આમ તેઓ મધુર ગોષ્ઠી કરે છે ત્યાં જોતાં હાડ થીજી જાય તેવો એક ભયંકર રાક્ષસ ઉઘાડી તલવાર લઈ અટ્ટહાસ્ય અને ઘોર ગર્જના કરતો ત્યાં આવી ચઢ્યો. અગન ઝરતી આંખોના ડોળા દેખાડતો તે કુમારને કહેવા લાગ્યો-“શું તું આ કન્યાને પરણવા માગે છે? અરે નાદાન, આજ સાત સાત દિવસથી હું ભૂખ્યો છું. આ કન્યાને ખાઈશ પછી જ મને સંતોષ થશે.' એમ કહી તેણે રાજકુમારીને પકડી તેના પગ નાખ્યા મોઢામાં. કુમાર તલવાર ઉગામવા આવ્યો ત્યાં રાક્ષસે તોડી નાખી. એટલે કુમાર બથંબથા આવી ગયો. રાક્ષસે તેને પૃથ્વી પર પછાડી રગદોળી નાખ્યો. કુમાર બેબાકળો બની ગયો. રાક્ષસ બોલ્યો- કેમ મજા આવી ને? પહેલા જ આ છોકરી મને સોંપી હોત તો?” તારી ધીઠતા જોઈને નહીં પણ વય જોઈને મને દયા આવે છે. ને આ કન્યા તારા યોગ્ય પણ લાગે છે. એની આ હૃષ્ટપુષ્ટ દાસી મને આપી દે તો હું આને છોડી દઉં.”
આ સાંભળી દાસી તો થરથરવા લાગી. કુમારે કહ્યું-“મને મારા પ્રાણની કાંઈ પડી નથી.