________________
૨૧૨
'
ધમસંગ્રહ ગુભાવ સાદ્વાર ગ. ૬૨
સર્વ વસ્તુઓ ચેવિહારના પચ્ચખાણમાં પણ રોગાદિ આપત્તિના કારણે વપરાય છે. (સ્વાદ કે વ્યસનથી વાપરે તે અણાહારી પણ આહારી ગણાય છે.)
અણહારી વસ્તુ પણ પાણી સાથે અથવા તેને સ્વાદ મુખમાં હોય ત્યાં સુધી પાણી વાપરે તો આહારી બને છે. અન્ય ગ્રન્થ માં ને અગર, અફીણ, આકડાંનું પંચાંગ, અંબર, ઈન્દ્રવરણાનું મૂળ, કરેણની જડ, કસ્તુરી, કાશે, ખેરસાર, ખેરનું મૂળ તથા છાલ, ગોમુત્ર, ચીમેડ, ચુ, જરદે, જવખાર, ઝેરીગોટલી, ટંકણખાર, ડાભનું મૂળ, તગર, તમાકુ, થરનાં મૂળ, દાડિમની છાલ, નિર્મળી, પાનની જડ, ફટકડી, બુચકણ, બેડાની અને બેરડીની છાલ, મલયાગરુ, મરેઠી, વખો, વડગુંદાં, સુરેખાર, સાજીખાર, હિમજ, હરડાંની છાલ, હીરાબેળ વગેરેને પણ અણહારી કહ્યાં છે. (કેટલાક કેસર, ખારે, ચેપચીની, ઝેરી ટેપરું, વગેરેને અણહારી માને છે પણ તે અણહારી તરીકે વાપરવા યોગ્ય નથી.)
એમ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ, ચારેય આહારનું સ્વરૂપ કહ્યું. હવે “અન્નત્થણાભોગેણં, સહસાગારેણું’ નો અર્થ કહે છે તેમાં “અન્નત્થ” એટલે વિના– સિવાય, એનો સંબંધ દરેક આગા સાથે છે. જેમકે અનાગ વિના, સહાસાત્કાર વિના, વગેરે સર્વ આગારો સાથે અન્નત્ય પદ જોડવું. તેમાં અનાગ =વિસ્મૃતિ, પચ્ચખાણ કે ત્યાગ કરેલા વસ્તુનું અતિ વિસ્મરણ થઈ જાયે-તે વિના અને સહસાકાર= અણધાર્યું કે અણચિંત્યું (વલેણું કરતાં છાસને છાંટે કે વરસાદને છાંટે મુખમાં પડે) વગેરે સહસા થઈ જાય –તે વિના હું આ પચ્ચખાણ (પ્રતિજ્ઞા) કરું છું. તેમાં એટલું વિશેષ છે કે વિસ્મૃતિથી પચ્ચખાણ વહેલું પારે, કે ત્યાગ કરેલી વસ્તુ ભૂલથી મુખમાં નાંખે, તે પછી ખ્યાલ આવે તો તે વસ્તુ મુખમાંથી કાઢી નાખવી. જાણ્યા પછી ગળે તે પચખાણ ભાગે, કાઢી નાખે તો ન ભાગે, તે પણ પરિણામ નિર્ધ્વસ ન થાય, માટે ભૂલનું પ્રાયશ્ચિત લેવું.
હવે પૌરુષને અર્થ કહે છે -
પીસી પચ્ચખાઈ, ઉગએ સુરે, ચઉવ્હિોંપિ આહારં, અસણું પાણુંખાઈમ-સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છનકાલે, દિસામાહેશે, સાહુવયણેણં, સવ્વસમાહિત્તિઓગારેણં, સિરઈr
પૌરૂસી = પુરુષની ઉંચાઈ જેટલી સૂર્યની છાયા પિતાના શરીરની જયારે પડે, તે કાળને અને તે છાયાને પૌરુષી કહે છે. પૂર્વકાળે ઘડીઆળ ન હતું, ત્યારે આ રીતે છાયાના માપથી પરચકખાણનો સમય મપાતું હતું, તેમાં સૂર્યની ગતિના તારતમ્યથી દિનમાન જૂનાધિક થાય ત્યારે તે છાયાનું માપ પણ જૂનાધિક થાય, તેનું ગણિત શાસ્ત્રમાં વિસ્તારથી આપ્યું છે, પણ વર્તમાનમાં ઘડીઆળાનું સાધન હવાથી ઘડીઆળના આધારે પચ્ચખાણને સમય આ રીતે નક્કી કરાય છે. કોઈ પણ માસમાં દિનમાન એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેને