________________
અથ દિનચર્યામાં ગુરુવંદન અધિકાર. હવે ચાલુ રમી ગાથાના ચોથા પદમાં કહેલો ગુરૂવ જનનો અધિકાર વર્ણવે છે
પચ્ચખાણ વિનયપૂર્વક કરવું, તે વિનય ગુરુવંદનથી થાય, માટે હવે ગુરૂવંદનનું સ્વરુપ કહે છે, ગુરૂવંદન ત્રણ પ્રકારે થાય છે.
૧. ફિદ્દાવંદન- મસ્તક નમાવવા (પૂર્વકમથએણુ વંદામિ' કહેવા) થી થાય, આ સર્વ જઘન્યગુરુવંદન ચતુર્વિધ સંઘમાં પરસ્પર કરવાનું છે, તેમાં સાધુએ સર્વ સાધુઓને, સાવીએ સર્વ સાધુઓ તથા સર્વ સાધ્વીઓને શ્રાવકે સર્વ સાધુ-સાધ્વી અને શ્રાવક શ્રાવિકાઓને, તથા શ્રાવિકાએ પણ એ ચારે પ્રકારના સંઘને કરવું.
૨. થોભ (ભ) વંદન- પાંચે અગાથી પૂર્ણ ખમાસમણ દેવાથી થાય. આ વંદન સાધુએ વડીલ સાધુઓને, સાધ્વીએ સર્વ સાધુઓને તથા વડીલ સાધ્વીઓને, શ્રાવકે સર્વ સાધુઓને અને શ્રાવિકાએ સર્વ સાધુ તથા સાધ્વીઓને કરવું. (સાઇની ગુણદ્ધિક છતાં વ્યવહારને ધમપુરુષ પ્રધાન હેવાથી શ્રાવક સાધ્વીએને થોભવંદન કરી શકે નહિ, એજ ન્યાયે વિદુષી પશુ સાધ્વીનું વ્યાખ્યાન પુરૂષ સાંભળે તો જિનાજ્ઞાભંગ વગેરે વિરાધના થાય.).
૩. દ્વાદશાવવંદન- બે વાર વંદન (વાંદણાં) દેવા વગેરેથી થાય. આ વંદન સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુવિધિ સંઘે પણ માત્ર (પાંચ) પદસ્થાને કરવાનું છે. તેમાં વિશેષ એ છે કે અપહરથ સાધુએ સર્વ પદસ્થોને અને પદસ્થ સાધુએ વડીલ પદસ્થાને કરવું.
જેઓએ પ્રતિક્રમણ ગુરુ સાક્ષીએ ન કર્યું હોય, સ્થાપના ગુરુ સામે કર્યું હોય, તેઓ વિધિપૂર્વક દ્વાદશાવર્ત વંદન કરવું, તેને વિધિ ગુરૂવંદન ભાષ્યમાં નીચે પ્રમાણે કહ્યું છે.
પ્રથમ ઈરિ પ્રતિ કરી દિનકૃત્યના પ્રારંભમાં કહ્યા પ્રમાણે કુસુમિણદુસુમિણને કાયોત્સર્ગ કરે, પછી જગચિંતામણીથી જ્ય વીયરાય સુધી ચિત્યવંદન કરે. પછી આદેશ માંગી મુહપત્તિ પડિલેહણ કરીને બે વાંદણા આપે પછી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ રાઈચં આલોઉં?” એમ આદેશ માગી “ઈચ્છ, આલેએમિ જે મે રાઈઓ અઈયાર” પૂર્ણ કહી “સવસવિ” વગેરે કહી રાત્રિની આલોચના કરે (આ આલોચના લધુપ્રતિક્રમણ રૂપ છે.) પછી બે વાંદણ આપી, રાઈ અભુઠ્ઠિઓથી ગુરુને ખમાવી પુનઃ બે વાંદણાં આપે. પછી પચ્ચખાણનો આદેશ માગી દિવસનું પરચખાણ કરે અને ચાર ખમાસમણ પૂર્વક “ભગવાન હું” વગેરે ચારને
ભવંદન કરે. છેવટે સજઝાયના બે આદેશો માંગી (સક્ઝામ સ્વાધ્યાય અધ્યયન) કરે. આ દ્વાદશાવવંદનરૂપ લઘુ રાઈપ્રતિ જાણવું.