SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૭ ૩ શ્રાવકનાં સાતમા વ્રતનું સ્વરૂપ ૪. માખણ- ગાય, ભેંસ, બકરી અને ઘેટીના દૂધ-દહીંમાંથી બનતું ચારે પ્રકારનું માખણ પણ અતિસૂક્ષમ ત્રસની ખાણરૂપ હોવાથી અભક્ષય છે. યેગશાસ્ત્ર, ધર્મરત્નપ્રકરણની ટકા વગેરેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે છાશથી અલગ થતાં તૂર્ત જ માખણમાં તદ્દવર્ણ અતિસૂક્ષમ ઘણા જ ત્રસ ઉપજે છે, માટે વિવેકી પુરુષોએ માખણનું ભક્ષણ તજવું જોઈએ. ૫ થી ૯ ઉદંબર પંચક- અહીં ઊલ્બરે એટલે વડપીપળો (પારસ પીપળો, પ્લક્ષ (પીપળી) ઊદુંબર (ગૂલર), અને કાકેદુમ્બરી, એ પાંચે વૃક્ષોનાં ફળ (ટેટા)માં મચ્છરના આકારના સૂક્ષમ ઘણા ત્રણજી હોય છે, તેથી તેનું ભક્ષણ મહાહિંસારૂપ છે એમ ગશાસ્ત્રમાં કહ્યું છે. લૌકિક શા પણ કહે છે કે “અકસ્માત કેઈ જીવ કેઈના ચિત્તમાં ક્યારે કેવી રીતે ક્યાંથી ક્યા માર્ગે પ્રવેશ કરે છે કે ઊલ્બરના ફળની જેમ તેના ચિત્તને ચીરવાથી, કાપવાથી, ટૂકડા કરવાથી, શૂરવાથી કે ગાળવાથી પણ તે જીવ નીકળતો (શોણે જડત) નથી.” અર્થાત્ તે ટેટાઓમાં અતિસૂક્ષમ ઘણા જીવે છે, માટે દયાળુ જીવે ક્ષણિક કૃત્રિમ સ્વાદ માટે તેનું ભક્ષણ કરવું યોગ્ય નથી. ૧૦. બરફ- અસંખ્યાતા અપકાય છને સમુહ છે. ચન્નદ્વારા બનાવેલ કૃત્રિમ અને અતિહિમ પડતાં જામેલા પાણીને બની જતે અકૃત્રિમ, બને બરફ (અને આઈટર આઈસક્રિમ, સોડા, લેમન, વગેરે પણ જેમાં ત્રસજીની પણ સંભાવના છે તે દરેક) અભય. છે માટે આત્માર્થીએ તે તજવાં જોઈએ. ૧૧. ઝેર- અફીણ-સોમલ-વછનાગ, વગેરે દરેક જાતિનાં ઝેર, મન્નથી કે યંત્રથી તેને માર્યો હોય, તેની ઝેરી શક્તિનો નાશ કર્યો હોય, તે પણ પિટમાં જતાં જ અંદરના કૃમિ વગેરે ત્રસજીને નાશ કરે છે અને અફીણાદિતા વ્યસનથી મરણ વખતે પ્રાયે ભાન નાશ પામે છે, માટે દરેક ઝેરી પદાર્થો તજવા જોઈએ. ૧૨. કરા- કાચા વરસાદથી પડતા કરા પણ અસંખ્યાત અપકાય જેના પિંડરૂપ હોવાથી અભક્ષ્ય જાણવા. દેવનું સ્નાન કરે છે તે કેટલું હાસ્યાસ્પદ છે? માખી વગેરે આહાર ઉપર બેસે તે આહાર પણ અશુચિ બને, તે માખીઓની લાળને પવિત્ર કણ માને ? એમ અપવિત્ર, ઉચ્છિષ્ટ, અને જીવમય મધનું ભક્ષણ વગેરે સર્વથા તજવું જોઈએ, ( ૬. મહારાષ્ટ્ર વગેરે પ્રદેશમાં તાજ ઘીને માટે કેટલાય દિવસ સુધી રાખી મૂકેલા માખણના પિંડ વેચાણ લઈને માણસે ઘી બનાવે છે, તે ઉચિત નથી. ૭. ચિંતામણું રત્નતુલ્ય માનવને ભવ સર્વછના રક્ષણ-પાલન માટે મળ્યા પછી પણ જે માણસ આવાં અભક્ષ્ય ભક્ષણ કરી જીવોને હણે તે તે નીચી ગતિઓમાં જઈને અનંતીવાર હણાય, એમાં આશ્ચર્ય કે અયોગ્ય શું છે? રક્ષક પોતે ઘાતક બને તેને ધર્મ કેમ કહેવાય ? અને અધર્મથી જીવ સુખી કેમ થાય ? માટે બુદ્ધિથી તત્વા તત્વને વિચાર કરી નિરર્થક હિંસાથી બચવું જોઈએ,
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy