SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ધમસંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા. ૬૫ દુઃસ્વપ્ન કહેવાય છે, વગેરે દિનકૃત્યના વર્ણનમાં પ્રારંભમાં પૂર્વે જણાવ્યું છે. પછી સર્વ કાર્યો દેવ-ગુરુને વંદન કરવાથી સફળ થાય માટે પ્રગટ લેગસ્સ કહી જગચિંતામણીનું ચૈત્યવંદન પૂર્ણ “જયવીયરાય.” સુધી કરે અને બે ખમાસમણપૂર્વક સજઝાયના આદેશ માગીને રાઈપ્રતિક્રમણને સમય થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. (વર્તમાનમાં ચૈત્યવંદન પછી ચાર ખમાસમણ પૂર્વક “ભગવાન્ હ” વગેરેથી ગુરુવંદન કરીને પછી ઉપર કહ્યું તેમ સજઝાયના આદેશ માગી સંતનાં તથા સતીઓનાં નામસ્મરણરૂપ “ભરફેસર બાહુબલી' સૂત્ર કહીને મંગળ સ્વાધ્યાય કરાય છે અને પ્રતિક્રમણ સમયે ઈરિ૦ પ્રતિક્રમીને “ઈચ્છકારથી ગુરુને શાતા પૂછી) પછી ઈચ્છા સંદિગ ભગ, રાઈઅ પડિક્કમણે ઠાઉં? કહી મસ્તકને જમીન સુધી નમાવીને રાત્રીના સર્વ અતિચારના બીજરૂપ “સવુસ્સ વિ” કહીને “નમેહુણું' કહે છે. તેમાં સજઝાય સુધીને સર્વવિધિ પ્રભાત મંગળ માટે દેવ-ગુરુને વંદનરૂપ સમજ, તેને સંબંધ પ્રતિક્રમણ સાથે નથી, પ્રતિક્રમણ તે “સબ્યસ્સ વિ રાઈએ' સૂત્રથી શરૂ થાય છે અને પ્રતિક્રમણના પ્રારંભે માત્ર “નમસ્થણું” કહી મંગળ માટે ટૂંકમાં દેવવંદન કરાય છે. પછી દેવસિકમાં કહ્યું તેમ દ્રવ્ય-ભાવથી ઊભા થઈને “કરેમિભંતે” વગેરે સૂત્રે બેસીને અનુક્રમે ચારિત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચારની વિશુદ્ધિ માટે ત્રણ કાઉસ્સગ્ન કરે. તેમાં પહેલા બીજામાં એક એક લેગસ્સ “ચદેસુ નિમ્મલયરા” સુધી ચિતવે અને ત્રીજામાં તો સાંજના પ્રતિક્રમણમાં “નમોસ્તુ વર્ધમાનાય વગેરે ત્રણ સ્તુતિ કહ્યા પછીથી માંડીને સમગ્ર રાત્રી અને રાઈ પ્રતિક્રમણમાં આ ત્રીજો કાઉસ્સગ કરે ત્યાં સુધીના અતિચારનું ચિંતન કરે, એમ યતિદિનચર્યામાં કહ્યું છે. દેવસિક પ્રતિક્રમણના વિધિમાં જણાવ્યા પ્રમાણે ચારિત્રાચારનું મહત્વ અધિક છતાં અહીં તેને એક જ લેગસ્સનો કાઉસ્સગ્ગ કહ્યો, તેમાં રાત્રીએ પ્રાયઃ ઓછા અતિચારને સંભવ હોય, એ હેતુ જાણ. વળી પહેલો કાઉસ્સગ ચારિત્રાચારની વિશુદ્ધિને છતાં દોષનું ચિંતન તેમાં ન કરતાં ત્રીજા જ્ઞાનાચારની શુદ્ધિના કાઉસ્સગ્નમાં કરવાનું કહ્યું, તેમાં એ હેતુ ઘટે છે કે પહેલા કાઉ૦ વખતે કંઈક નિદ્રાને પ્રમાદ હોય તેથી દેનું સ્પષ્ટ સ્મરણ ન થાય, ત્રીજા કાઉસ્સગ્નમાં તે મરણ બરાબર થઈ શકે. - ત્રીજો કાઉસગ્ગ પારીને “સિદ્ધાણં બુદ્ધાણં' કહીને સંડાસા પ્રમાજીને નીચે બેસી મુખવસ્ત્રિકા પડિલેહે ત્યાંથી માંડીને “વંદિત્ત' કહ્યા પછી તપચિંતનના કાઉસ્સગ્ગ સુધી વિધિ અને હેતુઓ દેવસિકમાં કહ્યા પ્રમાણે જાણવા. જ્ઞાનાદિ ત્રણે આચારની શુદ્ધિ માટે પૂર્વે ત્રણ કાર્યોત્સર્ગ કરવા છતાં તપચિંતનને કાઉસ્સગ કરવાનું કહ્યું તે પ્રતિક્રમણ કરવા છતાં રહી ગયેલા તે તે અતિચારોની શુદ્ધિ માટે સંભવે છે. આ કાઉસ્સગમાં તપચિંતન એ રીતે કરે કે- હે જીવ! વીર પરમાત્માએ ઉત્કૃષ્ટ તપ છ માસી કર્યો હતો, તે પણ કર ! ત્યારે જવાબમાં મનથી જ સ્વયં શક્તિ નથી–પરિણામ
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy