SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું સ્વરૂપ અધર્મરૂપ બની જાય, માટે ગૃહસ્થ ધન ન્યાયથી મેળવવું જોઈએ. ધન મેળવવામાં અનાદરવાળાએ તે સંપૂર્ણ સાધુધર્મ સ્વીકારો મેગ્ય છે, કે જેથી જીવન નિષ્ફળ ન બને.૩ ૨. કુલ અને શીલથી સમાન એવા ભિનેત્રી સાથે વિવાહ કર્મ:- hઈ એક પુરુષથી ચાલેલે વંશ ગૌત્ર કહેવાય. ઘણુ લાંબા કાળે જેને વંશ એટલે વૃદ્ધપરંપરા મળતી ન હેય – લુપ્ત થઈ હય, તે ભિન્નશેત્રી જાણવા એવા ભિન્નોત્રી પણ જે કુલ અને શીલથી સમાન હોય, અર્થાત્ જેના પિતા – દાદા-પરદાદા વગેરેની પરંપરા (કુળ) નિષ્કલંક હોય અને સુરાપાન વગેરે મહાવ્યસને, કે રાત્રિભે જન વગેરે દુરાચારથી રહિત એવા સદાચારોથી જે સમાન હોય, તેવા એની સાથે વિવાહ સંબંધ કરે. લૌકિક નીતિ પ્રમાણે બાર વર્ષની કન્યા અને સોળ વર્ષને વર પરસ્પર વિવાહગ્ય છે. આવા વિવાહપૂર્વકનું લગ્ન, તેનાથી સંતતિની ઉત્પત્તિ અને તેને વિધિપૂર્વક ઉછેર, વગેરે લૌકિક વ્યવહાર ચારેય વર્ણમાં કુળને નિર્મળ કરે છે, કુલીનતાને વધારે છે, માટે તેવા સંબંધપૂર્વક અગ્નિદેવાદિની સાક્ષીએ લગ્ન કરવું તેને વિવાહ કહે છે. તેમાં સ્વસંપત્તિને ઉચિત વસ્ત્ર ભૂદિથી કન્યાને અલંકૃત કરી કન્યાદાન કરવું તે ૧- બ્રાહ્મ વિવાહ, કન્યાને વૈભવ - દાયજો આપીને પરણાવવી તે ર–પ્રાજાપત્ય વિવાહ, ગાય-વૃષભની જોડીને દાનપૂર્વક કન્યાને આપવી તે ૩-આર્ષ વિવાહ અને યજ્ઞ કરાવનાર યાજ્ઞિક ગુરુને દક્ષિણ રૂપે કન્યા આપવી તે ૪-દૈવ વિવાહ છે. આ ચારેય વિવાહ, ગૃહસ્થને ઉચિત તે તે દેવપૂજન, સુપાત્રદાન, વગેરે લૌકિક ધર્મકાર્યોનું અંતરંગ કારણ હોવાથી લેકનીતિએ તે ધર્મ વિવાહ કહેવાય છે. તદુપરાંત માતા-પિતાદિ બધુવર્ગની અનિચ્છા છતાં વર-કન્યા પરસ્પર અનુરાગથી જોડાય તે ૫-ગાન્ધર્વ વિવાહ, કન્યાને હેડ-શરતથી હારીને પરણાવવી તે ૬-આસુર વિવાહ, (કન્યાવિક્રય વગેરે પણ આમાં અંતર્ભાવ પામે છે) બલાત્કારે કન્યાને ૩. ન્યાયસમ્પન્નવભવ' વગેરે આ પાંત્રીસ પ્રકારને સદાચાર એ ચારિત્ર ધર્મને પામે છે, સમ્યગુદર્શન અને જ્ઞાનની પ્રાપ્તિનું મૂળ કારણ છે. જેનદષ્ટિયે આ પાયાના ધર્મ ઉપર જ આત્મવિકાસરૂપી મહેલ ચણ શકાય છે અને પરંપરાએ મુક્તિ થઈ શકે છે. તત્ત્વથી પરભાવ–મણુતારૂપ સંસાર એ અન્યાય છે અને સ્વરૂપ રમણતારૂપ મોક્ષ એ ન્યાય છે, માટે ચૌદમાં ગુણસ્થાનકે પ્રગટતું ગનિરોધ શૈલેશી ચારિત્ર એ ન્યાયને અંતિમ પ્રકર્ષ છે અને આ પાંત્રીસ ગુણે તેનું મૂળ છે. પ્રત્યેક ગુણસ્થાનકમાં આ ગુણે જ વૃદિધ પામતા વિશિષ્ટ સ્વરૂપને પામે છે અને તે દરેક ગુણમાં ન્યાય વ્યાપક છે. શાસ્ત્રોકત અહિંસાદિ વ્રત કે દાનાદિ ધર્મો, વગેરે સર્વ વિધિ-નિષેધે ન્યાયરૂપ છે. તેથી ધર્મના પાયામાં ન્યાય સંપન્ન વિભવનું વિધાન છે. શેષ ચેત્રીસ ગુણે પણ તત્ત્વથી ન્યાયના પાલનરૂપ છે. એમ સમગ્ર જૈનશાસન એ ન્યાયશાસન છે. કોઈ બીજાને કે પિતાને કોઈ પ્રકારે અન્યાય ન કરવો એ અહિંસા છે અને સર્વધર્મોને પ્રાણુ એ અહિંસાપ્રાણાતિપાત વિરમણ છે. ‘મf g :' એ ધર્મની સર્વમાન્ય વ્યાખ્યા છે. માટે જીવનમાં પહેલે ધર્મ ન્યાય સમ્પન્ન વિભવ કહ્યો છે. તત્વથી તે આ પ્રત્યેક ગુણનું વિવેચન લખતાં સ્વતંત્ર એક એક ગ્રન્થ રચાય એટલે તેમાં ભાવ રહે છે. પણ અહીં તેને અવકાશ નથી.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy