________________
પ્ર૦ ૩. શ્રાવકનાં બીજા વ્રતનાં અતિચારા
૧૧૭
આ અતિચારો ક્રોધ કે લાભને વશ નિર્દયતાથી લાગે, માંદગી કે અવિનચના કારણે હિતબુદ્ધિએ આ પ્રવૃત્તિ કરવામાં ગૃહસ્થને દોષ નથી, તા પણ નિરપેક્ષ રીતે નહિ વર્તવું. જો કે- શ્રાવક સ્થૂલપ્રાણાતિપાત વ્રતમાં ત્રસ જીવાની, નિષ્કારણ, નિરપેક્ષપણે, ઈરાદાપૂર્વકની હિંસાના ત્યાગ કરે છે. વધ, બધ વગેરેના ત્યાગ કરતા નથી તેા પણ વધ-બંધ વગેરે હિંસાના કારણેા છે માટે તેને અતિચાર કહ્યાં છે.
અહીં સમજવું કે ત્રતા અતવૃતિથી અને બાહ્યવૃત્તિથી એમ બે પ્રકારે હોય છે, તેમાં કોઈ એક પ્રકારે ભાંગે તે અતિચાર થાય અને બન્ને પ્રકારે ભાંગે તેા વ્રત જાય. જેમ કે હિંસાના ઇરાદો નથી પણ પ્રવૃત્તિ કરતાં હિંસા થાય તે અતિચાર, એ રીતે હિંસા માટે પ્રવૃત્તિ કરી પણ જીવ મર્યો નહિ, તે પણ અતિચાર, અર્થાત્ દેશથી ભગ અને દેશથી પાલન તેને અતિચાર કહ્યો છે.
-
અથવા બીજી રીતે સર્વત્ર અનાભાગ (અનુપયોગ) તથા સહસાત્કાર કે અતિક્રમાદિથી અતિચાર જાણવા. જેમ કે કોઈ સાધુને ગૃહસ્થ દોષિત આહાર માટે નિમત્રણ કરે, તે જાણવા છતાં સાધુ નિષેધ ન કરે તે અતિક્રમ, તેથી આગળ વધીને દોષિત છતાં વહેારવાની તૈયારી કરી ત્યાં જાય તે સઘળા વ્યતિક્રમ, તે આહાર પાત્રમાં વહેરે, લઈને આવે, વાપરવા એસે, મુખમાં નાખે ત્યાં સુધી સર્વ અતિચાર અને ગળી જાય ત્યારે અનાચાર થાય. એમ દરેક વિષયમાં અનાચાર ન થાય ત્યાં સુધી અતિક્રમાદિથી અતિચાર લાગે.
હવે ખીજાવ્રતના અતિચારા કહે છે–
मूल-सहसाऽभ्याख्यान' मिथ्योपदेशो गुलभाषणम् । कूटलेखश्च विश्वस्त - मन्त्रभेदश्च ન્રુત ગણા
અર્થાત્ વિચાર્યા વિના બીજાને આળ-કલંક આપવું, ખાટા (પાપના ) ઉપદેશ કરવા, કાઇની ગુપ્તવાત જાહેર કરવી, ખાટા લેખ લખવા અને વિશ્વાસુની ગુપ્ત વાત પ્રગટ કરવી એ પાંચ અતિચારા ખીજા મૃષાવાદ વિરમણના જાણવા. તેમાં –
૧. સહસાભ્યાખ્યાન- વગર વિચાર્યે ‘તું ચાર છે, વ્યભિચારી છે’ વગેરે આળ કલક દેવુ', કે અન્ય આચાર્યના મતે એકાન્તમાં એકની ખાટી વાત બીજાને કહેવી જેમ કે હાંસી મશ્કરીમાં પતિ ની ખાટી વાત તેની પત્નીને કે પત્નીની ખોટી વાત તેના પતિને કહેવી, વગેરે એક બીજાને પરસ્પર અપ્રીતિ થાય કે કામરાગ વગેરે પ્રગટે તેવું ખેલવુ' તે અતિચાર, તેવુ જો ઇરાદાપૂર્વક ખેલે તે ખાટા દોષ ખેલવાના ત્યાગ કરેલા હોવાથી વ્રત ભાંગે, માટે હાંસી – મશ્કરી વગેરે કરતાં કે સહસા એવું ખેલતાં અતિચાર. અહી બીજાને હાનિ કરવાના ઉદ્દેશ નથી, માટે વ્રતરક્ષા અને હાનિ થવાના સંભવ હાવાથી વ્રતભંગ, એમ ભગાભ’ગરૂપ અતિચાર જાણવા.