SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ હેમચંદ્રાચાર્યે તરત જવાબ આપતાં કહ્યું- હું ક્યાં બાળક છું? મેં તો કપડાં પહેર્યા છે.” (એટલે કે તમે બાળક છો માટે કપડાં પહેર્યા વિના નાગા ફરો છો.) આ સાંભળી દિગંબરાચાર્ય એકદમ ભોંઠા પડી શરમાઈ ગયા. થોડીવાર રહી બોલ્યા-“ચાલો સમય વ્યર્થ બગડે છે. હારજીતનું પરિણામ નક્કી કરો.” અને ઠેરવવામાં આવ્યું કે જો દિગંબર હારે તો તેણે દેશ ત્યાગ કરવો ને શ્વેતાંબર હારે તો તેણે દિગંબર મત સ્વીકારવો. આવી કપરી શર્ત કરવામાં આવી દેવસૂરિ બોલ્યા-‘તમે વાદી છો માટે પૂર્વપક્ષ તમે જ કરો.” કુમુદચંદ્ર પ્રારંભમાં રાજાને આશિષ આપતા બોલ્યા કે : આકાશ કેટલું વિરાટ છે ! તેમાં સૂર્ય આગીયા જેવો, જુના કરોળીયાના જાળા જેવો ચંદ્ર અને મચ્છર જેવા આ પર્વતો લાગે છે, આ પ્રમાણે આકાશનું વર્ણન કરતાં ઓ રાજા ! તમારો યશ યાદ આવ્યો. તમારો યશ તો એટલો બધો વિસ્તાર પામેલો છે કે તેમાં આકાશ તો ભ્રમર જેવું જણાય છે. (તમારા યશથી મહાનું કાંઈ ન જણાતાં હે રાજા ! આથી આગળ મારી વાચા બંધ થઈ ગઈ છે?) ઈત્યાદિ રાજાને આશીષ આપી તે પૂર્વ પક્ષની સ્થાપના કરવા લાગ્યા. આમાં “મારી વાચા બંધ થઈ ગઈ છે.' આવા શબ્દો સાંભળી જાણકાર પંડિતોએ અનુમાન કર્યું કે આવા અપશુકનવાળા શબ્દોથી જણાય છે કુમુદચંદ્રનો પરાજય થશે. પછી અવસરે દેવસૂરિજીએ આશિષનો શ્લોક શ્લેષમાં ઉચ્ચાર્યો. नारीणां विदधाति निर्वृतिपदं श्वेतांबर-प्रोल्लसत्कीर्तिस्फातिमनोहरं नयपथो-विस्तारभंगी-गृहम् । यस्मिन् केवलिनो विनिर्मितपरोच्छेकाः सदा दन्तिनो, राज्यं तज्जिनशासनं च भवतश्चौलुक्य ! जीयाच्चिरम् ॥ તેનો અર્થ આ પ્રમાણે હતો - હે ચૌલુકય નરેશ ! જે જિનશાસન સ્ત્રી મુક્તિનું વિધાન કરે છે. જયાં શ્વેતાંબરોની ઉલ્લાસાયમાન કીર્તિ મનનું હરણ કરે છે. જે સપ્તનય સંબંધી માર્ગના વિસ્તારરૂપ ભાંગાના સ્થાન છે. જયાં કેવલી ભગવંત પણ આહાર કરે છે એવું શ્રી જિનશાસન અને તમારું રાજ્ય ચિરકાળ જય પામો. રાજ્યપક્ષે અર્થ આમ થતો. જે રાજય શત્રુઓને નિરાંતે રહેવા દેતું નથી. જે શ્વેતાકાશમાં ઉલ્લસિત કીર્તિથી મનોહર છે. જે ન્યાયમાર્ગના વિસ્તારની રચનાનું ઘર છે તથા જયાં શત્રુઓની યોજનાનો ધ્વંસ કરનાર બલવાન નિપુણ હાથીઓ છે એવું તમારું રાજય હે ચૌલુક્ય રાજા ! ચિરકાલ જય પામો. ત્યારપછી દિગંબરાચાર્યે અલના પામતા પોતાના પક્ષની સ્થાપના કરી. તેનો ઉત્તર આપતાં શ્રી દેવસૂરિજીએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના બૃહવૃત્તિના ચોર્યાશી વિકલ્પ મૂક્યા. તે વિકલ્પો (ભાંગાઓ)ને સમજી ન શકતા દિગંબરાચાર્યે શું કહ્યું? ફરી કહો તો. એમ પૂછવામાં અને પોતાની એની એ વાતો ફરી કહેવામાં સમય કાઢ્યો. દેવસૂરિજીની ધીર-ગંભીર અને મધુર અને સ્પષ્ટ યુક્તિનો પણ જ્યારે તેમને ઉત્તર મળ્યો નહીં ત્યારે પોતે પરાજય સ્વીકારી, જવાની
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy