SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ધાનશતક ભૂત ધન મેળવવા–સાચવવા તત્પર રહે છે, એ માટે “એ કેમ મળે, કેમ સચવાય, એના તરળ ચિંતનમાં ચડે છે. આમાં ખૂબી એ છે કે મેળવવાનું ચિંતન આર્તધ્યાનમાં જાય અને સાચવવાનું ચિંતન રૌદ્રધ્યાનમાં જાય; કેમકે મેળવવા કરતાં સાચવવાની બુદ્ધિમાં ક્રરતા આવે છે. અલબત્ મેળવવાની લેગ્યામાં ય કઈ જૂઠ-ચેરી-જીવઘાતની ક્રૂર વિચારણું હોય તો ત્યાં ય રૌદ્રધ્યાન પણ બની જાય. પરંતુ એમ તે સાચવવાના ચિંતનમાં “ આ મળેલું કેમ ટકે, એનું સામાન્ય ચિંતન હોય તો એ પણ આર્તધ્યાનરૂપ બને છે. છતાં સાચવવાની લેશ્યા જોરદાર રહે ત્યાં એનું ચિંતન ઉગ્ર ક્રૂર બનવાથી રૌદ્રધ્યાનરૂપ બની જાય છે. ધન-સંરક્ષણના ચિંતનમાં ઉગ્રતા એટલા માટે આવે છે કે એ ધનને ગમે તે ભેગે સાચવવાની ભારે તાલાવેલી છે, અને તેથી બીજાઓ પર શંકા ખાય છે કે એ લઈ તો નહિ લે ?” વળી એ ભય વધતાં એ ધન નિમિત્તે જરૂર પડયે જીવઘાત સુધીની ક્રૂર લેશ્યા થાય છે કે બધાને મારી નાખવા સારા.” ભિખારીને ઠીકરામાં મળેલા એંઠવાડિયા માલ ઉપર પણ અતિ મમતા વશ એના સંરક્ષણની ચિંતામાં એમ થાય છે કે “આ હું કેઈ પણ ભિખારીને દેખાડું નહિ, કયાંય એકાંત ખૂણે જઈને થોડું ખાઉં, જેથી આ ઝટ ખૂટી ન જાય. એમાં સંભવ છે. કે ત્યાં ય બીજા ભિખારી માગવા આવે! તે ય એમને જરીકે ન આપું. ત્યારે એ વળી કદાચ ઝુંટવવાય આવે. તે ય હું શાને આપું? એમના બાપને માલ છે? લેવા તે આવે? એમના. માથાં જ ફેડી નાખું.” આ સંરક્ષણનુબંધી રૌદ્રધ્યાન છે. ત્યારે મોટા લોભી રાજાની ય શી દશા છે? એ ય પિતાનું રાજ્ય ટકાવી.
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy