________________
છે 8 નમઃ શ્રી જિનવિના . ધર્મસંગ્રહ ભા.-૧ ગુજરાતી ભાષાન્તરને સારોદ્ધાર
ગૃહસ્થને વિશેષ ધર્મ-પ્રકરણ બીજું
સમ્યકત્વ અધિકાર
શિવતતy , શુ કલ્ચમુચ રિશ” અણુવ્રત વગેરે સમ્યકત્વ પ્રગટ્યા પછી સ્વીકારવાં તે ન્યાય છે, તેમાં જિનકથિત તમાં શુદ્ધ રુચિને સમ્યકત્વ કહ્યું છે.
પ્રથમ ગૃહસ્થને સામાન્ય ધર્મ કહ્યો, હવે વિશેષધર્મ કહે છે. તે ધર્મ સમ્યકત્વ પ્રગટ થયા પછી સ્વીકારે તે ન્યાય છે, કારણ કે સમ્યકત્વ તેનું મૂળ છે. મૂળ વિના ફળ ન હોય, તેમ સમ્યકત્વ વિના અણુવ્રત, ગુણવતે કે શિક્ષાવતે સ્વીકારવા છતાં તેનું તાત્વિક ફળ ન મળે. પ્રલયકાળને અગ્નિ જેમ બધું બાળી મૂકે તેમ મિથ્યાત્વના ગે ચમ-નિયમે પણ નાશ પામે છે, સફળ થતા નથી. તેથી સમ્યકત્વ અનિવાર્ય છે.
સમ્યકત્વનું સ્વરૂપ-શ્રીજિનકથિત જીવ, અજીવ, પુણ્ય, પાપ, વગેરે તમાં અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, વગેરે દોષ વિનાની જીવની નિર્મળ રુચિને સમ્યકત્વ જાણવું. આ સમ્યત્વના પ્રારંભથી પાંચમા ગુણસ્થાનકના અંત સુધી ઉત્તરોત્તર જે ગુણવૃદ્ધિ થાય તે સર્વ ગૃહસ્થને વિશેષ ધર્મ જાણ.
પ્રશ્ન- તત્વાર્થસૂત્રમાં તો “તત્વાર્થ શ્રદ્ધાને સમ્યગૂ દર્શન” એ સૂત્રથી “તાત્વિક ભાવમાં શ્રદ્ધાને સમ્યકત્વ” કહ્યું છે, તે આ વ્યાખ્યામાં શી રીતે ઘટે? કારણ કે શ્રદ્ધા એ વિશ્વાસરૂપ છે, વિશ્વાસ મનની અભિલાષારૂપ હોવાથી તે મનવાળાને જ સંભવે. અને જીવને પરભવ જતાં વચ્ચે અપાન્તરાલ ગતિમાં કે અપર્યાપ્ત વગેરે અવસ્થામાં મન હેય નહિ. તો શાસ્ત્રમાં લાપશમિક સમકિતને ઉત્કૃષ્ટ છાસઠ સાગરેપમ અધિક અને ક્ષાયિકને સાદિ અનંત કાળ કહ્યો છે, તે મન વિના કેમ ઘટે? ઉત્તર- તત્વોમાં શ્રદ્ધારૂપ સમકિત કહ્યું, તે સમ્યકત્વનું કાર્ય અને તેના કારણરૂપ (મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયે પશમાદિથી પ્રગટ) શુદ્ધ આત્મપરિણામ તે સમ્યકત્વ છે. આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે “વિશુદ્ધ એટલે સમકિત મહનીય પૂજને વેદવાથી, તેના ઉપશમથી, કે ક્ષયથી, પ્રગટેલે આત્મપરિણામ, કે જે ઉપશમ, સવેગ, નિર્વેદ, વગેરે લિંગથી ઓળખી શકાય તેને સમ્યકત્વ કર્યું છે” આ લક્ષણ જેમ મન
૧. વ્યવહાર દષ્ટિયે તે સમ્યકત્વ પૂર્વે પણ અભ્યાસ માટે વ્રત લેવાનું વિધાન આ ગ્રન્થમાં પણ કહેવાશે. વ્રતપાસનરૂપ નિર્મળ જીવનના પરિણામે પણ મિથ્યાત્વ ટળે છે અને સમ્યકત્વ પ્રગટે છે. હા, સમ્યક્ત્વ વિના વ્રતપાલન વગેરે ધર્મક્રિયા તાત્વિક આત્મશુદ્ધિ કરી શકે નહિ. તે શુદ્ધિ તે સમ્યક્ત પ્રગટ્યા પછી જ થાય. પણ સમ્યકત્વપ્રાપ્તિ માટે વ્રતે સ્વીકારી શકાય.