SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 12] છે અહં નમ: સંપાદકીય કિંચિત્ * શ્રી ધર્મ સંગ્રહ નામના આ ગ્રન્થના મૂળ વિસ્તૃત ભાષાન્તરની ત્રણ આવૃત્તિઓ છપાવા છતાં આજે પણ તેની માંગ સતત ચાલુ છે, તે જોતાં આ ગ્રન્થ સંઘમાં કેટલે ઉપયોગી અને આદરપાત્ર બને છે, તે કહેવાની જરૂર ન ગણાય. છતાં આ ગ્રન્થમાં છાપેલું સ્વ. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય જખ્ખસૂરીશ્વરજીએ પૂર્વના ભાષાન્તરમાં છાપવા લખી આપેલું ઉદ્દબોધન વાંચવાથી ગ્રન્થને ઈતિહાસ મહત્ત્વ વગેરે જાણી શકાશે. ઉપરાંત શમમૂર્તિ પરોપકારી મૈયાદિભાવભાવિત નમસ્કાર-મહામંત્રના અખંડ આરાધક પૂજ્યપાદ સ્વપંન્યાસજી મહારાજ શ્રી ભદ્રકર વિજયજી ગણિવરે આ ગ્રન્થ અંગે બીજા ભાગના ભાષાન્તરમાં ભૂમિકા લેખમાં લખ્યું છે કે પરમોપકારી વિપકારક ત્રિકાલાબાધિક શ્રી જૈન શાસનમાં ય તરીકે અનંતવિશ્વ, તેમાં રહેલા સચેતન અનંતા છે, તથા અચેતન પુદગલે, બંધે – પ્રદેશે – પરમાણુઓ, તે બન્નેની ગતિ-સ્થિતિમાં સહાયક ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય દ્રવ્ય અને એ સર્વને અવકાશ આપનાર આકાશ તથા તેમાં પરિવર્તન કરનાર કાળ વગેરે છએ દ્રવ્ય (પદાર્થો) તેના યથાર્થ સ્વરૂપમાં જણાવ્યા છે. તેનું જ્ઞાન કરનાર જ્ઞાતા (આત્મા) ને પણ કથંચિત્ નિત્યનિત્ય, શુદ્ધાશુદ્ધ, શરીરાદિથી ભિન્ન ભિન્ન વગેરે વિવિધ ધર્માત્મક જણાવે છે તથા જ્ઞાનનાં બહિરંગ સાધને ઉપદેશાદિ અને અંતરંગ સાધનો ક્ષયોપશમાદિ પણ યથાસ્વરૂપ જણાવ્યાં છે. જ્ઞાનના પણ મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ અને કેવળજ્ઞાન એ પાંચ મૂળ ભેદ, એકાવન પેટભેદ તથા સૂક્ષમ અવાક્તર અસંખ્ય ભેદનું સુસંગત નિરૂપણ કર્યું છે. - ક્રિયાની શુદ્ધિ માટે સંયમના સત્તર અને ક્રિયાના સિત્તેર વગેરે ભેદ-પ્રભેદે અને તેના પરિણામે પ્રાપ્ત થતાં અસંખ્ય સંયમસ્થાને વર્ણવ્યાં છે, ક્રિયાવાન્ આત્માની લેશ્યાએ, તેની શુદ્ધિ-અશુદ્ધિરૂપ પ્રકર્ષઅપકર્ષથી આત્મામાં પ્રગટતાં ગુણસ્થાનકે અને તેના અવાક્તર સંખ્ય – અસંખ્ય ભેદ – પ્રભેદે પણ જણાવ્યા છે. ધ્યાનશુદ્ધિ માટે ધ્યેય તરીકે મુક્તિ, મુક્તજીનું સ્થાન, અને તેમનું અનંત સુખ, યાતા તરીકે કર્થચિત્ નિત્યાનિત્યાદિ સ્વરૂપવાળો આત્મા અને ધ્યાનનાં સાધન તરીકે બાહ્યઅત્યંતરાદિ તપના વિવિધ પ્રકારનું સુવિસ્તૃત-સુસંગત અને સૂક્ષ્માતિસૂક્ષ્મ નિરૂપણ કર્યું છે.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy