________________
૨૩૮
ધર્મસંગ્રહ ગુ૦ ભાવ સારધાર ગા. ૬૪
કૃત્યમાં પણ કહ્યું છે કે અટવી વિગેરેમાં લાંબા વિહારથી થાકેલા, બીમાર, ન્યાયતક આદિ કઠિન શાને ભણનારા, લેચ કરેલા, કે વિશેષ તપસ્વી, એવા સાધુને કરેલું દાન ઘણું ફળ આપે છે.
અહીં સુધી કહેલે સઘળે દાનને વિધિ ધનિકને અંગે જાણવે. કારણ કે તે સર્વ સાધુઓને સર્વ વસ્તુનું દાન કરી શકે, સામાન્ય શ્રાવક તે અન્ય સાધુઓને દાનરૂચિવાળા બીજા શ્રીમંતશ્રાવકોનાં ઘેર લઈ જાય, કે ઘર બતાવે અને પિતાના નિકટના ઉપકારી કે તેઓના પરિવારને પોતે આપે. આ કારણે જ શાસ્ત્રમાં કહ્યું છે કે “શ્રાવક સારા વિભવવાળે હોય તે સર્વ સાધુઓને વઆદિ સર્વ વસ્તુ સમાન રીતે આપે, ગુણવતમાં ભેદ રાખે નહિ. પણ તુરછ વૈભવવાળાએ દિશા પ્રમાણે આપવું.”
તે દિશા (દૂર નિકટના ઉપકારી) નું સ્વરૂપ આ પ્રમાણે છે.
સાધુઓમાં કેટલાક વસ્ત્રાદિની જરૂર વિનાના તે કેટલાક જરૂરવાળા હોય, જરૂરવાળામાં પણ કેટલાક સ્વયં લબ્ધિવંત (વસ્તુ મેળવી શકે તેવા) તે કેટલાક લબ્ધિ રહિત હોય, લબ્ધિરહિતમાં પણ કેટલાક સપક્ષ (અન્ય સાધુઓની) સહાયવાળા તે કેટલાક તેવી સહાય વિનાના પણ હોય, એમ પરસ્પર અસમાન હોય, જ્યારે બીજી બાજુ ભિક્ષાર્થે આવેલા બધા જરૂર વિનાના કે જરૂરવાળા, બધા લબ્ધિવંત કે લબ્ધિરહિત, બધા સપક્ષ સહાયવાળા કે સહાય વિનાના, એમ સમાન પણ હોય, તે તુચ્છ વૈભવવાળે શ્રાવક જે દિશાથી નિકટ એટલે નિકટના ઉપકારી હોય, જેના ઉપદેશથી ધર્મ પામ્યું હોય, તેને દાન આપે. આ દિશાની મર્યાદા ઉલ્લંઘીને દાન કરે તે જિનાજ્ઞાન ભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના, એ દેષ લાગે. આગમમાં “આભવત વ્યવહારની અપેક્ષાએ આ દિશાનો સંબંધ જે દીક્ષાની ઈચ્છાવાળો હોય અથવા દીક્ષા છોડી દીધી હોય તેને માટે જ કહ્યો છે. સર્વ શ્રાવકેને માટે નથી કહ્યું.
કલ્પવ્યવહારમાં દિગ વ્યવસ્થા કહી છે કે- મુમુક્ષુ શ્રાવક સામાયિકાદિ અભ્યાસ કરતો પિતે જેનાથી પ્રતિબધ પામ્યું હોય તે આચાર્યને જ તે ત્રણ વર્ષ સુધી ગણાય, ત્રણ વર્ષ પછી નિયમ નથી. પણ જે દીક્ષા છોડ્યા પછી મિથ્યાત્વી કે અન્યધમી બની જાય, તે પુનઃ દીક્ષા લેવા ઈચ્છે તે પિતાની ઈચ્છા પ્રમાણે પૂર્વગુરુ કે બીજાની પાસે પણ લઈ શકે (કારણ કે પૂર્વગુરુને આપેલે ધર્મ તેણે ગુમાવી દીધું હોવાથી પૂર્વગુરુને અધિકાર રહેતું નથી.) પણ દીક્ષા છોડવા છતાં જેણે સમકિત છેડયું નથી તે શ્રાવક દીક્ષા છેડે ત્યારથી ત્રણ વર્ષ સુધી પૂર્વગુરુને જ ગણાય, બીજા પાસે દીક્ષા લઈ શકે નહિ
તેમાં વળી દીક્ષા છોડવા છતાં સમકિત વસ્યું નથી તેવા ઉદ્મવજિતના બે પ્રકારે છે, એક સારૂપી એટલે રજોહરણ સિવાય બધે સાધુવેષ ધારી રાખનારે અને બીજે સંપૂર્ણ સાધુવેશ છેડી દેનારે ગૃહસ્થ. તેમાં સારૂપી તો જીવે ત્યાં સુધી પોતે અને તેણે મુંડેલા