SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શાંત સુધારસ. મમત્વ કરે છે. આ જ જીવની અજ્ઞાનતા છે. જીવ વિચારે તે આ અજ્ઞાનતા ભાસે; અજ્ઞાનતા ભાસે, તે તે દૂર થાય, મમત્વ છૂટે. દેહ છૂટે, પણ તે પરનું મમત્વ નથી છુટતું, તેથી જ જીવને અવનવા દેહ કરવા પડે છે. ભલે વાસના કે મમત્વ પછી પુણ્યને લઈ સારા દેહમાં જન્મ જન્મ-મરણનાં લે, પાપને લઈ માઠા દેહમાં જન્મે; પણ. કારણ દેહ તો કરવા જ પડે છે. મમત્વ, મેહ, વાસના, બહિરાત્મભાવ, મિથ્યાત્વ, વિભ્રમ, દેહાત્મબુદ્ધિ એ બધા લગભગ એકાર્યવાચી શબ્દપર્યા છે. અનાદિકાળની મમત્વ-વાસના સાંકળવડે જુદા જુદા ભાવ સંધાઈ રહ્યા છે. એ સાંકળ જે એક વાર ત્રુટી તે પછી ફરી સંધાઈ શકતી નથી; ભવનો અંત આવે છે. મમત્વ દૂર થાય તે જીવને ફરી દેહ ધારણ કરે પડતું નથી. પૂર્વકર્મ સર્વથા નિર્જરવા છુટાછવાયા એક-બે કે વધારે તે પંદર ભવ કરવા પડે તે ભલે, પણ મમત્વ સાંકળ તૂટી ગયેલી હોવાથી એ ભવ લંબાઈ શકતા નથી. તેને સર્વથા અંત આવે છે, જીવ સત્સુખ પામે છે. મમત્વ સાંકળ તુટી જાય, તે એ ભવને અંત આવે, મમત્વ-સાંકળ જેમ જેમ લંબાય છે. તેમ તેમ ભવ પણ લંબાય છે; નવા નવા દેહ ધરવા પડે છે. દેહ બે પ્રકારના છે. (૧) સ્કૂલ (૨) સૂક્ષ્મ (૧) સ્થૂલ તે આ દારિક દશ્ય શરીર. (૨) સૂક્ષ્મ તે તૈજસ અને કામણ.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy