________________
ધર્મસંપ્રહ ગુરુ ભા૦ સાહાય મા૨૨
ગણાય. આ મિથ્યાત્વ વિવિધ શંકાઓ પ્રગટાવીને જીવને મિથ્યા માર્ગે દોરી જાય છે. પરિણામે આકાંક્ષારૂપ મિથ્યાત્વને ઊદય થાય અને તેથી પુનઃ પુનઃ સમકિતની પ્રાપ્તિ અને પતનરૂપ તેના અનેક આકર્ષો થાય. આ મિથ્યાત્વ પણ સર્વદર્શન પ્રત્યે, કેવળ જૈનદર્શન પ્રત્યે, જિનવચનના કેઈ એકાદ તત્વ પ્રત્યે, એક પદ પ્રત્યે, કે એકાદ વાક્ય પ્રત્યે સંશય થવાથી અનેક પ્રકારનું હેય.
૫.- અનાગિક- આ મિથ્યાત્વ અજ્ઞાનરૂપ છે. તે વિચારશૂન્ય એકેન્દ્રિયાદિ અસંજ્ઞી જીવોને તથા વિશિષ્ટજ્ઞાન રહિત અજ્ઞાની સંસીને પણ હોય. આ પણ સર્વતોના અજ્ઞાનરૂપ, કે કેઈ એક તત્ત્વના, કે પદાર્થના એક અંશમાં અજ્ઞાનરૂપ હેવાથી વિવિધ પ્રકારનું હોય.
આ પાંચ પૈકી પહેલું અને ત્રીજું એ બે આગ્રહ-દુરાગ્રહ રૂપ હોઈ અનેક ભવોની પરંપરાને વધારનારાં હોવાથી અતિ આકરાં છે. શેષ ત્રણ પિતાની કે ઉપદેશકની અજ્ઞાનતાદિના કારણે થતાં હોવાથી એગ્ય છે ઉપદેશના યોગે ટળી શકે તેવા હોય છે અને મિથ્યા આ ગ્રહનો અભાવ હોવાથી તેનાથી ક્રૂર કર્મબંધની પરંપરા પણ ચાલતી નથી. (વગેરે ઉપદેશ પદ ગા. ૧૯૮ માં કહ્યું છે.)
એ પ્રમાણે પાંચ મિથ્યાત્વનો સર્વથા ત્યાગ અને સમકિતને સ્વીકાર કરવારૂપ પચ્ચખાણના ઉચ્ચારપૂર્વક તે ગુરુમુખે ઉચ્ચરવું. અર્થાત્ મહાશ્રાવક આણંદ-કામદેવદિને પ્રભુએ કહેલા વિધિપૂર્વક ગુરુમુખે તેની પ્રતિજ્ઞા કરવી જોઈએ. એ પ્રતિજ્ઞાની મર્યાદા શાસ્ત્રોમાં આ પ્રમાણે કહી છે.
શ્રાવક જે દિવસે સમક્તિની પ્રતિજ્ઞા કરે તે દિવસથી રાજા, લેક્સમૂહ, ચિર વિગેરે બળવાન વર્ગ, દેવ દેવી, અને માતા પિતાદિ ગુરુ (વડીલ) બર્ગ, એ પાંચ પૈકી કોઈના આગ્રહ -બલાત્કાર વિના કે સ્વ- આજીવિકાની સાચી મુશ્કેલી વિના, કદાપિ ચરક-પરિવ્રાજક-તાપસ -સંન્યાસી વિગેરે પરધર્મના ગુરુઓને, તેમના દેવ વિષ્ણુ– મહાદેવ-બ્રહ્મા, વગેરેને, તથા તેઓએ પિતાના મંદિરમાં પધરાવી પિતાના દેવરૂપે માનેલી પૂજેલી શ્રી અરિહંતની પણ પ્રતિમાને, વન્દન- પ્રણામ, આલાપ- સંલાપ, કે દાન અને પ્રદાન, એ છ પ્રકારની પ્રવૃતિ કરે નહિ. તેમાં બે હાથે અંજલી એડવી તે વન્દન, મસ્તક નમાવવું તે પ્રણામ, વિના બોલાવે બોલવું તે આલાપ, વારંવાર બલવું તે સંલાપ, એક વાર અન્નાદિ આપવું તે દાન અને વારંવાર આપવું તે પ્રદાન જાણવું. ઉપરાંત લૌકિક તીર્થોમાં સ્નાન, પિંડપ્રદાન, હોમ, તપ, તેમજ મિધ્ય પર્વોનું આચરણ, વગેરે મિથ્યાત્વનાં કેઈ કાર્યો પણ કરે નહિ.
એ રીતે સમ્યકત્વ, અણુવ્રત વગેરે ગુરુ પાસે અંગીકાર કરવાથી સફળ થાય છે (પચાશક ૧-૯માં કહ્યું છે કે, સમ્યકત્વ કે વત, નિયમાદિ જે સ્વીકારવાનાં હોય તેને પ્રથમ સદ્દગુરુ પાસે સમજીને સવેગ (મોક્ષની તીવ્ર અભિલાષા)થી વિધિપૂર્વક