________________
પ્ર૦ ૪ દિનચર્યા–ધામિક દ્રયમાં વિવેક
૧૮૫
વિશેષમાં દેવા માટેનાં વાજિંત્રે પણ સંઘ કે ગુની આગળ વગાડાય નહિ, કેટલાકના મતે ખાસ વિશેષ કારણે સવિશેષ ભાડું આપીને વપરાય. કહ્યું છે કે- જે મૂઢ વિના મુલ્ય જિનેશ્વરનાં ચામર, છત્ર, કળશ, વગેરે પિતાના નામે ધર્મકાર્યમાં વાપરે તે પણ અવશ્ય દુ:ખી થાય છે. નકરો ભાડુ આપીને વાપરતાં પણ કોઈ વસ્તુ ભાંગે તુટે તો પોતાના ખર્ચે સમરાવીને કે નવી કરાવીને આપવી જોઈએ. તથા પિતાને દીપક માત્ર દેવદર્શન કરવા પૂરતો જ લાવ્યા હોય, તો મંદિરમાં લાવવા છતાં તે દેવદીપક ગણાય નહિ. પૂજા કરવાના ઉદ્દેશથી દેવની આગળ ધર્યો કે મૂક્યો હોય તે દેવદીપક ગણાય, કારણ કે સર્વત્ર પરિણામની પ્રધાનતા માની છે. (અર્પણ કરે તે દેવદ્રવ્ય કહેવાય.)
એ ન્યાય જ્ઞાન દ્રવ્ય માટે પણ સમજો. માટે સાધુને આપેલા કાગળો, પાનાં, પેન વગેરે પણ ગૃહસ્થ પોતાના કામમાં વાપરવાં નહિ.
સાધુ-સાધ્વીના ઉપકરણ માટે પણ એ જ ન્યાય સમજ. શ્રાદ્ધજિત કલ્પમાં કહ્યું છે કે- ગુરુનાં મુહપત્તિ, આસન, વગેરે વાપરવાથી ગૃહસ્થને ભિન્નમાસ પ્રાયશ્ચિત્ત લાગે, તેઓનું જળ વાપરવાથી પલઘુ, અન્ન વાપરતાં ચતુર્ગર, વસ્ત્રાદિક વાપરનારને પલ્લઘુ અને વિક્રમાદિત્યની જેમ તેઓની નિશ્રાવાળું (સાધુને આપવા નક્કી કરેલું) સુવર્ણાદિ વાપરવાથી પશ્રુ પ્રાયશ્ચિત લાગે. (ચતુર્લઘુ વગેરે પ્રાયશ્ચિતનાં શાસ્ત્રીય માપ છે.)
- ગુરૂદ્રવ્યના બે પ્રકારો છે – એક વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી વગેરે ભાગ્યદ્રવ્ય અને બીજું તેમની પૂજાદિ પ્રસંગે ગૃહસ્થ ભેટ આપવાથી એકઠું થયેલું સોનામહોર, હીરા, માણેક વગેરે, આ બન્ને પ્રકારનું ગુરૂદ્રવ્ય શ્રાવકથી વપરાય નહિ.
સાધારણદ્રવ્ય પણ શ્રીસંઘે વાપરવા આપ્યું હોય, તો જ શ્રાવક પિતાના કાર્યમાં વાપરી શકે, માટે શ્રાવકે પિતાનું ધન મુખ્યતયા સાધારણ ખાતે આપવામાં વિશેષ લાભ છે, કારણ કે તે જ્યાં જ્યાં જરૂર હોય તે તે સર્વ કાર્યોમાં ઉપયોગી બને.
શ્રાવકે ધર્મમાગે ખર્ચવા નક્કી કરેલું પણ ધન જુદું રાખવું, તે ધનથી પિતે ભજન, દાન, વગેરે કરી શકે નહિ, કરે તો સ્પષ્ટ રીતે ધાર્મિકદ્રવ્ય ભક્ષણને દોષ લાગે. માટે જેઓ ધર્મમાગે ખર્ચવા નક્કી કરેલા ધનને પિતાની તીર્થયાત્રામાં રેલભાડું, ભેજન વગેરેમાં વાપરે છે, તે મૂઢ આત્માઓની કયી ગતિ થાય? અર્થાત્ દુર્ગતિ થાય. પિતાના કે પિતાના સ્વજનસંબંધીઓ સિવાયના ધર્મસંબંધવાળા અન્ય સાધર્મિકને તીર્થયાત્રાદિ કરાવે, તેઓને ભોજન કરાવે, ભાડુ વગેરે આપી શકે.