SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ પરણીશ.” બંને બહેનો શ્રેણિક સાથે ચાલી નીકળી. થોડું ચાલ્યા પછી સુજયેષ્ઠાને દાગીનાનો ડબો યાદ આવ્યો. તેણે કહ્યું- “તમે અહીં જ ઉભા રહો, હું હમણાં જ મારા આભૂષણનો ડબ્બો લઈને આવું છું. તેને પાછા ફરતાં વાર લાગવાથી ચેલ્લણાએ કહ્યું-“રાજા, શત્રુની હદમાં રોકાવું ઉચિત નથી. આપણે ધીરે ધીરે આગળ વધીએ.” બંને ચાલ્યા, થોડીવારે દોડતી સુજયેષ્ઠા ત્યાં આવી પણ શ્રેણિક-ચેલ્લણાને ન જોઈ તેને ફાળ પડી. રાજા પર ગુસ્સો પણ આવ્યો. આગળ આવી તપાસ કરવાને બદલે સ્ત્રી સહજ સ્વભાવે તે મહેલમાં આવી અને કોઈકે ચેલ્લણાનું હરણ કર્યું એને બચાવો.. બચાવો...ની બૂમ પાડી તરત ચેડારાણાના સૈનિકો સુરંગમાં દોડ્યા. - થોડી જ વારમાં શ્રેણિકે સુભટ જોતાં નાગસારથીના પુત્રોને કહ્યું-“તમે શત્રુઓનો પ્રતિકાર કરો, હું રાણીને લઈ જાઉં છું.' શ્રેણિકે રાજગૃહીમાં આવી ચેલ્લણા સાથે લગ્ન કર્યું. ત્યાં યુદ્ધમાં નાગસારથીના બત્રીસે પુત્રો એકી સાથે માર્યા ગયા. આ જાણી સુલતાને ઘણો આઘાત લાગ્યો. માની મમતાએ તેને હચમચાવી મૂકી. અભયકુમારે તેને સાંત્વના આપતા કહ્યું-“તમે સમજુ અને વિવેકી છો. સામાન્ય માણસની જેમ તમારે રડવાનું ન હોય. ઘાસના છેડા ઉપર લાગેલા પાણીના ટીપા જેવું, વૃક્ષના પાકેલા પાંદડા તથા જળના પરપોટા જેવું ક્ષણિક આ શરીર નાશવંત છે. ભવિતવ્યતા બળવાન હોય ત્યાં માણસ ફાવતો નથી. માણસના રોવાથી કે શોક કરવાથી જે થયું તે ન થયું થવાનું નથી.' આમ કરતા સુલસાએ શોક છોડી દીધો. એકવાર અંબડપરિવ્રાજક-જેણે પરમાત્મા મહાવીરદેવના ઉપદેશથી શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો તે પરમાત્માને વાંદવા ચંપાપુરીમાં આવ્યો. ત્યાંથી રાજગૃહી જતાં તેણે ભગવંતને કહ્યુંદયાળુ ! હું રાજગૃહી જાઉં છું' ભગવંતે કહ્યું-ત્યાં નાગસારથીની પત્ની સુલતાને અમારા તરફથી ધર્મલાભ જણાવજો.” વાત સ્વીકારી તે રાજગૃહી આવી પહોંચ્યો પણ તેને સતત વિચાર આવતો રહ્યો કે-“જે બાઈને ભગવાને શ્રીમુખે ધર્મલાભની આશિષ પાઠવી છે તે કેવી દઢધર્મી હશે ! રાજગૃહીમાં તો રાજા માહામાત્ય, શેઠ, સોદાગર બધાં ઘણાંય ભગવાનના પરમ ભક્તો છે ને આ સારથીની પત્ની સુલસા અને સામા ચાલીને ભગવાન ધર્મલાભ કહે! ધન્ય છે પ્રભુને અને પ્રભુના કલ્યાણકારી શાસનને! પણ હું તેની ધર્મશ્રદ્ધાને સ્થિરતા જોઉં તો ખરો.” એમ વિચારી તપોબળથી ઉત્પન્ન થયેલી વૈક્રિયલબ્ધિથી તેણે નગરીના પૂર્વબારણે બ્રહ્માની રૂપલીલા ઉભી કરી. ચાર મુખ, રાજહંસ પર સવારી, અર્ધાગે સાવિત્રી, આમ સાક્ષાત્ બ્રહ્માજીનો ચમત્કાર જોવા નગરી આખી ઉમટી પડી. બધાં લળી લળી પગે લાગે ને ખમા ખમા કરે, પણ ન આવી એક સુલતા. લોકોને મોઢે ઘણું સાંભળ્યું પણ તુલસાને મન એ રામલીલાની રમત જેવું લાગ્યું. બીજા દિવસે નગરના બીજે બારણે તેણે શંકરનો દેખાવ કર્યો. પોઠીયા પર પાર્વતી સહિત સવારી, ત્રિશૂલ-ડમરુ મોટી જટા ને તેમાં ગંગા! ભમ્મલિત શરીર ને મુંડની માળા ! તેમની કૃપા મેળવવા નગરની આસપાસના વસનાર કીડીયારાની જેમ ઉભરાયા. સુલસા એના ધર્મધ્યાનમાં લાગી છે. કહે છે “એ બધું જોઈને કરવું શું?! દર્શન તો વીતરાગના.” ત્રીજે દિવસે અંબડ ત્રીજે
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy