SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ mmare જઈ રહ્યા હતા. નગરમાં ગૌચરીએ આવતાં માર્ગમાં તે તપસ્વીના પગતળે અજાણતાં એક નાનકડી દેડકી ચંપાઈ ગઈ હતી. ચપળ બાળમુનિએ તે જોઈ અને જણાવ્યું. તેમને ઉપયોગ ન હોતો, માર્ગમાં બીજાં પણ નાના-મોટાં ઘણાં ફ્લેવરો જયાં ત્યાં દેડકાઓનાં પડેલાં હતાં. ઉપાશ્રયે આવ્યા બાદ, ગૌચરી આલોવતાં, પછી સાંજે પ્રતિલેખન અને છેવટે પ્રતિક્રમણ સમયે એમ ત્રણવાર બાળમુનિએ તપસ્વીને દેડકીની આલોચના સંભારી આપી. એક વાત અને અનેક સાધુઓની વચ્ચે કરવાથી તે તપસ્વીને ક્રોધ આવ્યો. તેઓ ઉભા થયા, બાળમુનિ તો ચપળ એટલે ઉભા થઈ ભાગ્યા, પાછળ તપસ્વી પણ ભાગ્યા. રાત્રિના અંધારામાં થાંભલા સાથે માથું ભટકાતાં-ધોરી નસ તૂટી જતાં તેઓ ત્યાં જ કાળ પામ્યા. ત્યાંથી જ્યોતિષીદેવ થઈ મહાવિકરાળ દૃષ્ટિવિષસર્પ થયો. તે વનમાં બીજા પણ દષ્ટિવિષ સર્પો થયેલા, તેમાં કેટલાંક જાતિસ્મરણજ્ઞાન પણ પામેલાં તેથી તેઓ કોઈને પીડા ઉપજાવતા નહીં. હિંસક આહાર લેતાં નહીં અને બિલમાં શાંતિથી પડ્યાં રહેતાં. રાત્રે વાયુ માટે બહાર નિકળતાં અને પાછા દરમાં ભરાઈ રહેતાં. તેમની આવી પ્રવૃત્તિ જોઈ આ સર્પને પણ જાતિજ્ઞાન થયું. પૂર્વભવનું ભ્રમણજીવન-તેની ઉત્કટકોટિની તપોનુષ્ઠાનવાળી સાધના, તેમાં તોતીંગ વિરાધના ઉભી કરનાર પ્રચંડ ક્રોધ! અને એના પરિણામે આ દુરંત દુઃખનો અનુબંધ કરાવનાર વિષમય વિષધરનુંવિષની જવાળાથી આકુલ જીવન ! અરે ! આમાંથી કેમ ઉગરવું? કોઈપણ જીવને પીડા કે મૃત્યુના હેતુરૂપ મારે થવું નથી, એમ વિચારી તેણે પણ દિવસ આખો બીલમાં રહેવાનું અને રાત્રે નિર્દોષ રીતે જીવિકા ચલાવવાનું નક્કી કર્યું. એવામાં મહારાજા કુંભના પુત્રનું સર્પદંશથી મૃત્યુ થયું. યુવાન પુત્રના અકાળ અવસાનથી રાજાને સર્પની જાત ઉપર ક્રોધ અને તિરસ્કાર ઉત્પન્ન થતાં તેણે એવી ઉદ્ઘોષણા કરાવી કે-“જે કોઈ સર્પને મારી લાવશે તેને એક સર્પ દીઠ એક સુવર્ણમુદ્રા આપવામાં આવશે.’ લોભી અને અબોધ લોકો જ્યાં ત્યાંથી સર્પને શોધી, મારવા અને સુવર્ણમુદ્રા મેળવવા લાગ્યા. એમ કરતાં કેટલાંક ગારૂડી જ્યાં દૃષ્ટિવિષસર્પ દિવસભર દરમાં સંતાઈ રહેતો હતો ત્યાં આવ્યા. જે દરમાં દૃષ્ટિવિષ સર્પ રહેતો હતો ત્યાં આવી તેમણે તેની પૂછડી પકડીને ખેંચવા માંડી. સર્ષે વિચાર્યું “જો હું બહાર નિકળીશ તો મારી દષ્ટિથી આ અજ્ઞાન માણસો બળી જશે. માટે તે અંદર રહેવા અને માણસો તેને બહાર ખેંચવા સતત પ્રયત્ન કરવા લાગ્યું. આ રસાકસીમાં સર્પના કોમળ શરીરનો કેટલોક ભાગ ખેંચાઈને ટૂટી ગયો. માણસોએ પાછો શરીરનો ભાગ પકડી ખેંચવા માંડ્યો. સર્પને ઘોર વ્યથા થવા લાગી ક્ષમા ન કરી શકે તેવો તેનો જાતીય સ્વભાવ હોવા છતાં તેણે આત્માને અનુશાસન આપ્યું કે- હે ચેતન ! શરીરના બહાને આ તારા પૂર્વ ભવનાં દુષ્કર્મો ખંડિત થાય છે, અજર, અમર, અવિનાશી આત્મા જરાય ભેદતો-છેદાતો નથી, તું થોડીવાર સહન કરી લે. લાંબો કાળ કોઈને સહન કરવું પડતું નથી. આ વેદના ભવિષ્યમાં કલ્યાણ કરનાર છે. સંસારમાં કલ્યાણથી કશું શ્રેષ્ઠ નથી.'
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy