________________
૧૦૪
ધમસંગ્રહ ગુરુ ભા૦ સારોદ્ધાર ગા. ૩૬
હવે આઠમું અનર્થદંડ વિરમણ વ્રત કહે છે.
મૂદ –“રાઈવિવાર જો ૩ દિવસે કરઃ ..
| નોર્થઇસ્તસ્ય-રસ્તાવિશ ગુજરાત રૂવા” અર્થાત શરીરાદિના રક્ષણાદિ પ્રયજન વિના છે જે પાપ કરે તે અનર્થદંડ છે. તેનો ત્યાગ કરે તે ત્રીજું ગુણવ્રત છે. ગૃહસ્થને શરીર, મકાન, ખેતર, પુત્રાદિ પરિવાર, નકર અને પશુઓનું પાલન, વગેરે અનિવાર્ય હેવાથી તેવાં સપ્રયજન પાપને તે તજી શકે નહિ, તેથી પ્રયજન વિના કરાતાં પાપનો ત્યાગ કરે તેને અનર્થદંડ વિરમણ વ્રત કહ્યું છે. આ અનર્થદંડના ચાર પ્રકારો કહે છે
मूल- “सोऽपध्यान पापकर्मो-पदेशो हिंस्रकार्पणम् ।।
પ્રમાદાર જોતિ વત્તોડધિનુપિ: રૂદ્દા” અર્થાત્ શ્રી અરિહંતોએ તે અનર્થદંડ, દુર્ગાન, પાપને ઉપદેશ, હિંસક સાધનનું દાન અને પ્રમાદ એમ ચાર પ્રકારે કહ્યો છે. તેમાં
૧. અપધ્યાન- એટલે આત અને રૌદ્રધ્યાન. ધ્યાન સામાન્ય રીતે કેઈ એક જ વિષયમાં ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી જ સતત થાય. વિષય- કષાયની વાસનાવાળા જીવને સર્વથા દુર્ગાનને ત્યાગ દુષ્કર હોવાથી તેને તજવાને પ્રયત્ન કરી શકે, પણ પ્રતિજ્ઞા ન કરી શકે, તેથી અહીં અંતર્મુહૂર્તથી અધિક દુર્થોન નહિ કરવાનો નિયમ કરવાને છે. તેમાં દુઃખની પીડાથી થાય તે આર્તધ્યાન અને તે દુઃખથી બચવા અન્ય જીવોને પીડાકારક પ્રવૃત્તિનું ધ્યાન તે રૌદ્રધ્યાન જાણવું. જેમકે- શત્રુને સંહાર, નગરાદિને નાશ, અગ્નિદાહ, વગેરે પાપ કરવાનું ધ્યાન તે રૌદ્રધ્યાન અને રાજ્ય, સ્વર્ગ કે સુખભેગનાં સાધનો વગેરે મેળવવાનું ધ્યાન તે આર્તધ્યાન. આ બન્ને દુર્બાન નિ»જન કર્મબંધનાં કારણે હોવાથી અનર્થદંડ છે.
૨. પાપોપદેશ– ખેતરે ખેડે, ઘોડાને ખસી કરે, શત્રુઓને જાહેર કરે, મશીને ચલાવે. હળ સજજ કરે, વાવેતર કરે, કન્યાના જલદી વિવાહ-લગ્ન કરે, વહાણ તૈયાર કરે, વગેરે પાપકાની પ્રેરણા ઉત્સર્ગથી શ્રાવકે ન કરવી, અપવાદે કરવી પડે તો પણ જેની સાથે દાક્ષિણ્યતાને સંબંધ હોય તે પુત્રાદિ કે સંબંધીઓને પણ જયણા પૂર્વક કરવી, કારણ કે વિના પ્રજને જેને તેને પાપની પ્રેરણા કરવાથી અનર્થદંડ ગણાય.
૩. હિંસકાપણ– જેનાથી હિંસા થાય તે ઘંટી, કેસ, કુહાડા, સાંબેલાં, તલવાર, બંદૂક, વગેરે શઅગ્નિ કે દીવાસળી અને ઝેર કે બીજી પણ પ્રાણઘાતક વસ્તુઓ ધનુષ્યબાણ વગેરે પાપનાં સાધન, તે માત્ર સ્વજન, સંબંધી, કે દાક્ષિણ્યતાના સંબંધ હોય તે સિવાય બીજાને આપવાં તે અનર્થદંડ છે.