SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪. દિનચર્યા– આશાતનાનું વર્ણન ૧૮૩. (૨) મધ્યમ- નીચે પડી જવાથી અને પધરાવવા બાંધવા વગેરેમાં અવજ્ઞા કરવાથી. (૩) ઉત્કૃષ્ટ- ભાગવાથી કે કઈ રીતે નાશ કરવાથી ઉત્કૃષ્ટ આશાતના થાય છે. ઉપલક્ષણથી જ્ઞાનેપકરણની જેમ દર્શનના અને ચારિત્રનાં ઉપકરણોની પણ આશાતના તજવી, કારણ કે કોઈ પ્રસંગે ગુરુ કે સ્થાપનાચાર્યના અભાવે દર્શન, જ્ઞાન અને ચારિત્રનાં ઉપકરણમાં ગુરુની સ્થાપના કરવાનું વિધાન છે, માટે એ ઘ, ચરવળ, દાંડે, દાંડી, વગેરે વસ્તુઓ તે તે આરાધનાના કાર્યમાં જ વાપરવી. અન્ય કાર્યમાં વાપરવાથી આશાતના થાય. મહાનિશીથમાં અધે વસ્ત્ર (ચેલ પટ્ટો) કપડા, કામળી, રજોહરણ, દં, વગેરેને અવિધિથી વાપરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. માટે ગૃહસ્થોએ પણ ચરવળે, મુહપત્તિ, કે જ્ઞાન-દર્શનનાં (પૂજા વગેરેનાં) ઉપકરણોને વિધિથી ઉપયોગ કરે, જ્યાં ત્યાં, કે જેમ તેમ મૂકી નહિ દેતાં આદરપૂર્વક યથાસ્થાને મૂકવાં, કારણ કે ધર્મનાં સાધનને પણ સાધના ઉપચાસ્ત્રી ધર્મ.. કહેવાય છે. આ આશાતનાઓમાં ઉત્સગ ભાષણ, દેવ કે ગુરૂની અવજ્ઞા, અપમાન વગેરે અનંત સંસારનું કારણ હેવાથી તેનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ. ઉપદેશપદ ગાથા૪૨૩ માં કહ્યું છે કે- ઉસૂત્રભાષીને બોધિને નાશ તથા અનંત સંસાર બ્રમણ થાય છે, માટે ધીર પુરુષે પ્રાણને પણ ઉત્સુત્ર બેલતા નથી. વળી તીર્થકી, પ્રવચનની, આચાર્યની, ગણીની. અને મહર્તિકની, આશાતના મુનાર પણ અનંત સંસારી થાય છે. એ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, ગુરુદ્રવ્ય કે ગુરુનાં વસ્ત્ર- પાત્રાદિ ઉપકરણોને નાશ કરવાથી તથા પોતે રક્ષા માટે જવાબદાર છતાં, છતા સામર્થ્ય ઉપેક્ષા કરવાથી માટી આશાતના થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- દેવદ્રવ્યનો નાશ, નિઘાત, શાસનની અપભ્રાજના અને સાધ્વી સાથે વ્રતભંગ કરનારને ધર્મના મુળભૂત બોધિમાં અંગારો સુકાય છે. તેમાં દેવદ્રવ્યનું ભક્ષણ કરવું કે બીજી રીતે તેનો નાશ થતો જાણવા છતાં ઉપેક્ષા કરવી, તે પણ તેને નાશ કરવા તુલ્ય છે, દર્શનશુદ્ધિ પ્રકરણાદિમાં કહ્યું છે કેજે મૂઢમતિ દેવદ્રવ્ય કે સાધારણ (વગેરે ધાર્મિક) દ્રવ્યનું દહન (એટલે તેનાથી કમાણી) કરે છે, કે તેનો દ્રોહ = નાશ કરે છે, તે ભાવિકાળે મૂઢમતિ =નિબુદ્ધિ થાય છે અને પૂર્વે આયુષ્ય ન બાંધ્યું હોય તે નરકમાં જાય છે, તેમ દેવદ્રવ્ય તે પ્રસદ્ધિ છે. સાધારણ દ્રવ્ય એટલે મંદિર, મૂર્તિ, પુસ્તક, ઉપાશ્રયે, કે આપત્તિવાળા શ્રાવકશ્રાવિકાઓના ઉદ્ધાર માટે શ્રીમંત શ્રાવકોએ એકઠું કરેલું દ્રવ્ય ઃ (તે બીજા કામમાં વપરાય નહિ.) સાધુની પણ જવાબદારી કરી છે કે- બે પ્રકારનું દેવદ્રવ્ય, તેમાં એક સોનું, રૂપું, નાણું, વગેરે અને બીજું તે સિવાયનું, તે પણ બે પ્રકારનું છે, એક નવું ખરીદેલું અને બીજુ જન ઉતરેલું- કાષ્ટ-પથ્થર-ઇટે વગેરે, અથવા બીજી રીતે બે પ્રકારનું એટલે એક
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy