________________
પ્ર૦ મહાશ્રાવકનું
સ્વરૂપ
૧૩૯
નિરતિચાર પાલન કરનારો, સાતે ક્ષેત્રમાં ધનનું વાવેતર અને દીનાદિને ઉદ્ધાર કરનાર શ્રાવક તો શાસનપ્રભાવક હોવાથી તેને શાસ્ત્રમાં મહાશ્રાવક કહ્યો છે. અહીં સુધી મહાશ્રાવકનું સ્વરૂપ તેના ધર્મ દ્વારા જણાવ્યું હવે આગળના પ્રકરણમાં તેની દિનચર્યા વગેરે કહીશું.
એ રીતિએ પરમ ગુરૂભટ્ટારક શ્રી વિજયાનન્દસૂરિશિષ્ય, પંડિત શ્રી શાતિવિજય ગણિ ચરણસેવી, મહોપાધ્યાય શ્રી માનવિજય ગણિ વિરચિત પજ્ઞ ધસંગ્રહની ટીકામાં સામાન્ય ગૃહસ્થ ધર્મના વર્ણનરૂપ પહેલા અધિકારને “તપગચ્છાધિપ, સંઘસ્થવિર, પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરિપટ્ટાલંકાર સ્વર્ગત અમદમાદિ ગુણભૂષિત પૂ. આચાર્ય શ્રી વિજય મેઘસૂરિ પટ્ટધર ગાંભિર્યાદિ ગુણોપેત પૂ. આચાર્ય શ્રી વિજયમનહરસૂરિ શિષ્યરત્ન શ્રી વિજયભદ્રકરસૂરિકૃત ગુજરાતી ભાષાંતરનાં
સારદ્વારમાં ત્રીજું પ્રકરણ પૂર્ણ થયું.