SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ પણ નમસ્કાર કરતાં પોતાની અંતર્ગત ઈછા ઉક્ત વિશેષણો દ્વારા પ્રાર્થનારૂપે પ્રકટ કરે છે કે જે ભાવનાના બળથી વર્ધમાન પ્રભુ વીતરાગ અવસ્થાની જ્ઞાનાદિ સંપત્તિને પામ્યા તે ભાવનાનું ઉચ્ચ બળ અમારામાં પણ આવિર્ભાવ પામે. પૂર્વાર્ધમાં ઈષ્ટ દેવને નમસ્કાર કર્યા પછી ઉત્તરાર્ધમાં એક શાસન પ્રભાવક ઉપકારી મહાપુરૂષનું સ્મરણ કરવામાં આવે છે. તે મહાપુરૂષ ગ્રંથકારના ગુરૂના પણ ગુરૂ લીંબડી સંપ્રદાયને નવું જીવન આપનાર પોતાના જમાનામાં જ્ઞાનને પ્રકાશ કરનાર પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી છે. | નમસ્કાર અને સ્મરણનો વ્યાપાર થયા પછી ગ્રંથનો વિષય શું છે, અને ગ્રંથરચનાનું પ્રયોજન શું છે, તે બતાવવાની જરૂર હોવાથી એકના ચતુર્થ ચરણમાં ગ્રંથકાર વિષય અને પ્રયોજન દર્શાવે છે. અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્ય ભાવના, અશુચિ ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા ભાવના, લોક ભાવના, બોધ ભાવના અને ધર્મ ભાવનાઃ એમ બાર પ્રકારની ભાવનાઓનું આ ગ્રંથમાં વર્ણન કરવામાં આવશે. એકેક ભાવનાનું આઠ આઠ પદ્યમાં નિરૂપણ થતાં લગભગ એક સે પદ્યોમાં ભાવનાઓનું વર્ણન થઈ જવાનો સંભવ હોવાથી આ ગ્રંથનું નામ “ભાવના–શતક ) એવું રાખવામાં આવે છે, એટલે બાર ભાવના એ આ ગ્રંથન વિષય છે. તે ભાવનાનું સ્વરૂપ વાંચવા વિચારવાથી ભવ્ય જીવોના ભવબંધનનો નાશ થાય એ આ ગ્રંથનું પ્રયોજન છે. ભવભીર પ્રવૃત્તિ અને પરિભ્રમણથી થાકી ગએલા જિજ્ઞાસુ છે આ ગ્રંથના અધિકારી છે. (૧)
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy