SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ–ઉધોત પધાર્યા. ઈદેરના સંધની વિનતીથી પન્યાસજી મહારાજે સં. ૧૯૮૨નું ચાતુર્માસ ઈદેરમાં કર્યું. આ ચાતુર્માસમાં તપશ્ચર્યા, પૂજા, પ્રભાવના, પર્યુષણ, સંઘજમણ આદિ ખૂબ આનંદપૂર્વક થયાં. ચાતુર્માસ બાદ ઇન્દોરથી વિહાર કરી માંડવગઢ તથા પાવરની યાત્રા કરી રાજગઢ, દાહોદ, ગોધરા થઈ કપડવણજ થઈ અમદાવાદ પધાર્યા. સં. ૧૯૮૩ નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. વ્યાખ્યાનમાં સ્થાનાંગ સૂત્રની વાચના કરી ચાતુર્માસ ખૂબ આનપૂર્વક પૂર્ણ કરી પૂજ્ય ગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ સાથે રાધનપુર પધાર્યા. સં. ૧૯૮૪ નું ચાતુર્માસ રાધનપુર કર્યું. આ ચાતુમસમાં મુનિ મહારાજને પન્યાસજી મહારાજે લોક પ્રકાશ, નંદીસૂત્ર તથા પ્રકરણની વાચના આપી, રાધનપુરથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. સં. ૧૯૮૫ નું ચાતુમાંસ શ્રી ડહેલાના ઉપાશ્રયમાં અમદાવાદમાં કર્યું. આ ચાતુર્માસમાં પન્યાસજી મહારાજે વ્યાખ્યાનમાં સમવાયાંગ સૂત્રની વાચના શરૂ કરી હતી. અમદાવાદથી વિહાર કરી પન્યાસજી મહારાજ ખેરાળુ પધાર્યા. સીપરના સંઘની વિનતિથી સીપેર પધાર્યા અને સં. ૧૯૮૬ નું ચાતુર્માસ સી૨માં કર્યું. વ્યાખ્યાનમાં ભગવતીસૂત્રને ઉપદેશ કર્યો. સીપેરમાં પર્યુષણ આનંદપૂર્વક થયાં. તપશ્ચર્યા, પૂજા–પ્રભાવના, સંઘ જમણ ખૂબ આનંદપૂર્વક થયાં. સંઘમાં આનંદ આનંદ થઈ રહો. સં. ૧૯૮૭ ના કાર્તક વદ ૮ ના રોજ મુનિશ્રી માનવિજય ગણિને ધામધૂમપૂર્વક પન્યાસ પદવી આપવામાં આવી. આ પ્રસંગે શ્રી હઠીસીંગ પટવાએ અઠ્ઠાઈ-મોત્સવ કર્યો. શ્રીફ. ળની પ્રભાવના કરી અને નવકારશી કરી ભજન-સમારંભ કર્યો.
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy