SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ [5 સાપેક્ષ ચતિ – સાધુ ધર્મ અને ચોથા વિભાગમાં નિરપેક્ષ યતિષમ કહેવામાં આવ્યેા. છે. પ્રાણી માત્રમાં સુખની અભિલાષા સ્વાભાવિક રહેલી છે, પણ તેને અનાદિકાલીન જન્મમરણાદિક ફૂલ આપનારા ક્રમ રાગના એવા તેા પક્ષાઘાત લાગુ પડેલા છે કે – અભિલાષા સુખ મેળવવાની હાવા છતાં મેળવે છે દુઃખ જ. એભાન, બીમાર અને મદોન્મત્ત આદમીની ચેષ્ટાઓ જગતમાં જેવી જણાય છે, તેવી ચેષ્ટાઓ કરાગથી ઘેરાયેલા સંસારી આત્માની હોય છે. રાગને મીટાવવાની એક જે રામબાણ દવા છે તેનું જ નામ ધર્મ છે. અનેક વસ્તુઓના સ્વભાવગત અનેક ધર્મો હાય છે, તેનું પરેશાધન કરીને આપણે તેા ચૈતન આત્માના સ્વભાવગત ધર્મને જયારે આચરતા થઈશું, ત્યારે જ મુકતાત્માઓની નિશંગ હવા ચાખી શકીશુ. આ ગ્રંથમાં એવા ધર્મનું શુદ્ધ સ્વરૂપ અને તેને હાંસલ કરવાના ક્રમિક ઉપાય – આ તમામનું ગ્રંથકારશ્રીએ ખૂબ વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે. સામાન્ય ધર્મ – પહેલા વિભાગમાં ગૃહસ્થે ધન ઉપાર્જન ન્યાયથી કરવુ' વિગેરે પાંત્રીશ નિયમાનું વર્ણન કરવામાં આવ્યુ છે. દાર્શનિક કિવા આર્ય-અના ષ્ટિએ પણુ આ વાત માનવ માત્રના હિતની છે, એમ સૌ કોઇને કબૂલ કરવુ પડે તેમ છે; અને એથી જ એ સૌને માટે આદર કરી શકાય તેવા માનવતાના પાયાના ધર્મ હાવાથી તેને ગૃહસ્થના સામાન્ય ધર્મ તરીકે ઓળખવામાં આવ્યા છે. વિશેષ ધ – ખીજા વિભાગમાં ગૃહસ્થના વિશેષ ધર્મ ખતાવવામાં આવ્યા છે. એકડીયા અને ખાળપેાથી ભણુતા બાળકે જેમ પહેલા ધારણ વિગેરેમાં ક્રમે ક્રમે આગળ વધવાનું છે, તેમ સર્વોદયની પરાકાષ્ઠાને સિદ્ધ કરવા માટે ગૃહસ્થે સામાન્ય ધર્મ રૂપી ખીજસેવનમાંથી વિશેષ ધર્મ રૂપી વિકાસક્રમમાં આગળ વધવુ જોઇએ. આથી જ હવે ગૃહસ્થે, પ્રથમ પોતાની શ્રદ્ધાવૃત્તિના ઝોક જે અસત્ય – અસ્થિરતા – સંદિગ્ધતા – અણસમજ અને કદાગ્રહ આદિ ક્ચરા તરફ વળેલા હતા, તેને સત્ય – સ્થિરતા – નિશ્ચય – સમજ અને સદાગ્રહ આદિ તરફ વાળવા રહ્યો. આ રીતિએ શ્રી વીતરાગદેવ આફ્રિની પ્રતીતિ કરીને, તેઓશ્રીની પૂજા – ભક્તિપૂર્વક સ્થૂલથી હિંસાત્યાગ' આદિ વિશેષ ત્રતાનુ પરિશીલન પશુ કરવું રહ્યું. આનુ નામ છે ગૃહસ્થના વિશેષ ધમ, આ વિભાગમાં ગ્રંથકાર મહારાજે યાગષ્ટિએનુ, શ્રાવકનાં સમ્યક્ત્વમૂલક ખાર ત્રતાનું, તેમાં ન લગાડવા જોઇતા અતિચારાનુ', ગૃહસ્થે નિત્ય કરવા લાયક શ્રી જિનપૂર્જા આદિનું, દેવવંદન – પ્રતિક્રમણાદિ નિત્ય ક્રિયાનાં સૂત્રોનુ, તથા તેના અર્થોનું, ભક્ષાભક્ષ્યનું, દેવદ્રવ્યાદિ ધનવ્યવસ્થાનું ગુરુવન્દનનું સાંજ-સવારના પચ્ચક્ખાણાનું, પ, ચાતુર્માસિક, વાર્ષિક તથા જન્માદ નૃત્યા વિગેરેનું ખૂબ ઝીણવટથી વર્ણન કરેલું છે. જગત્થાન્તિના ઉપાય આજે જગતમાં અશાન્તિના મ્હોટા હુતાશન સળગી રહ્યો છે, તેનું કારણ મનુષ્યાની અમર્યાદિત ભૌતિક લાલસા અને તદર્થે જીવાતુ સ્વૈરજીવન છે. આ ગ્રંથમાં ઉપયુક્ત વિશેષ ધર્મનુ જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે મુજખ જૈન અને
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy