SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ બ૦ ૩ શ્રાવકનાં અગ્યારમા વ્રતનું સ્વરૂપ ૧૦ તેના ઉપલક્ષણથી અથવા શ્રાદ્ધ દિનકૃત્ય વગેરે અન્ય ગ્રન્થમાં કહ્યા પ્રમાણે સર્વ વ્રતને પ્રતિદિન સંક્ષેપ કરવો તે દેશાવકાશિક જાણવું પૂર્વે જાવજીવ માટે કરેલી મર્યાદા રાખેલી છૂટ નિત્ય ઉપયોગી ન હોવાથી નિરૂપયેગી અધિક તે છૂટને એક દેશમાં ટુંકી કરવી તે દેશવાશિક વ્રત જાણવું નિદ્રા વગેરેના પ્રસંગે તો સર્વ આરંભેને સવિશેષ સંક્ષેપ કરવા માટે “ગંઠીસહિત” વગેરે સંકેત પચ્ચકખાણ કરવું જોઈએ. શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૩૦૦ – ૩૦૧ માં કહ્યું છે કે શ્રાવક નિદ્રા પ્રસંગે મચ્છર-માંકડ- જૂ વગેરેની હિંસાને સંભવ હોવાથી તે સિવાયના સર્વ વ્યસ-સ્થાવર જીવની હિંસાને, જૂહુને, ચારીને, મિથુનને, તથા પૂર્વે ધારેલા પરિચડ ઉપરાંત આજની કમાણ સહિત સર્વ પરિગ્રહને તથા સાતમા વ્રતમાં નિદ્રા માટે જરૂરી પલંગ વગેરે કે ઓઢવા પાથરવાનાં સાધન સિવાય સધળા ભેગપભેગને, અનર્થદંડમાં કલહ વગેરેને અને દિશિપરિમાણમાં ઘરના સુવાના સ્થાન સિવાય અન્યત્ર જવાને, એ સર્વ વચન કાચાથી નહિ કરવા-કરાવવાનો નિયમ ગંઠીસહી વગેરે સંકેત પચ્ચખાણથી કરે. એ રીતે નિદ્રા કાળે પાપને ત્યાગ કરવાથી અવિરતિજન્ય મોટા કર્મબંધથી બચે. નિદ્રામાં પણ મનની પ્રવૃત્તિ ચાલુ રહેવાથી તેનો ત્યાગ અશક્ય છે અને ચાર શિક્ષાત્રતે તે ગુણકારક હોવાથી તેને ત્યાગ કરાય નહિ. એમ સર્વ (આઠેય) વ્રતના સંક્ષેપરૂપ આ વ્રત જાણવું. આ વ્રતથી ઝેરને મંત્રથી ડંખમાં લાવવાની જેમ અવિરતિથી થતા નિષ્કારણ– વિશાળ કર્મબંધનો સંક્ષેપ કરતાં અભ્યાસથી પરિણામે સર્વકર્મબંધને પણ તજીને મુક્તિ મેળવી શકાય છે. હવે અગિઆરમું પૌષધપવાસ ગુણવ્રત વર્ણવે છે. मूल-आहारतनुसत्कारा-ब्रह्मसाषधकर्मणाम् । त्यागःपर्वचतुष्टय्यां, तद्विदुः पौषधव्रतम् ॥३९॥ અર્થાત્ આહાર, શરીર સત્કાર, અબ્રહ્મ અને પાપકર્મોને ચાર પર્વોમાં ત્યાગ કરે તેને પિૌષધવ્રત કહ્યું છે. અહીં ધર્મને અધિકાર હોવાથી ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ આવશ્યક ટીકામાં કહ્યું છે કે આ પૌષધ અષ્ટમી વગેરે પર્વોમાં અવશ્ય કરણીય એક વ્રત છે, તેની ઉપસાથે આત્માએ વન-વસવું રહેવું તે ઉપવસન –ઉપવાસ અને પૌષધમાં ઉપવાસ-પૌષધપવાસ. અથવા બીજી રીતે દેથી ઢંકાઈ ગયેલા ગુણવાળા આત્માનું આહાર ત્યાગ વગેરે ગુણોની સાથે વસવું તે ઉપવાસ. અર્થાત્ પર્વદિવસમાં (આરંભ તજીને) આત્માને ગુણની સાથે વાસ તે પૌષધપવાસ, એમ ધર્મબિંદુ ૩-૧૮ની ટીકામાં પણ કહ્યું છે. આવશ્યકમાં કહ્યું છે કે- આત્મામાં ધર્મનું પૂરણ કરવામાં હેતુ બને તે પર્વ. અષ્ટમી આદિ તિથિઓ ધર્મપૂરણમાં કારણભૂત છે માટે પર્વો છે, અને રૂઢિથી તે પર્વોને જ ધર્મ પુષ્ટિનું કારણ માની ઉપચારથી
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy