SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ૪. દિનચર્યા–જિનેશ્વરની અગપૂજાના વિધિ પછી પ્રક્ષાલ કરાય, તેમાં પુષ્પો ઉત્તમ બગીચામાંથી, તેના રક્ષક માળી વગેરેને સતાષકારક મૂલ્ય આપીને, સ્વયં જાતે અગર પેાતાના વિશ્વાસુ માણસ દ્વારા મંગાવવાં. તે પણ ઉત્તમ કર'ડીચામાં કે ધાતુના પવિત્ર વાસણમાં પવિત્ર વસ્ત્રથી ઢાંકીને બહુમાન પૂર્વક હૃદય સામે રહે તેમ એ હાથથી ઉપાડીને લાવવાં, પાણી પણ પવિત્ર ઉત્તમ સ્થાનેથી બહુમાનપૂર્વક લાવવું કે મંગાવવું. પછી ઉત્તરાસંગના છેડાથી આઠ પડ કરીને નાક-મુખ ઢંકાય તેમ મુખકોશ આંધવા. તેમાં આટલું વિશેષ છે કે કોઇ અતિ સુકોમળ કાયાવાળા કે રાગી વગેરે નાક ન બાંધી શકે, અસમાધિ થાય તા, એકલું મુખ બાંધવું. આજીવિકા માટે રાજા વગેરેની સેવા (મુંડન) પણ હજામ મુખ બાંધીને કરે છે, તે ત્રણલેાકના નાથ અરિહંતદેવની સેવામાં તે મુખકોશ અવશ્ય બાંધવાજ જોઇએ. એથી વિનય થાય અને આશાતનાથી બચી જવાય. ૧૪૭ તે પછી પ્રમાજેલા પવિત્ર આરસીયા ઉપર કેસર-ચંદન વાટવુ' અને પૂજા માટે તથા તિલકમાટે, એમ ભિન્ન એ પાત્રમાં ઉતારવું. ઉપરાંત ત્રસજીવા રહિત ધૂપ, સુગધી ઉત્તમ ઘીના દીપક, અખંડ નિળ અક્ષત, સાપારી, શ્રીફળ, વગેરે કળા, તાજી અમેટ નૈવેદ્ય, અને નિર્મળ પાણીનાં જળપાત્રો (કળશ) વગેરે સર્વ દ્રવ્ય સામગ્રો મેળવવી. ભાવશુદ્ધિ માટે તા રાગ, દ્વેષ, કષાય, ઇર્ષ્યા, અહંકાર, આલેક-પરલોકનાં ખાહ્ય સુખની ઇચ્છા, કે કુતૂહલ – વ્યાક્ષેપ વિગેરે તજીને નિળ-શાન્ત ચિતની એકાગ્રતા કરવી. કહ્યું છે કે મન, વચન, કાયા, વજ્ર, ભૂમિ તથા પૂજાનાં ઉપકરણાની શુદ્ધિ અને મનની એકાગ્રતા, એ સાત શુદ્ધિ પૂર્વક પૂજા કરવી.૭ એમ દ્રવ્ય – ભાવની શુદ્ધિપૂર્વક ઘરમદિરમાં પ્રવેશ કરવા, તેમાં પુરુષ દ્વારની જમણી શાખા અને સ્રી ડાબી શાખા તરફથી જયણાપૂર્વક પ્રથમ જમણા પગ અંદર મૂકીને પ્રવેશ કરે – અને ઉત્તર કે પૂર્વ સન્મુખ રહી ડાબી નાસિકા ચાલે ત્યારે મૌન પૂર્વક પૂજન કરે, પ્રવેશ કરતાં ત્રણ નિસીહિ, ત્રણ પ્રદક્ષિણા વગેરે દશત્રિકનું પાલન કરે, પછી પ્રથમ મદિર ને પ્રમાઈને પાટલા ઉપર પદ્માસને બેસીને તિલક માટેના જુદા રાખેલા કેસરથી કે પૂજાના કેસરમાંથી થાડુ... અલગ કરીને લલાટે, ગળે, હૃદયે અને પેટ ઉપર તિલક કરે, તથા હાથે કણિકા, બાજુબંધ, કંકણ વગેરે આભૂષા ચીતરે, પછી બન્ને હાથ ધૂપીને મેરપીંછીથી નિર્માલ્ય ઉતારે. ચૈત્યવંદન બૃહદ્ ભાષ્યમાં જે દ્રવ્ય વનષ્ટ – પુનઃ ઉપયોગી ન અને તેને નિર્માલ્ય કહ્યું છે અને સધાચાર ભાષ્યમાં નિસ્તેજ શાભારહિત તથા ગધથી વિગધી ખનવાથી જે દર્શન કરનારને પ્રમેાદ પ્રગટાવી ન શકે, તેને નિર્માલ્ય કહ્યું છે. તેથી સામે મૂકેલા ચાખા વગેરેને નિર્માલ્ય ન માનવું એ ઘટિત અને ૭. સ.ખાધ પ્રકરણમાં મનની એકાગ્રતાને બદલે ધનશુધ્ધિ અને અન્યત્ર મન–વચનને બદલે ન્યાયદ્રવ્ય અને વિધિશુધ્ધિ કહી છે.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy