________________
૨૩૬
ધસંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા, ૬૪
વળી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવને વિચાર કરે કે સાધુને કેવી વસ્તુ સંયમે પગી છે? તે વસ્તુ આ ક્ષેત્રમાં બીજેથી મળે તેમ છે કે નહિ? વળી ઋતુ કયી છે? આ તુમાં ઉપયોગી પદાર્થ કયા છે? વળી દુષ્કાળ છે કે સુકાળ ? અને સંયમે પગી વસ્તુનું દાન કરનાર અન્ય ગૃહશે કેવા સંપત્તિમાન કે અસંપત્તિમાન છે? વગેરે વિચારીને આચાર્ય, ઉપાધ્યાય, ગીતાર્થ, જ્ઞાની, બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, શૈક્ષ અને સુધાળુ, વગેરે સર્વ સાધુઓને યથાગ્ય વિચાર કરી તેઓને જરૂરી વસ્તુઓનું દાન કરે. શ્રાવક સંપત્તિ પ્રમાણે સર્વ ઉત્તમ વસ્તુઓનું સર્વ સાધુઓને દાન કરવાની ભાવના રાખે, તેમાં પણ આચાર્ય વગેરેને
ગ્ય તે તે વસ્તુ આપવાની ભાવના તે સવિશેષ રાખે.
- દાનનાં દૂષણે- બીજાની સ્પર્ધાથી, મોટાઈ મેળવવા, મત્સરથી, સ્નેહરાગથી, લોકભયથી, સંજદિને ભયથી, દાક્ષિણ્યતાથી, બીજાના અનુકરણ માટે, બદલાની ઈચ્છાથી, કપટથી, દાનના સમયે વિલંબ કરવાથી, અનાદરથી, કડવા શબ્દો સંભળાવવાથી, પાછળથી પ્રશ્ચાત્તાપ કરવાથી અને દીનતાપૂર્વક દેવાથી, દેવા છતાં દાન દૂષિત બને છે, અને પાપાનુબંધી પુણ્યનો બંધ થવાથી પરિણામે સંસારમાં રખડવું પડે છે, માટે એ સર્વ દોષ રહિત કેવળ આત્મકલ્યાણની બુદ્ધિથી કૃતજ્ઞભાવે દાન દેવું.
તે પણ સાધુના બેતાલીસ દેવ વગેરેથી રહિત, પિોતાને માટે વસાવેલું, કે તિયાર કરેલું, એવું અન્ન-પાણી – વસ્ત્ર-પાત્રાદિ સ્વયં, અથવા પાસે ઉભા રહીને સ્ત્રી-પુત્રાદિના હાથે અપાવવું, તેમાં પણ પ્રથમ ઉત્તમ અને દુર્લભ વસ્તુની, પછી સામાન્ય વસ્તુની, એમ ક્રમશઃ વિનંતી કરવી.
શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે- સાધુને દાન દેતાં ઉત્તમ શ્રાવક દેશનો એટલે અહીં કયી વસ્તુ સુલભ કે દુર્લભ છે તેને, લેકો સાધુઓના પરિચિત અને દાન રુચિવાળા છે કે નહિ તેને, સુકાળ-દુષ્કાળનો અને પુરુષને એટલે આચાર્ય, ઉપાધ્યાય, જ્ઞાની, ગીતાર્થ, બાળ, વૃદ્ધ, માંદા, કોમળ સંઘયણવાળા, વગેરેને વિચાર કરીને સાધુને (વૈદ્ય જેમ દેશ-કાળ-દર્દીની શક્તિ-સંપત્તિ, વગેરેને વિચારીને હિતકર ઔષધ આપે તેમ શ્રાવક પણ) સંયમપકારી, શરીરને અનુકૂળ તથા જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય તે રીતે દાન આપે.
. તેમાં પણ આવા ગ્ય સર્વ વસ્તુઓની નામ પૂર્વક વિનંતી કરે, એમ કરવાથી સાધુ જરૂર ન હોવાથી ન થવીકારે, તે પણ દાતાને ફળ મળે, એથી ઉલટું નામ પૂર્વક વિનંતિ નહિ કરવાથી સાધુને જરૂર હોવા છતાં માગે નહિ, વહારે નહિ, તે દાનથી વંચિત રહેવું પડે.
એમ વિધિથી ગુરુને પડિલાભીને વંદન કરીને બારણા સુધી કે પિતાની અનુકૂળતા મુજબ આગળ સુધી વળાવવા જાય, ગામમાં સાધુ ન હોય તે પણ ભોજન સમયે દિશાઓમાં