SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૪. દિનચર્યા–જિનેશ્વરની અગ્રપૂજાના વિધિ ૧૫૭ દેવી, ત્યારે એવી ભાવના કરવી કે આ અભિષેકની ધારા ધ્યાનની જેમ મારા સ'સારને (કર્મોના) નાશ કરો. પછી નિર્મળ અગલૂછશુાંથી પ્રતિમાને કાાં કરી વિલેપન, પૂજન વગેરેથી પહેલાં ઉતારેલી પૂજાથી પણ સુંદર સુશોભિત પૂજા કરવી. પછી જ્ઞાનાદિ ત્રણ રત્નાવાળા ત્રણ લોકના નાથની સન્મુખ સર્વ જાતિનાં ઉત્તમ ધાન્ય, પકવાન્ન, શાક, વિગઇ, ફળેા. વગેરેથી ત્રણ ઢગલા કરવારૂપ ખળિનું (નૈવેદ્ય-કૂળનું) પ્રદાન કરવું. જિનજન્મ વખતે મેરુપર્યંત ઉપર જન્માભિષેક કરતાં જેમ પ્રથમ અચ્યુતેન્દ્ર સપરિવાર અભિષેક કરે છે, પછી અનુક્રમે શેષ ઇન્દ્રાદિ સ્વ-સ્વ પરિવાર સહિત અભિષેક કરે છે, તેમ સ્નાત્રકારોએ પણ માટા – ન્હાનાના વિવેક સાચવવા અને શ્રાવિકાઓએ પણ તેમ કરવું શેષની જેમ પ્રભુનુ` સ્નાત્રજળ પણ મસ્તક વગેરેમાં લગાડી શકાય. ત્રિષષ્ઠિના દશમા પર્વના ૨-૬૮ શ્લાકમાં તથા પદ્મચરિત્રમાં પણ સ્નાત્રજળ અંગ ઉપર લગાડી શકાય તેમ કહ્યું છે. સમવસરણમાં રાજા વગેરે જે ખળી (ખાકુળા) આકાશમાં ઉછાળે છે તેમાંથી જમીન ઉપર પડતાં પહેલાં જ અડધા દેવા, ચાથા ભાગના રાજા અને શેષ ચેાથા ભાગના અન્ય મનુષ્યા ગ્રહણ કરે છે, તેના એક દાણા પણ મસ્તકે ચઢાવવાથી દરેક વ્યાધિઓ નાશ પામે અને છ માસ સુધી નવા રોગો થતા નથી, એમ આગમમાં કહેલું હાવાથી ન્હવણુજળ પણ શરીરે લગાડવુ અનુચિત નથી. (માત્ર બહુમાનની ખાતર નાભિથી નીચેના ભાગમાં ન લગાડવુ ઉચિત છે.) પછી સુગુરુ દ્વારા મંત્રથી પ્રતિષ્ઠિત કરેલા રેશમી વસ્ત્ર વગેરેના મહાધ્વજ વાજતે ગાજતે લાવી ત્રણ પ્રદક્ષિણા પૂર્ણાંક પ્રભુને અર્પણુ કરવા. દરેકે પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્રાદિની પહેરામણી કરવી, પછી આતિ-મંગળ દીપક પ્રગટાવીને તેની પાસે લૂણ–પાણી નાખવા એક અગ્નિપાત્ર મૂકવુ. પછી “સમવસરણમાં દેવાએ કરેલી પુષ્પવૃષ્ટિ કે જે પ્રભુના મુખની લવણિમાથી ભૂષિત હતી. તેની જેમ આ પુષ્પવૃષ્ટિ મગળને કરા” એવી ભાવનાપૂર્વક પુષ્પવૃષ્ટિ કરવી. અને લૂણુ ઉતારવાનું કાવ્ય ખેલવાપૂર્વક આતિ– મંગળદીપની ચારે બાજુ સૃષ્ટિક્રમે ભમાવીને ત્રણવાર પુષ્પા સહિત લૂણુ ઉતારવુ. પછી આતિની પુજા કરી આતિનું કાવ્ય ખેલવા પૂર્વક આતિ ત્રણવાર ઉતારવી. આરતિ ઉતારતાં બન્ને બાજુ ધૂપ ઉખેવવા, અખંડ જળધારા કરવી, ચારે દિશામાં પુષ્પા ઉછાળવાં, વગેરે કરવુ ત્રિષષ્ઠિ પ્રથમ પ સ – ૧ શ્લોક ૫૮ થી ૬૦૦ માં કહ્યું છે કે જમાભિષેકથી કૃતકૃત્ય હોય તેમ ઇન્દ્રે પ્રભુની સન્મુખ આવીને આતિ ઉપાડી, તે વખતે ઔષધિથી ચળકતા શિખરથી મેરૂ પર્વત ચાલે તેમ તે શેાભાને પામ્યા. પછી શ્રદ્ધાથી ભરેલા દેવાએ ઘણાં પુષ્પો ઉછાળ્યાં અને ઈન્દ્રે આરતિ ઉતારી. પછી મંગળદીપક પણ કાવ્ય ખેલવા પૂર્વક આતિની જેમ આડ‘ખરથી ઉતારવા. મંગળદીવા જાગતા જ પ્રભુના ચરણ સન્મુખ મૂકવા. આરિત બુઝવવામાં
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy