SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ = == ૨૯૨ ભાવના-શતક, કચરાને બાળી આત્માને વિશુદ્ધ બનાવે છે. સેનાને મેલ દૂર કરવાને જેમ તેને ભઠ્ઠીમાં નાંખવું પડે છે, તેમ કર્મમળ ગાળવાને તપસ્યારૂપી ભઠ્ઠીમાં આત્માને ઝુકાવો જોઈએ. ખરું જ કહ્યું છે કે – कान्तारं न यथेतरो ज्वलयितुं दक्षो दवाग्निं विना । दावाग्निं न यथेतरः समयितुं शक्तो विनाम्भोधरम् ॥ निष्णातं पवनं विना निरसितुं नान्यो यथाऽम्भोधरं । कौघं तपसा विना किमपरं हत्तुं समर्थ तथा ॥ १ ॥ અર્થ–ગીચ ઝાડીવાળા જંગલને સાફ કરવું હોય તે તે દાવાનળ સિવાય બીજા કોઈ હથીયારથી થઈ શકે નહિ; વિસ્તાર પામેલા દાવાનળને બુઝાવવાની જરૂર પડે ત્યારે વરસાદ સિવાય બીજું કોઈ પણ સાધન તેને સર્વથા શમાવી શકે નહિ, કદાચ વરસાદ પણ થાય પણ તે એટલો મુસલધારો પડે કે ગામનાં ગામ તણાવા માંડે ત્યારે વરસાદને વિખેરવાની જરૂર પડે, પણ તેને વિખેરવાને પવન વિના બીજું કોઈ સાધન નથી. જેમ વનને બાળવા અગ્નિ, અગ્નિને શમાવવા વરસાદ અને વરસાદને વિખેરવા પવનની જરૂર છે, તેમ કર્મના સમૂહને અસ્તવ્યસ્ત કરવા કે વિખેરવા તપસ્યા વિના બીજું કયું ઉત્તમ સાધન છે? સાધારણ માણસો તપ શબ્દનો અર્થ વનમાં જઈ ઉપવાસ કરવા કે આતાપના લેવી, એમ સમજે છે; પણ તપ શબ્દને એટલો જ સંકુચિત અર્થ નથી, કિન્તુ વિશાળ છે. તપ માત્ર કાયિક જ નથી, પણ વાચિક અને માનસિક પણ છે. જેનશાસ્ત્રમાં તેના મુખ્ય બે ભેદ છે. બાહ્ય અને આત્યંતર, જેમાં ભેગાદિક ખાનપાનને સંકેચ થતાં મુખ્યતાએ શારીરિક નિગ્રહ થાય તે બાહ્ય તપ અને જેમાં મુખ્યતાએ માનસિક નિગ્રહ થાય તે આવ્યંતર તપ. એકેકના છ છ પ્રકાર છે. તેથી એકંદર બાર પ્રકાર તપના થાય છે.
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy