SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વતિથિલયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર ૨૧ खाणं पडिकमणं तस्य निगमगणं च : जोए उदेइ सुरो, तीइ तिहीए उ कायव्यं ।। २ ।। અર્થ–ચાતુર્માસિક, સાંવત્સરિક, પાક્ષિક પંચમી, અષ્ટમીને માટે તે તિથિઓ લેવી કે જેમાં સૂર્ય ઉદય પામે; બીજી અનીદયિક તિથિઓ ન લેવી. જે તિથિમાં સૂર્ય ઉદય પામે તે તિથિને વિષે પૂજા, પચ્ચકખાણ, પ્રતિકમણ અને નિયમ ગ્રહણ કરવા. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે પર્વતિથિની આરાધનામાં અનીદયિક તિથિ લેવાતી નથી તેથી નવા પંથવાળા પર્વતિથિને ક્ષય માનીને અપર્વ તિથિની જ આરાધના કરે છે. પર્વતિથિનો ક્ષય કાયમ રાખીને તે પર્વની આરાધના કરવી. આ માન્યતા વૈદિક ધર્મવાલાની છે જેની નથી. પ્રશ્ન ૧૬–પૂર્ણિમાના ક્ષયે ચૌદશ-પૂનમ ભેગી માન નારા પાક્ષિક પ્રતિકમણ ક્યારે કરે? ઉત્તર-નવા પંથવાળા પૂર્ણિમાના ક્ષયે ચૌદશ-પુનમ ભેગી માને છે તેથી પાક્ષિક પ્રતિક્રમણ તેમણે સવારમાં જ કરવું જોઈએ કેમકે ટિપ્પણમાં ચૌદશને ભાગ સવારમાં જ હોય છે. બપોરના તે પૂર્ણિમા શરૂ થઈ જાય છે, તેથી સાંજના પાક્ષિક પ્રતિકમણ થઈ શકે નહિ કેમકે પાક્ષિક પ્રતિક્રમણ ચૌદશનું છે; પૂનમનું નથી છતાં સાંજના કરે છે તે પાક્ષિક પ્રતિક્રમણ પૂનમનું જ કહેવાય પણ ચૌદશનું નહિ, તેમની આ માન્યતા પણ શાસ્ત્રવિરુધ છે. પ્રશ્ન ૧૭–નવાપંથવાળા સિધ્ધાનિક ટિપ્પણના અભાવે
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy