________________
ધર્મધ્યાન
णाणे णिच्चभासौ कुणइ मणोधारण विसुद्धि च। णाणगुण-मुणियसारो सो झाई सुनिच्चलमईओ ॥३१॥
અર્થ:-શ્રુતજ્ઞાનમાં હંમેશાં પ્રવૃત્તિ રાખે, (એના દ્વારા) મનને (અશુભ વ્યાપાર અટકાવી) ધરી રાખે; (સૂત્રાર્થની) વિશુદ્ધ કરે, “ચ' શબ્દથી ૪ભવનિર્વેદ કેળવે, એમ પજ્ઞાનથી જીવ-અજીવના ગુણ–પર્યાયના સાર–પરમાર્થને જાણે (અથવા જ્ઞાનગુણથી વિશ્વના સારને સમજે) ત્યાર પછી અતિશય નિશ્ચલ બુદ્ધિવાળો બની થાન કરે, ભાવના. એવી જ્ઞાનાદિથી ભાવિતતા આવતી જાય છે. જ્ઞાનાદિન એવા રંગ ચડે છે, એનું પ્રમાણ, આ, કે જીવને મિથ્યાજ્ઞાનઆહાર-વિષય-પરિગ્રહ અને કષાયોના રંગ મેળા પડી જાય, ઉતરી જાય. પછી એ ચીજે મનને ધ્યાનમાંથી પોતાના વિચારમાં ખેંચી નહિ શકે. જેને રંગ નહિ, મનને એનું ખેંચાણ નહિ.
જ્ઞાનભાવના હવે પહેલી “જ્ઞાનભાવના” નું સ્વરૂપ અને એને ગુણ બતાવવા કહે છે,
વિવેચન :- પજ્ઞાનભાવના :પહેલી જ્ઞાનભાવનામાં પાંચ કાર્ય કરવાના છે,૧. શ્રુતજ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ. ૨. મનનું અશુભ ભાવથી રોકાણ. ૩. સૂત્ર-અર્થની વિશુદ્ધિ. ૪. ભવનિર્વેદ. ૫. પરમાર્થની સમજ,