SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૪ દિનચર્યા–મુહપત્તિનાં ૫૦ બેલ ૧૯ી ભાગ અંગુઠા વડે જમણ ચાર આંગળીઓના ત્રણ આંતરા માં ત્રણ ભાગે ભરાવી શેષ ભાગ નીચે લટક્તો રહે તેમ પકડવી. આને ત્રણ વર્ઘટક કહેવાય છે, પછી ડાબે હાથ બે ઢીંચણે વચ્ચે કોણીથી સવળે લાંબે રાખો, જમણા હાથે પકડેલી વધૂટકવાળી મુહપત્તિ ડાબા સવળા હાથને સ્પર્શે નહિ તેમ અધિરથી તેને ત્રણ વાર નચાવતાં હથેલીથી કોણ સન્મુખ લાવવી, આ પહેલા ત્રણ અખેડા (અ ટક) જાણવા, તે કરતી વેળા “સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું' એમ ચિંતવવું. પછી એ વધૂટક સહિત મુહપત્તિ ડાબા હાથને સ્પર્શે તેમ ત્રણવાર પ્રમાતાં કોણથી હથેલી તરફ બહાર લઈ જવી તે પહેલા ત્રણ પખેડા જાણવા, તે કરતાં “કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું” ચિતવવું, પછી પૂર્વે કર્યા તેમ બીજી વાર ત્રણ અખેડા કરતાં વધુટકથી હાથને સ્પર્શ કર્યા વિના મુહપત્તિને કોણ તરફ અંદર લઈ જતાં “જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું” એમ ચિંતવવું. પછી પુનઃ ત્રણવાર પ્રમાર્જતાં હથેલી તરફ લઈ જવી અને આ બીજા ત્રણ પકખેડા કરતાં “જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્ર વિરાધના પરિહરુ” ચિંતવવું. પુનઃ પૂર્વની જેમ ત્રીજા ત્રણ અકે ખોડા કરતાં “મનગુપ્તિ, વચનગુપ્તિ, કાચગુપ્તિ આદ” ચિંતવવું અને છેવલે પૂર્વની જેમ ત્રીજા ત્રણ પકોડા કરતાં “મનદંડ, વચનદંડ, કાયદંડ, પરિહરુ” ચિતવવું. એમ નવ અખેડાના આંતરે નવ પકડા કરવાથી (૧+૯+૯+૯) પચીસ સ્થાન થાય. તેમાં પ્રારંભ અકખેડાથી અને સમાપ્તિ પકડાથી થાય. અખાડામાં વધૂટકે હાથને સ્પશે નહિ તેમ કેણી તરફ અંદર લઈ જવાનાં હોવાથી “આદ' ચિતવવું અને પકડામાં વધૂટકથી હાથને પ્રમાર્જવા પૂર્વક હથેલી તરફ બહાર લઈ જવાનાં હેવાથી “પરિહ” ચિંતવવું. મુહપત્તિની મુખ્યતા માનીને આને મુહપત્તિનાં પચીસ સ્થાન કહ્યાં છે. ૨. દેહનાં પચીસ સ્થાન – પ્રદક્ષિણાના ક્રમે બે ભુજાઓ, મસ્તક, મુખ અને હદય, એ પાંચ સ્થાનોમાં ત્રણ ત્રણ, પીઠમાં ચાર અને પગમાં છે, એમ પુરુષને દેહ પડિલેહણાનાં પચીસ સ્થાને છે. સ્ત્રીનું શરીર વસ્ત્રાવૃત્ત હોવાથી મસ્તક, હૃદય અને બે ભુજાના, દશ છોડીને શેષ પંદર કહ્યાં છે. ઉપર કહેલા છેલ્લા ત્રણ પકોડા પછી પ્રથમ ડાબી હથેલી ઉંધી કરી તેને સધ્ધ, જમણે અને ડાબે, એ ત્રણ ભાગની જમણા હાથે વધૂટક કરેલી મુહપત્તિથી ત્રણ પ્રમાર્જના કરવી અને “હાસ્ય, રતિ, અરતિ પરિહર્સ” એમ વિચારવું. એજ રીતે જમણા હાથની જેમ મુહપત્તિને ડાબા હાથે પકડી જમણી હથેલી ઉંધી કરી તેને મધ્ય, જમણા, ડાબા ભાગમાં વધૂટથી પ્રમાર્જના કરતાં “ભય, શોક દુગછા પરિહ” ચિંતવવું. આ ડાબી જમણી બે ભુજાઓની છ પ્રમાર્જના જાણવી. તે પછી વધૂટક છેડી દઈને ડબલ પડવાળી તે મુહપત્તિને બે હાથે પકડીને તેનાથી મસ્તક(લલાટ) ના મધ્ય જમણ ડાબા ભાગને પ્રમાર્જતાં “કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા, પરિહરૂં એમ ભાવવું, તે ત્રણ મસ્તકની
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy