SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪. દિનચર્યા–પ્રતિક્રમણનો ભેદ ૨૪૩ કરવાનો પ્રસંગ આવે. તે ઉપદેશ માલા ગા૦ ૬૭૦ માં પાક્ષિકમાં એક ઉપવાસની આલોચના કહેલી છે, તેની સાથે વિરોધ આવે. વળી આગમ પાઠોમાં જ્યાં ચતુર્દશી શબ્દ છે, ત્યાં પાક્ષિક એ જુદો પાઠ નથી. પાક્ષિક ચૂર્ણિ, આવશ્યક ચૂર્ણિ અને મહાનિશિથના પાઠોમાં કેવળ “ચતુર્દશી” શબ્દ છે અને વ્યવહાર ભાષ્ય, ચૂર્ષિ અને ટીકામાં “પાક્ષિક” શબ્દ છે, એમ સર્વ પાઠો જોતાં ચતુર્દશી અને પાક્ષિક બેને એક જ અર્થ થાય છે, જે બે ભિન્ન હોત તો કઈ પાઠમાં પણ પાક્ષિક અને ચતુર્દશી બે શબ્દો કહ્યા હોત, એથી નિશ્ચિત થાય છે કે પાક્ષિક પ્રતિક્રમણ ચતુર્દશીયે કરવું જોઈએ. પૂર્વે સંવત્સરી પંચમીની હતી ત્યારે મારી પ્રતિક્રમણ પૂર્ણિમાએ કરાતું, પણ પૂ. શ્રીકાલિકાચાર્યજીની આચરણાથી તે ચતુર્દશીયે અને સંવત્સરી ચતુર્થીએ કરાય છે. એ પ્રમાણે સર્વ સંઘને સંમત હોવાથી પ્રમાણભૂત છે. બૃહત્કલ્પ ભાષ્ય ગા૦ ૪૪૯માં કહ્યું છે કેઅસઠ-ગીતાર્થ ગુરુએ કઈ કારણે અસાવદ્ય (હિતકર અને શાસ્ત્રથી અનિષિદ્ધ) આચર્યું હોય, બીજાએ તેને નિષેધ્યું ન હોય, અને જે બહુજન સંમત હય, તે આચરિત (ગણધર ભગવંતના વચન તુલ્ય) માનવું. પ્રતિક્રમણનાં “ધ્રુવ-અધુવ” બે ભેદ છે. તેમાં ભારત અને ઐવિત ક્ષેત્રોમાં પહેલા - છેલ્લા તીર્થકરેના શાસનમાં અપરાધ હોય કે ન હોય, પણ ઉભયકાળ પ્રતિક્રમણ અવશ્ય કરવાનું હવાથી, તે પ્રવ છે, અને એ ક્ષેત્રમાં બાવીશ તીર્થકરના શાસનમાં તથા મહાવિદેહમાં કારણે જ કરવાનું હોવાથી અપ્રુવ કહેવાય છે. પાક્ષિકાદિ ત્રણ તે બાવીશ તીર્થકરના શાસનમાં અને મહાવિદેહમાં છે જ નહિ. પ્રતિક્રમણને વિધિ “પ્રતિક્રમણ હેતુ ગર્ભ” વગેરેમાં કહ્યો છે કે- સાધુ અને શ્રાવકે પણ પ્રતિક્રમણ કરતાં રજોહરણ, મુહપત્તિ આદિ રાખવાં જ જોઈએ, એમ અનુગ દ્વારના તદપિયાકરણે પાઠથી સિદ્ધ થાય છે. વળી વ્યવહાર સૂત્ર, વ્યવહાર ચૂલિકા અને તેની ચૂર્ણિમાં પણ મુખવસ્ત્રિકા પડિલેહ્યા વિના વંદન આપે તેને પ્રાયશ્ચિત કર્યું છે, તેથી પણ શ્રાવકને મુખવસિકા રાખવી એ સિદ્ધ થાય છે, પ્રતિક્રમણ વિધિ પૂર્વક પ્રમાજેલી ભૂમિમાં કરવું, કોઈ પ્રસંગે એવી જગ્યાના અભાવે અન્યત્ર પણ કરી શકાય. - સાક્ષી પૂર્વક કરેલું કાર્ય પ્રમાણભૂત ગણાય, માટે પ્રતિક્રમણ ગુરુ સાક્ષીએ કરવું, ગુરુના અભાવે સ્થાપના સ્થાપીને કરવું. અહીં પ્રશ્ન થાય કે સ્થાપનાનું વિધાન વિશેષાવશ્યકમાં સાધુના સામાયિક સૂત્રમાં કહેલું હોવાથી સાધુને માટે છે, શ્રાવકને માટે નહિ, તેને ઉત્તર જણાવે છે કે શ્રાવકને પણ સામાયિક સૂત્રમાં “ભંતે!” પર છે, તે સાક્ષાત્ ગુરુ વિના એ આમંત્રણ કેને ઘટે? વળી ગુરુવંદન અધિકારમાં જણાવેલાં ચાર શિર્ષ, ત્રણ ગુપ્ત, ગુરુનો અવગ્રહ, તેમાં બે પ્રવેશ,
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy