________________
પ્ર. ૪ શ્રાવકનાં જન્મ ક7
.
૨૭
પરિવારના મનુષ્યને દીક્ષા અપાવવી અને વડીદીક્ષા પણ કરાવવી. શ્રીકૃષ્ણજી અને ચેડા મહારાજે પોતાનાં પણ સંતાનના વિવાહનો ત્યાગ કર્યો હતે, પિતાની પુત્રીઓને તથા બીજા પણ થાવરચા (શેઠાણના) પુત્રો વગેરે હજારને પોતે મોટા મહત્સવ કરીને દીક્ષાઓ અપાવી હતી. દીક્ષા અપાવવી તે આત્માને ઘણું મોટા લાભનું કારણ છે. કહ્યું છે કે-તે માતા-પિતા અને સ્વજનો ધન્ય છે. કૃપુણ્ય છે, કે જેના કુળમાં ચારિત્રપાલક મહા ઉત્તમ પુત્ર જન્મે છે.
૫– ગુરુની પદ પ્રતિષ્ઠા કરાવવી – ગુર્વાસા - જિનાજ્ઞાના પાલક, પ્રભાવક એવા ગ્ય ગુઓની ગણી, વાચનાચાર્ય, વગેરે પદપ્રતિષ્ઠા પણ મોટા મહત્સવ પૂર્વક કરાવવી તે શ્રાવકનું વિશિષ્ટ કર્તવ્ય છે. સંભળાય છે કે શ્રી જિનેશ્વરદેવના પહેલા સમવસરણમાં ગણધર ભગવંતને પદપ્રદાન શ્રી સૌધર્મેન્દ્ર કરાવે છે. મહામંત્રી શ્રી વસ્તુપાલે એકવીશ આચાર્યને પદપ્રદાન કરાવ્યું હતું.
૬– શાસ્ત્રગ્રન્થો લખાવવા– શ્રી કલ્પસૂત્ર-ભગવતીજી વગેરે ધર્મગળે તથા શ્રી જિનેશ્વરદેવનાં ચરિત્ર વગેરે ધર્મગ્ર ન્યાયપાર્જિત દ્રવ્યથી મેળવેલાં ઉત્તમ જાતિનાં તાડપત્રો કે ઉત્તમ ટકાઉ કાગળો ઉપર અતિશુદ્ધ અને સ્પષ્ટ અક્ષરથી લખાવવા, મિટા આડંબરથી વરઘોડો કાઢીને તેને સંવેગી એવા ગીતાર્થ ગુરુ પાસે પૂજા- બહુમાનપૂર્વક વંચાવવા અને શ્રી સંઘ સહિત પિતે સાંભળવાં. ઉપલક્ષણથી આગમના વાંચનારાભણનારા પૂજ્ય ગુરૂભગવંત વગેરેની ભક્તિ પણ કરવી. કહ્યું છે કે “જેઓ જનશાસનના પુસ્તકોને લખાવે છે, વંચાવે છે, ભણે છે, ભણાવે છે, સાંભળે છે અને તેના રક્ષણ માટે પૂર્ણ આદર ધરાવે છે તે પુણ્યાત્માએ દેવનાં, મનુષ્યપણાના અને અંતે મેક્ષનાં સુખને પામે છે, વગેરે સાતક્ષેત્રના પ્રસંગે પૂર્વે પણ કહ્યું છે.
૭. પૌષધશાલા કરાવવી– નિષ્પાપ-પવિત્ર સ્થળે, જયાં ધમી મનુષ્ય વસતા હોય ત્યાં, શ્રાવક વગેરેને પૌષધાદિ ધર્મકાર્યો કરવા સંઘ માટે સર્વ સાધારણ મકાન બંધાવવું તે શ્રાવકનું કર્તવ્ય છે. ધમી શ્રાવકાદિ માટે કરાવેલું અને સંભાળેલું તે સ્થાન સાધુને નિર્દોષ અને પવિત્ર હોવાથી અવસરે સાધુ-સાધ્વીને પણ ઉતરવા આપવું, કારણ કે સાધુને વસતિદાનનું મહાફળ કહ્યું છે કે” જે આત્મા તપ-નિયમ અને જ્ઞાનાદિ ભાગયુક્ત મુનિભગવંતેને ઉપાશ્રય આપે છે, તેણે (સ્થાન આપવાથી) વસ, પાત્ર, અન્ન, પાણી, શયન, આસન, સઘળું આપ્યું એમ સમજવું. કારણ કે સ્થાનના આધારે જ એ સર્વ વસ્તુઓને ઉપભોગ કરી શકાય. માટે પૌષધશાળા કરાવવી તે ઘણા લાભનું કારણ છે.
અહીં શ્રાવકના જન્મકૃત્યનું વર્ણન પૂર્ણ થયુ.