SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૭ ૩ શ્રાવકનાં પાંચમા વ્રતનું સ્વરૂપ ૮૫. - સુદર્શન શેઠની જેમ સ્વદારસંતોષી પણ ગૃહસ્થ બ્રહ્મચારી તુલ્ય- શ્રેષ્ઠ છે. તેથી વિરુદ્ધ પદારાગમન વગેરે પાપથી જીવને વધ, બંધન, વગેરે લકપ્રસિદ્ધ કષ્ટો આ ભવમાં જ ભોગવવાં પડે છે. કહ્યું છે કે- વધ, બંધન, ગળે ફસ, ફાંસીની સજા, નાક કપાવું, ગુપ્તેન્દ્રિયને છેદ અને ધન વગેરેનો નાશ ઈત્યાદિ અનેક દુઃખ પદારા સેવનથી આ ભવમાં જ ભોગવવાં પડે છે અને પરભવે નરકાદિ માઠી ગતિઓમાં અસહ્ય દુઃખ ભોગવવાં પડે છે. દુરાચારી મનુષ્ય અન્ય ભવે નપુંસક, કપા, દુર્ભાગ, ગુપ્તેન્દ્રિયના વિવિધ રેગવાળા તથા ભગંદરી થાય છે. સ્ત્રીઓ પણ દુરાચારના સેવનથી વિધવા, ચેરીમાં રંડાપ, વધ્યા, મૃતપ્રસૂતા, વિષકન્યા, વગેરે દુષ્ટસ્ત્રીપણું પામે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે હે ગૌતમ! જીવ દેવદ્રવ્યના ભક્ષણથી અને પરસ્ત્રી સેવનથી સાત વાર સાતમી નારકીમાં ઉત્પન્ન થાય છે. મિથુનમાં મેટી હિંસા કહી છે, શાસ્ત્રો કહે છે કે- એક વાર મિથુન સેવનમાં નવ લાખ સૂક્ષમ છ હણાય છે. સ્ત્રીઓની યોનિમાં મૈથુન સેવનથી ઉત્કૃષ્ટથી નવ લાખ ગર્ભજ મનુષ્ય ઉપજે છે, બીજા બે ઇન્દ્રિય અસંખ્યાતા અને સંમૂર્ણિમ મનુષ્ય પણ અસંખ્યાતા ઉપજે છે. મિથુન-ક્રિયાથી તે સર્વને એક સાથે નાશ થાય છે. હવે પાંચમા અણુવ્રતનું સ્વરૂપ અને વર્ણન કરે છે. मूलम् - परिग्रहस्य कृत्स्नस्याऽमितस्य परिवर्जनात् । इच्छापरिमाणकृति, जगदुः पञ्चम व्रतम् ॥२९॥ અર્થાત્ સર્વ પ્રકારના પદાર્થોની અપરિમિત મૂર્છારૂપ પરિગ્રહને ત્યાગ કથા દ્વારા ઈચ્છાને (મમતાને) પરિમિત કરવી તેને પાંચમું અણુવ્રત કહ્યું છે. પુરુષને બેશક, નિરંકુશ જીવન જીવવામાં હિત નથી, પુરુષે પણ સંપૂર્ણ બ્રહ્મચર્ય કે એક પત્નીવ્રત પાળવું હિતકર છે. કોઈ નિકાચિત પુણ્યના બળે અધિક ભોગ ભોગવવા પડે તે પણ વૈરાગ્યપૂર્વક ભગવીને તે પુણ્યને ખપાવવું જોઈએ. ઊત્તમ પુરુષો કદાપિ ભેગમાં પરાધીન (આસક્ત) બનતા નથી, અબળા છતાં સ્ત્રી સ્વપતિમાં સંતેષ રાખી શકે તે પુરુષ સમર્થ છતાં એક પત્નીમાં સંતુષ્ટ કેમ ન બને ? વસ્તુતઃ તે વિષય વિષતુલ્ય હોવાથી જે જે મર્યાદાથી જીવ વિષયથી બચે તે તે સર્વ મર્યાદાઓ (મૂઢ જીવોને અજ્ઞાન-મેહથી દુઃખરૂપ જણાય તે પણ) હિતકર છે, માટે તેનું પાલન કરવામાં જ સ્વ-પર હિત અને પરિણામે શાશ્વત સુખ થાય છે. - માનવ જાતિની લગ્ન વ્યવસ્થા તત્વથી ભોગ માટે નથી, પણ વ્યભિચારથી બચી શીયલની રક્ષા માટે છે. સ્ત્રી – પુરુષ અને પરસ્પર વ્યભિચારથી બચવા માટે સહાયક છે. અધ્યાત્મદષ્ટિયે તે લગ્ન કરવા છતાં મનુષ્યને બ્રહ્મચર્ય પાળવાનું હોય છે, વેદ વિકારને રોકી ન શકાય તે જ પરસ્પર વિકારને શમાવવા વૈરાગ્યપૂર્વક ભાગ કરવાને હેય છે. આત્મલક્ષ્ય પ્રગટે તે જ આ તત્વ સ્પષ્ટ સમજાય, ભોગના ભીખારીને સમજવું દુષ્કર છે. ૩. ઉત્તરાધ્યયનમાં બીજા વ્રતને નદીઓ તુલ્ય અને ચતુર્થ વ્રતને સમુદ્ર તરવા તુલ્ય કહ્યું છે. બીજ બધાં વ્રત ચતુર્થવ્રતના આધારે છે. તેનું ખંડન થતાં બીજાં બધાં વ્રત ભાંગે છે માટે બ્રહ્મચર્યને અતુલ મહિમા સમજીને મૈથુનની યથાશય વિરતિ કરવી તે ગૃહસ્થને ધર્મ છે.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy